ખેડૂતોએ ઓક્ટોબર માસમાં તુવેર, ચણા, લસણ અને જુવારના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

TV9 GUJARATI

|

Updated on: Oct 10, 2021 | 11:44 AM

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ ઓક્ટોબર માસમાં તુવેર, ચણા, લસણ અને જુવારના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Farming Activities

Follow us on

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે તુવેર, ચણા, લસણ અને જુવારના પાકમાં શું કરવું.

તુવેર 1. તુવેરના પાકમાં ફુલ અવસ્થા અને શીંગોમાં દાણા ભરાવાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય તો પિયત આપવું. 2. લીલી ઇયળનાં નિયંત્રણ માટે નર ફૂંદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવા. 3. લીમડાની લીંબોળીનો અર્કનો ઉપયોગ કરવો. ડાયક્લોરવોશ અથવા ક્વિનાલફોસ પૈકી કોઇ પણ એક દવાનો છંટકાવ કરવો. 4. ભુકારૂપ દવાઓમાં કાર્બારીલ અને ક્વિનાલફોસ અસરકારક જોવા મળેલ છે. 5. તુવેરમાં ફુલ બેસવાની શરૂઆત થયે, ૫૦% છોડ પર ફુલ બેસે ત્યારે અને ૫૦% છોડ પર શીંગો બેસે ત્યારે લીંબોળીના મીંજનો અર્ક છાંટવો. 6. તુવેરની શીંગમાં માખી નિયંત્રણ માટે તુવેરના ખેતરમાં ૫૦% છોડ પર શીંગો બેસે ત્યારે ક્વિનાલફોસ અથવા ડાયમિથોએટ છંટકાવ કરવો. 7. ફેનવાલેરેટ 0.૪% ભુકી ૨૫ કિ.ગ્રા./હે જરૂર જણાય તો ૨૦ દિવસે બીજો છંટકાવ કરવો.

ચણા 1. ચણાને વાવતાં પહેલાં બીજને ફૂગનાશક દવા અને રાઈઝોબીયમ કલ્ચરની માવજત અવશ્ય આપવી. 2. બિન પિયત માટે ચણા -૬ જાતનું વાવેતર કરવું. 3. પિયત ચણા માટે જુનાગઢ ચણા-૩,૪ અથવા ૫ નું વાવેતર કરવું. 4. ચણામાં બીજ અંકુર વધારવા માટે બીજ માવજત માટે પોટેશિયમ નાઈટ્રેટ ૧૦૦ ppm ૧૦૦ મિલીગ્રામ ૧ લિટર દ્રાવણ બનાવી બીજને પલાળી છાંયડામાં સુકવી વાવેતર કરવું.

લસણ 1. વાવેતર માટે ગુજરાત લસણ-૧ (સફેદ જાત) અને ગુજરાત લસણ-૧૦ (લાલ જાત), ગુજરાત લસણ-૨, ગુજરાત લસણ-૩, ગુજરાત લસણ-૪, જી-૪૧, જી-૫૦, જી-૨૬૨, જી-૩૨૬ પૈકી કોઈ પણ એક જાતની પસંદગી કરવી. 2. પાકનું વાવેતર ઓકટોબર- નવેમ્બર માસ દરમ્યાન કરવું. 3. વાવેતર વખતે હેક્ટર દીઠ ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૫૦ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે ૧૦૯ કિલોગ્રામ ડી.એ.પી. અને ૧૨ કિલોગ્રામ યુરિયા અથવા ૨૭ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું અને ૮૦ કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ આપવું.

જુવાર 1. ઘાસચારાની જુવારમાં દાતરડાથી વાઢી પાથરી સુકવી વહેલી સવારમાં પૂળા બાંધી ઓઘલા કરી સૂર્યના તાપમાં સુકવી દઈ યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો. 2. દાણાની જુવાર દુધિયા દાણાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય ત્યારે પિયતની સગવડ હોય તો પૂરક પિયત આપવું.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : ખેડૂતોની આવક વધારવા માટે કપાસની ઉત્પાદકતા અને ગુણવત્તા સુધારવાની જરૂર છે: પિયુષ ગોયલ

આ પણ વાંચો : RBI ના ગવર્નર શક્તિકાંત દાસે અનાજના ભાવને લઈને આપ્યું મોટું નિવેદન

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati