મિઝોરમની આ તસ્વીરના સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે ખુબ વખાણ, આનંદ મહિન્દ્રાએ રિટ્વીટ કરી કહ્યું Terrific pic

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ મિઝોરમ ટ્રાફિક જામની તસવીર રીટ્વીટ કરી. જેમાં તેણે લખ્યું હતું કે, 'કેટલી અદ્ભુત તસવીર. એક પણ વાહન રોડ રોડ માર્કરની બહાર નથી. આ પ્રેરણાદાયી છે.

મિઝોરમની આ તસ્વીરના સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે ખુબ વખાણ, આનંદ મહિન્દ્રાએ રિટ્વીટ કરી કહ્યું Terrific pic
This picture of Mizoram Goes Viral (Image Credit Source: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 10:59 AM

શહેરોમાં ટ્રાફિક જામ (Traffic jam)માં અટવાઈ જવું સામાન્ય બાબત છે. ટ્રાફિકમાં ધમાલ અને સતત હોન વગાડવા વચ્ચે દરેક લોકો પહેલા બહાર નીકળવાની દોડમાં લાગેલા હોય છે. આ દરમિયાન કોઈ સિગ્નલ તોડીને નીકળી જાય છે તો કેટલાક રોંગ સાઈડથી પણ નીકળતા ડરતા નથી. જ્યારે તેઓ ટ્રાફિક પોલીસ દ્વારા પકડાય છે, ત્યારે તેઓ ટ્રાફિક પોલીસ સામે દાદાગીરી કરતા જોવા મળતા હોય છે. તમે કેટલાક લોકોને એમ પણ કહેતા સાંભળ્યા હશે, તમે નથી જાણતા કે મારા પિતા કોણ છે? પરંતુ મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra)એ ટ્વિટર (Mizoram Traffic Discipline)પર મિઝોરમની એવી તસવીર શેર કરી છે, જેને જોઈને તમે પણ કહેશો, શિસ્ત કોને કહેવાય, મિઝોરમના લોકો પાસેથી શીખો.

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ મિઝોરમ ટ્રાફિક જામની તસવીર રીટ્વીટ કરી. જેમાં તેણે લખ્યું હતું કે, ‘કેટલી અદ્ભુત તસવીર. એક પણ વાહન રોડ રોડ માર્કરની બહાર નથી. આ પ્રેરણાદાયી છે. આ સાથે તે એક મજબૂત સંદેશ પણ આપી રહ્યો છે. હવે આપણા જીવનની ગુણવત્તા કેવી રીતે સુધારવી તે આપણા પર નિર્ભર છે. નિયમો નું પાલન કરો. મિઝોરમના લોકો ખરેખર પ્રશંસાપાત્ર છે.તસવીરમાં તમે જોઈ શકો છો કે જામમાં ફસાયા હોવા છતાં, લોકો શાંતિથી પોતાની લેનમાં ઉભા છે અને ટ્રાફિક જામ ખૂલવાની રાહ જોઈ રહ્યા છે. આ ત્યારે થાય છે જ્યારે અડધો રસ્તો સાવ ખાલી હોય છે. સાથે જ રોડ પર ડિવાઈડર પણ નથી. આ પછી પણ લોકો રોડ પર માર્કર ક્રોસ કરી રહ્યા નથી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

તમને જણાવી દઈએ કે આ તસવીર સૌ પ્રથમ સંદીપ અહલાવત નામના યુઝરે પોસ્ટ કરી હતી, જેને ઉદ્યોગપતિ મહિન્દ્રાએ રીટ્વીટ કરી હતી. સંદીપ અહલાવતે પોસ્ટ સાથે લખ્યું, ‘મેં આવી શિસ્ત માત્ર મિઝોરમમાં જ જોઈ છે. ત્યાં કોઈ ફેન્સી કાર ન હતી, કોઈ અહંકાર, કોઈ રોડ રેજ, કોઈ બિનજરૂરી રીતે હોર્ન વગાડતું નહોતું અને ટ્રાફિકમાં પહેલા જવા માટે કોઈ દોડતું નહોતું. ચારે બાજુ શાંતિ હતી.

ભારતમાં ટ્રાફિક નિયમોની અજ્ઞાનતાને કારણે દરરોજ સેંકડો લોકો મૃત્યુ પામે છે. સરકાર દ્વારા લોકસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર, 2020માં એક્સપ્રેસ વે સહિત નેશનલ હાઈવે પર રોડ અકસ્માતમાં 47,984 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ પણ વાંચો: Success Story: ડ્રેગન ફ્રુટ અને સ્ટ્રોબેરીની ખેતીથી કરી રહ્યા છે સારો નફો, જાણો આ પ્રગતિશીલ ખેડૂતની કહાની

આ પણ વાંચો: પુરૂષો આ ઘરગથ્થુ ઉપાયોથી ઓઈલી ત્વચાથી છુટકારો મેળવી શકે છે

g clip-path="url(#clip0_868_265)">