પ્રાકૃતિક ખેતીનો વિકલ્પ શા માટે અપનાવવો જોઈએ ? કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર આપી જાણકારી
કૃષિ મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક ખેતીને (Natural Farming) પ્રોત્સાહન આપવા માટે દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. આ દિશામાં કૃષિ મંત્રાલય મિશન મોડમાં કામ કરવા જઈ રહ્યું છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું છે કે જ્યારે પણ દેશ સામે કોઈ પડકાર આવ્યો છે ત્યારે કૃષિ અને ખેડૂતોએ (Farmers) સાથ આપ્યો છે. તેથી જ ખેતી પર ધ્યાન આપવું જરૂરી છે. આજે સમયની માગ એ ખેતી છે જે કુદરત સાથે સંતુલન સાધે છે. એક સમય એવો હતો જ્યારે ભારતમાં અનાજની અછત હતી. પછી આપણે આપણી જાતને બદલી નાખી. રસાયણો દ્વારા કૃષિમાં આગળ વધ્યા. પરંતુ આજે સમયની જરૂરિયાત કંઈક બીજી જ છે. આ વર્ષે લગભગ 4 લાખ કરોડ રૂપિયાની કૃષિ પેદાશોની નિકાસ કરી છે. હવે આપણી પાસે અનાજનો સરપ્લસ છે, તેથી આપણે પ્રાકૃતિક ખેતીનો (Natural Farming) વિકલ્પ અપનાવવાની સ્થિતિમાં છીએ. આથી સમયની સાથે સાથે ખેતીમાં પણ પરિવર્તનો આવવાના છે.
તોમર સોમવારે વિજ્ઞાન ભવન ખાતે નીતિ આયોગ દ્વારા આયોજિત ઈનોવેટિવ એગ્રીકલ્ચર પર એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે દરેક રાજ્યમાં કેટલીક એવી જમીન હોય છે જેમાં કેમિકલનો ઉપયોગ નહિવત હોય છે. જો આવી જમીન રાજ્ય સરકારો દ્વારા પ્રમાણિત અને મોકલવામાં આવશે, તો અમે તેને ઓર્ગેનિક વિસ્તાર તરીકે જાહેર કરીશું. ઓર્ગેનિક વાવેતર વિસ્તાર વધારવા માટે, અમે મોટા વિસ્તારનું પ્રમાણપત્ર લાગુ કર્યું છે.
આપણે કૃષિ ક્ષેત્રમાં આવી નવીનતા લાવવી પડશે જેથી કરીને યુવાનોમાં કૃષિ પ્રત્યે અરુચિ ન રહે. આ પ્રસંગે નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર (કૃષિ) ડો. નીલમ પટેલ, નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત અને સભ્ય પ્રો. રમેશ ચંદ અને ઉપપ્રમુખ રાજીવ કુમાર પણ હાજર હતા.
પ્રકૃતિ સાથે સુમેળમાં વૃદ્ધિ થશે
કૃષિ મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. આ દિશામાં કૃષિ મંત્રાલય મિશન મોડમાં કામ કરવા જઈ રહ્યું છે. કૃષિ સંબંધિત અભ્યાસક્રમોમાં કુદરતી ખેતી વિષયનો સમાવેશ કરવા માટે રચાયેલી સમિતિએ કામ શરૂ કરી દીધું છે. પ્રાકૃતિક ખેતી દ્વારા કુદરત સાથે આપણો તાલમેલ વધશે, જેના કારણે ગામડાઓમાં જ રોજગારી વધશે. આ આપણી દેશી પ્રાચીન પદ્ધતિ છે, જેમાં ખેતીનો ખર્ચ ઓછો થાય છે.
પ્રાકૃતિક ખેતી વિસ્તાર ચાર લાખ હેક્ટર
પ્રાકૃતિક ખેતી રસાયણ મુક્ત અને પશુધન આધારિત છે, જે ખર્ચમાં ઘટાડો કરશે તેમજ ખેડૂતોની આવક અને સ્થિર ઉપજમાં વધારો કરશે. તે પર્યાવરણ અને જમીનના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવામાં મદદ કરશે. પ્રાકૃતિક ખેતી હેઠળનો વિસ્તાર વધી રહ્યો છે, જે હવે લગભગ ચાર લાખ હેક્ટર વિસ્તાર સુધી પહોંચી ગયો છે. કુદરતી ખેતી દ્વારા જમીનનું સ્વાસ્થ્ય સારું રહેશે. કોરોનાને કારણે લોકોની ખાણીપીણીની આદતોમાં પરિવર્તન આવી રહ્યું છે અને ઓર્ગેનિક ઉત્પાદનોની માગ વધી રહી છે.
આ પણ વાંચો : PM Kisan eKYC: ખેડૂતો માટે રાહતના સમાચાર, ફરીથી ઘરે બેઠા મોબાઈલથી કરી શકાશે eKYC
આ પણ વાંચો : Gladiolus Flower: વિદેશોમાં પણ આ ફૂલની છે ભારે માગ, ઓછા ખર્ચમાં આ રીતે કરો સારી કમાણી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો