PM Kisan eKYC: ખેડૂતો માટે રાહતના સમાચાર, ફરીથી ઘરે બેઠા મોબાઈલથી કરી શકાશે eKYC
કૃષિ મંત્રાલય(Agriculture Ministry)ની તકનીકી ખામીઓને કારણે, મોબાઇલથી eKYC કરવાની સુવિધા બંધ કરવામાં આવી હતી, જે ફરીથી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. PM કિસાનનો 11મો હપ્તો મેળવવા માટે eKYC કરવું જરૂરી છે નહીં તો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા નહીં આવે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના(PM Kisan Samman Nidhi Scheme)હેઠળ નોંધાયેલા 12 કરોડ ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો હવે ઘરે બેઠા તેમના મોબાઈલથી ઈકેવાઈસી (PM Kisan eKYC)ની પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. કૃષિ મંત્રાલય(Agriculture Ministry)ની તકનીકી ખામીઓને કારણે, મોબાઇલથી eKYC કરવાની સુવિધા બંધ કરવામાં આવી હતી, જે ફરીથી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. PM કિસાનનો 11મો હપ્તો મેળવવા માટે eKYC કરવું જરૂરી છે નહીં તો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા નહીં આવે. આ જ કારણ છે કે સરકારે આ માટે છેલ્લી તારીખમાં બે વખત વધારો કર્યો છે.
PM કિસાનની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આધાર OTP દ્વારા eKYCની સુવિધા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. હવે ખેડૂતો આધાર OTP દ્વારા ઘરે બેઠા મોબાઈલથી આ કામ પૂર્ણ કરી શકશે. વચ્ચે સરકારે આ સુવિધા બંધ કરી દીધી હતી. આ કારણે ખેડૂતોએ નજીકના CSC કેન્દ્ર પર જઈને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા eKYC કરાવવું પડ્યું હતું.
વેબસાઈટ પર કહેવામાં આવ્યું છે કે યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતો માટે eKYC કરવું ફરજિયાત છે. જો ખેડૂતો ઇચ્છે તો તેઓ આધાર OTP દ્વારા મોબાઇલ ફોનથી eKYC કરી શકે છે. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા eKYC કરાવવાની સુવિધા પહેલાની જેમ ચાલુ રહેશે. આ માટે ખેડૂતોએ CSC સેન્ટર પર જવું પડશે.
eKYC 31મી મે સુધી કરી શકાશે
કૃષિ મંત્રાલયનો પ્રયાસ છે કે તમામ ખેડૂતો ઇકેવાયસીની પ્રક્રિયા સમયસર પૂર્ણ કરે. આ માટે, CSC કેન્દ્રો દ્વારા એક અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું, જ્યાં મહત્તમ સંખ્યામાં PM કિસાન eKYC સુવિધાઓ આપવામાં આવી હતી.
કૃષિ મંત્રાલય વતી જાગૃતિ અભિયાન ચલાવીને ખેડૂતોને eKYC કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. જો કે, હજુ પણ મોટી સંખ્યામાં ખેડૂતો eKYC કરાવી શક્યા નથી. આ જ કારણ છે કે છેલ્લી તારીખમાં બે વખત વધારો કરવામાં આવ્યો છે.
PM કિસાનનો 10મો હપ્તો રિલીઝ થયા પહેલા એટલે કે 1 જાન્યુઆરી, 2022 પહેલા, eKYCની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. બાદમાં કેટલીક ટેકનિકલ ખામીના કારણે આ સુવિધા થોડા દિવસો માટે બંધ કરવી પડી હતી. જ્યારે પ્રક્રિયા ફરીથી શરૂ થઈ, ત્યારે છેલ્લી તારીખ 31 માર્ચ નક્કી કરવામાં આવી હતી, જે પછીથી વધારીને 22 મે, 2022 કરવામાં આવી હતી. ફરી એકવાર, કૃષિ મંત્રાલય દ્વારા eKYC પૂર્ણ કરવાની છેલ્લી તારીખમાં વધારો કરવામાં આવ્યો હતો અને આ કામ માટે ખેડૂતોને 31 મે, 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે.
ખેડૂતો 11મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે
ખેડૂતોને યોજનાના 10 હપ્તા મળ્યા છે. હવે તેઓ 11મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ નોંધાયેલા ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે. દર ચાર મહિને રૂ. 2000ના ત્રણ સમાન હપ્તામાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં નાણાં મોકલવામાં આવે છે. આ યોજના હેઠળ દેશભરમાં લગભગ 12 કરોડ ખેડૂતો નોંધાયેલા છે.
આ પણ વાંચો: મોદી સરકારની આ યોજના દ્વારા સરળતાથી બની જશે કિસાન ક્રેડિટ કાર્ડ, આ રીતે કરો અરજી
આ પણ વાંચો: Success Story: લગ્નની સીઝનમાં ફૂલની કિંમતમાં થયો વધારો, ખેડૂતોએ સારા ભાવની આશા કરી વ્યક્ત
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો