AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ઇફકો નેનો યુરિયા ટેકનોલોજી મોટી ક્રાંતિ: સહકાર મંત્રી અમિત શાહ

સામાન્ય યુરિયાનો ઉપયોગ ઓછામાં ઓછો 50 ટકા ઘટાડવાના ઉદ્દેશથી તેની રચના કરવામાં આવી છે. તેની 500 મિલીની બોટલમાં 40,000 પીપીએમ નાઇટ્રોજન હોય છે, જે સામાન્ય યુરિયાની થેલી જેટલું નાઇટ્રોજન પોષક તત્વો પૂરું પાડે છે.

કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ઇફકો નેનો યુરિયા ટેકનોલોજી મોટી ક્રાંતિ: સહકાર મંત્રી અમિત શાહ
Amit Shah - Minister of Home Affairs and Co-operation
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 12:27 PM
Share

દેશની પ્રથમ રાષ્ટ્રીય સહકારી પરિષદમાં ઇફકો નેનો યુરિયાની (Nano Urea Liquid) પ્રશંસા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે (Amit Shah) વિશ્વની નંબર વન ખાતર કો-ઓપરેટિવની (Fertilizer Co-Operative) આ શોધની પ્રશંસા કરી.

તેમણે તેને કૃષિ ક્ષેત્રમાં નવી ક્રાંતિ ગણાવી. આ સાથે હરિત ક્રાંતિને સફળ બનાવવામાં ઇફકોની ભૂમિકાને મહત્વની ગણાવી હતી. શાહે કહ્યું કે ઇફકો જેવી મોટી કંપની ખેડૂતોને તેના ચોખ્ખા નફામાં ભાગીદાર બનાવે છે, જે સહકારીના મુખ્ય મંત્ર પર આધારિત છે.

વર્ષ 1967 માં 57 સહકારી સાથે ઇફકો એક સોસાયટી બની હતી અને આજે 36,000 થી વધુ સહકારી સભ્યો બનાવીને લગભગ 5.5 કરોડ ખેડૂતોને તેનો લાભ લઈ રહ્યા છે. શાહે કહ્યું કે સામાન્ય રીતે જ્યારે કોઈ મોટી કંપની નફો કરે છે ત્યારે તેનો મોટો હિસ્સો તેના માલિકને જાય છે, પરંતુ સહકારીતામાં આવું થતું નથી. ઈફકો જે પણ કમાશે તેની આવક 5.5 કરોડ ખેડૂતોને મળશે અને તેને જ સહકારીતા કહેવાય છે.

નેનો યુરિયા ક્યારે શરૂ થયું

ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (ઇફકો) એ આ વર્ષે 31 મી મેના રોજ ખેડૂતો માટે વિશ્વનું પ્રથમ નેનો યુરિયા લિક્વિડ લોન્ચ કર્યું હતું. સામાન્ય યુરિયાનો ઉપયોગ ઓછામાં ઓછો 50 ટકા ઘટાડવાના ઉદ્દેશથી તેની રચના કરવામાં આવી છે. તેની 500 મિલીની બોટલમાં 40,000 પીપીએમ નાઇટ્રોજન હોય છે, જે સામાન્ય યુરિયાની થેલી જેટલું નાઇટ્રોજન પોષક તત્વો પૂરું પાડે છે. દેશમાં 94 થી વધુ પાક પર આશરે 11,000 કૃષિ ક્ષેત્ર પરિક્ષણ કરવામાં આવ્યા હતા. જેમાં પાકની ઉપજમાં સરેરાશ 8 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

ખેડૂતોને થશે નાણાંની બચત

નેનો યુરિયા લિક્વિડ નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર, કલોલમાં સ્વદેશી ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. હવે તે બજારમાં ઉપલબ્ધ છે. ઇફકોએ ખેડૂતો માટે 500 મિલી નેનો યુરિયાની બોટલની કિંમત 240 રૂપિયા નક્કી કરી છે. જે સામાન્ય યુરિયાની બેગની કિંમત કરતા 10 ટકા ઓછી છે. હવે ખેડૂતોને તેના ઉપયોગ વિશે દરેક જગ્યાઓ પર માહિતી આપવામાં આવી રહી છે.

રોગ અને જીવાતોનું જોખમ ઘટાડશે

છોડ નેનો યુરિયામાંથી સંતુલિત માત્રામાં પોષક તત્વો મેળવે છે. જમીનમાં યુરિયાનો વધુ પડતો ઉપયોગ ઘટે છે. જ્યારે સામાન્ય યુરિયાનો વધુ પડતો ઉપયોગ પર્યાવરણને પ્રદૂષિત કરે છે, જમીનના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. છોડ રોગ અને જીવાતો માટે વધુ સંવેદનશીલ હોય છે. પરંતુ એવો દાવો કરવામાં આવે છે કે નેનો યુરિયા લિક્વિડના ઉપયોગથી આવું નહીં થાય. નેનો યુરિયાના નાના કદને કારણે ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર, આ રેપર ફળોને ઝડપથી બગડતા અટકાવશે અને ફળોની સેલ્ફ લાઈફ વધશે

આ પણ વાંચો : ખેડૂતો માટે કામની વાત, પુસાના કૃષિ વૈજ્ઞાનિકોએ જુદા-જુદા પાકોમાં રોગ-જીવાત નિયંત્રણ માટે એડવાઈઝરી જાહેર કરી

ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
g clip-path="url(#clip0_868_265)">