કેળાની ખેતી કરતા ખેડૂતો માટે કામની વાત, જાણો કેળાને લાંબા સમય સુધી તાજા કેવી રીતે રાખી શકાય

|

Sep 30, 2021 | 12:55 PM

ડો. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય કૃષિ વિશ્વવિદ્યાલયના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. એસ.કે. સિંઘે TV9 ને જણાવ્યું કે કેળાની માવજત કેવી રીતે કરવી. ખેડૂતો આ પદ્ધતિ અપનાવીને સારી આવક મેળવી શકે છે.

કેળાની ખેતી કરતા ખેડૂતો માટે કામની વાત, જાણો કેળાને લાંબા સમય સુધી તાજા કેવી રીતે રાખી શકાય
Banana Farming

Follow us on

દેશમાં ખેડૂતોના (Farmers) ખેતરોમાંથી હજારો ટન કેળા બજારમાં પહોંચે છે અને ત્યારબાદ કેળા આપણા ઘરોમાં પહોંચે છે. પરંતુ કેળાની ખાસ માવજત કરવામાં આવે છે અને તેને નજીકના બજાર અથવા વિદેશ મોકલવામાં આવે છે.

ખેડૂતો આ પદ્ધતિ અપનાવીને સારી આવક મેળવી શકે છે. ડો. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય કૃષિ વિશ્વવિદ્યાલયના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. એસ.કે. સિંઘે TV9 ને જણાવ્યું કે કેળાની કાપણી કર્યા પછી, કેળાની અલગ અલગ લૂમ કરો. ત્યારબાદ આ લૂમને 1 ગ્રામ ફટકડી / 2.5 લિટર પાણીમાં મિક્ષ કરી તેમાં રાખો. કેળાના લગભગ 3 મિનિટ સુધી ડુબાડ્યા બાદ તેને બહાર કાઢો. ફટકડીના દ્રાવણને કારણે કેળાની છાલ પરનો કુદરતી મીણ દૂર થાય છે અને સાથે સાથે તે ફળ પરના જંતુઓનો કચરો સાફ કરે છે તે કુદરતી જીવાણુ નાશક તરીકે કામ કરે છે.

એન્ટી ફંગલનો ઉપયોગ

'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો

બીજી ટાંકીમાં એન્ટી ફંગલ લિક્વિડ હુવા સાન પાણીમાં ભેળવી ઉપયોગ કરી શકાય છે. હુવા સાન હાઇડ્રોજન પેરોક્સાઇડ ધરાવે છે. હુવા સાન તમામ પ્રકારના બેક્ટેરિયા, વાયરસ, યીસ્ટ, મોલ્ડ અને બીજકણ બનાવનાર એજન્ટો સામે અસરકારક છે. તેનો ઉપયોગ ગંધ પેદા કરતો નથી, સારવાર કરેલ ફળોનો સ્વાદ બદલતો નથી.

ખૂબ જ ઉંચા તાપમાને પણ અસરકારકતા અને લાંબા ગાળાની અસરો જોવા મળે છે. ભલામણ કરેલ ડોઝ દરે વપરાશ માટે સલામત તરીકે મૂલ્યાંકન કરવામાં આવે છે. કોઈ કાર્સિનોજેનિક અથવા મ્યુટેજેનિક અસર એમોનિયમ આયનો સાથે પ્રતિક્રિયા આપતી નથી. તે લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે.

કેવી રીતે વાપરવું

દ્રાવણનો 3% ના દરે ઉપયોગ કરવામાં આવે ત્યારે કોઈ પણ પ્રકારની આડઅસરો જોવા મળી નથી. આ દ્રાવણમાં કેળાની લૂમને 3 મિનિટ માટે પલાળી રાખો. તેને હુવા સાન 1 મિલી / લિટર પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવો. આ રીતે, 500 લિટર પાણીની ટાંકીમાં 250 મિલી હુઆ સાન પ્રવાહી રેડવામાં આવે છે. આ દ્રાવણમાંથી કેળાને કાઢ્યા બાદ, કેળામાંથી વધારાનું પાણી દૂર કરવા માટે હાઇ સ્પીડ પંખા સાથે પાણી નિકળી શકે તે પ્રકારની જાળી પર કેળાની લૂમ મૂકો. આ રીતે કેળાની માવજત કરી ખાસ તૈયાર કરેલા કાર્ટનમાં ભરો. આ પદ્ધતિ દ્વારા તૈયાર કરેલા કેળા સરળતાથી દૂરના અને વિદેશી બજારમાં મોકલવામાં આવે છે અને તે લાંબા સમય સુધી બગડતા નથી.

 

આ પણ વાંચો : PM Kisan Scheme: જાણો શા માટે 7.24 લાખ ખેડૂતોને અરજી કરવા છતા નાણાં નથી મળ્યા ?

આ પણ વાંચો : સિંગાપોર પછી ભારતે નેપાળમાં ‘કાલા નમક ચોખા’ની નિકાસ કરી, જાણો તેની ખેતી અને ઉત્પાદન વિશે

Next Article