Gladiolus Flower: વિદેશોમાં પણ આ ફૂલની છે ભારે માગ, ઓછા ખર્ચમાં આ રીતે કરો સારી કમાણી
Gladiolus Flower Cultivation: ઘણા ખેડૂતો ગ્લેડીયોલસ જેવા આકર્ષક ફૂલોની ખેતી (Gladiolus Flower Cultivation) કરીને સારો નફો કમાઈ રહ્યા છે. ગ્લેડીયોલસ ફૂલોનો ઉપયોગ (Gladiolus Flower Use) કટ ફ્લાવર્સ, ક્યારીઓ, બોર્ડર, બગીચા અને કુંડાની સુંદરતા વધારવા માટે થાય છે.
ખરીફ પાકની વાવણી એકદમ નજીક આવી ગઈ છે. ઘણા ખેડૂતો(Farmers)એ ખેતરો તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. જો કે આ સમય દરમિયાન ઘણા ખેડૂતો પરંપરાગત ખેતી સિવાય અન્ય વિકલ્પો તરફ વળ્યા છે. આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો ગ્લેડીયોલસ જેવા આકર્ષક ફૂલોની ખેતી (Gladiolus Flower Cultivation) કરીને સારો નફો કમાઈ રહ્યા છે. ગ્લેડીયોલસ ફૂલોનો ઉપયોગ (Gladiolus Flower Use) કટ ફ્લાવર્સ, ક્યારીઓ, બોર્ડર, બગીચા અને કુંડાની સુંદરતા વધારવા માટે થાય છે. આ ફૂલ માટે ગરમ આબોહવા શ્રેષ્ઠ માનવામાં આવે છે. લગભગ 16થી 40 ડિગ્રી સેન્ટીગ્રેડનું તાપમાન તેની ખેતી માટે સારું માનવામાં આવે છે.
મોટાભાગના ખેડૂતો આ ફૂલના નામથી સારી રીતે વાકેફ નથી. આવી સ્થિતિમાં તે શંકામાં રહે છે કે તે આમાંથી સારો નફો કમાઈ શકશે કે નહીં. આપને જણાવી દઈએ કે આ ફૂલો આંતરરાષ્ટ્રીય બજાર સહિત ઘણી મોટી હોટલોમાં સજાવટ માટે મંગાવવામાં આવે છે. તેની કિંમત પણ બજારમાં સારી એવી રહે છે. આવી સ્થિતિમાં આ ફૂલની ખેતી કરવી ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
તેની ખેતીમાં ફૂલોની લણણી જાતો પર આધારિત છે. આગોતરી જાતોમાં લગભગ 60-65 દિવસમાં, મધ્યમ જાતોમાં લગભગ 80-85 દિવસ અને પાછોતરી જાતોમાં લગભગ 100-110 દિવસમાં ફૂલ આવવાની શરૂઆત થાય છે. મોટાભાગના ખેડૂતો આ આધારે ફૂલોની લણણી શરૂ કરે છે. આ ફૂલની લણણી પણ ઘણી જગ્યાએ ખેતરોથી બજારના અંતર પર આધારિત છે.
નિષ્ણાતો કહે છે કે ખેડૂતોએ ગ્લેડીયોલસ ફૂલોની ખેતીમાં હાથ અજમાવવો જોઈએ. અન્ય ફૂલોની સરખામણીમાં તેની ખેતીનો ખર્ચ સરખો જ રહે છે અને ખેડૂત ઓછા સમયમાં લાખોનો નફો કમાઈ શકે છે. ભારતમાં આખો સમય કોઈને કોઈ કાર્યક્રમ ચાલતા હોય છે. આવી સ્થિતિમાં આ ફૂલોના વેચાણને લઈને ખેડૂતોને બહું ચિંતા કરવાની જરૂર નથી.
આ પણ વાંચો: મોદી સરકારની આ યોજના દ્વારા સરળતાથી બની જશે કિસાન ક્રેડિટ કાર્ડ, આ રીતે કરો અરજી
આ પણ વાંચો: Success Story: લગ્નની સીઝનમાં ફૂલની કિંમતમાં થયો વધારો, ખેડૂતોએ સારા ભાવની આશા કરી વ્યક્ત
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો