પશુપાલકોએ આ ઋતુ દરમિયાન દુધાળ પશુઓની સાર સંભાળ અને માવજત કેવી રીતે કરવી, જેથી રોગોથી બચાવી શકાય
આ ઋતુ દરમ્યાન ગાય ભેંસ વર્ગનાં પશુઓ ગળસૂંઢો, ગાંઠિયો તાવ જેવા રોગથી અસરગ્રસ્ત થતા હોય છે. આ બન્ને ચેપી રોગોને કારણે મોટી સંખ્યામાં પશુઓ મરણ પણ પામતાં હોય છે. તેથી દરેક પશુને ઉપરોકત બન્ને રોગ સામે રસી અચુક અપાવવી જોઈએ.
દુધાળા પશુઓ ખાસ કરીને વધુ દુધ આપતી ગાયો (Cow), ભેંસો (Buffalo) તથા નવજાત વાછરડાં, પાડીયાંની ચોમાસા (Monsoon), અતિવૃષ્ટી દરમ્યાન રોગ પ્રતિકારક શકિત ઓછી થવાથી તે રોગિષ્ટ બનતાં હોય છે.
નવજાત બચ્ચાં યોગ્ય કાળજીનાં અભાવે 4 થી 6 માસની ઉંમર સુધી ઝાડા તથા શરદી ન્યુમોનિયાથી માંદા પડતાં હોય છે. કેટલાંક પશુઓ મૃત્યું પણ પામતાં હોય છે. રોગીષ્ટ વાછરડાં પાડીયાંમાં વૃદ્ધિ દર તેમજ દુધાળી ગાયો-ભેંસોમાં દૂધ ઉત્પાદન ઘટતાં આર્થિક નુકસાની ભોગવવી પડે છે. તો ચાલો જાણીએ આ ઋતુ દરમિયાન દુધાળ પશુઓની સાર સંભાળ અને માવજત કેવી રીતે કરવી જેથી પશુઓને રોગોથી બચાવી શકાય.
પશુઓમાં આઉનો સોજો(મસ્ટાઈટીસ) અટકાવવાના ઉપાયો
1. દૂધ દોહનમાં નિયમિતતા 2. આઉં અને આંચળને દૂધ દોહન પહેલા ટીટ ડીપ દ્રાવણથી સાફ કરવું. 3. દૂધ દોહન બાદ પશુ ૧૫-૨૦ મિનિટ સુધી નીચે બેસતું અટકાવવું. 4. પશુના રહેઠાણમાં સિમેન્ટ કોંક્રીટના પાકા ભોયતળીયા ન બનાવવા.
પશુપાલન
1. પશુ આહારમાં અચાનક ફેરફારથી દૂર રહેવું. 2. પશુને આપવામાં અથવા લીલા ચારાના જથ્થામાં અચાનક વધારો કે ઘટાડો કરવાથી સીધી અસર પશુના દૂધ ઉત્પાદનની ક્ષમતા પર થાય છે. 3. દુધાળા પશુઓને બાયપાસ પ્રોટીન. 4. પશુઓને ખરવા-મોવાસા રસીનું રસીકરણ અવશ્ય કરાવવું. 5. દૂધ દોહનાર વ્યક્તિ ચેપી રોગથી મુક્ત હોવા જોઈએ. 6. દૂધ દોહતી વખતે છીંક અને ખાંસી-ઉધરસ ન આવે તેની કાળજી રાખવી. 7. વિયાણની પ્રક્રિયાને કુદરતી થવા દેવી જોઈએ. 8. પશુના બચ્ચાને ખેચીને કાઢવાનો પ્રયત્ન કરવો નહી. 9. પશુઓને વરસાદથી રક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવી. 10. વાછરડી/પાડીની (બચ્ચા) ની ઉંમર ૧૦ થી ૧૫ દિવસની થાય પછી તેને ધીરે ધીરે લીલોચારો અને ઘાસ આપવું.
ચોમાસા દરમ્યાન ગાય ભેંસ વર્ગનાં પશુઓ ગળસૂંઢો, ગાંઠિયો તાવ જેવા રોગથી અસરગ્રસ્ત થતા હોય છે. આ બન્ને ચેપી રોગોને કારણે મોટી સંખ્યામાં પશુઓ મરણ પણ પામતાં હોય મહામુલા પશુધન ગુમાવવા પડતાં હોય છે. આવી વિકટ પરિસ્થિતિને અટકાવવા માટે અગમચેતી રૂપે દરેક પશુને ઉપરોકત બન્ને રોગ સામે રસી અચુક અપાવવી જોઈએ.
ચોમાસાની ઋતુ દરમ્યાન મચ્છર ઉપદ્રવને કાબુમાં લેવાથી દુધાળા પશુંઓમાં ચોમાસા દરમ્યાન જોવા મળતો ‘વલા’ નો રોગ અટકાવી શકાય. મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે પશુ રહેઠાણની આજુબાજુ પાણીનો ભરાવો ન થવા દેવો તથા જરૂરી જણાય તો યોગ્ય મચ્છર નાશક દવા (કેરોસીન અને પાણીનું મિશ્રણ અથવા ડિઝલ કે અન્ય ક્રુડ ઓઈલ) નો છંટકાવ કરી શકાય. માખીઓનો ઉપદ્રવ ઘટાડવા પણ યોગ્ય દવાઓનો છંટકાવ અથવા માખી નાશક સાધનોનો ઉપયોગ પણ કરી શકાય.
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી
આ પણ વાંચો : ખાદ્યતેલના ભાવમાં 50 ટકાનો વધારો થયો, સરકારે ભાવને કંટ્રોલ કરવા માટે સ્ટોક લિમિટનો આદેશ આપ્યો
આ પણ વાંચો : ખેડૂતોએ ઓક્ટોબર માસમાં તુવેર, ચણા, લસણ અને જુવારના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી