AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Scheme: જાણો શા માટે 7.24 લાખ ખેડૂતોને અરજી કરવા છતા નાણાં નથી મળ્યા ?

પીએમ કિસાન નિધિના નાણાં કયા કારણોસર અટકે છે, તેને જાણો અને તેમાં સુધારો કરો. મોટાભાગના ખેડૂતોના નાણાં અમાન્ય ખાતાને કારણે અથવા આધાર ન હોવાને કારણે અટકી જાય છે.

PM Kisan Scheme: જાણો શા માટે 7.24 લાખ ખેડૂતોને અરજી કરવા છતા નાણાં નથી મળ્યા ?
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 4:30 PM
Share

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM kisan samman nidhi yojana) હેઠળ કેન્દ્ર સરકારે ઓગસ્ટથી નવેમ્બર સુધી 10,40,28,677 ખેડૂતોના બેંક ખાતામાં 2-2 હજાર રૂપિયા મોકલ્યા છે. હવે 10 મો હપ્તો મોકલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તે 10 થી 15 ડિસેમ્બરની વચ્ચે આપવામાં આવશે.

દરમિયાન, 7,24,042 ખેડૂતોની ચુકવણી નિષ્ફળ ગઈ છે. પ્રશ્ન એ ઉભો થાય છે કે આખરે શું થાય છે કે અરજી કરવા છતાં નાણાં આવતા નથી ? કૃષિ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે સૌથી મોટી ખેડૂત યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરતી વખતે યોગ્ય દસ્તાવેજો હોવા જરૂરી છે. નહિંતર અરજી કર્યા પછી પણ પૈસા આવશે નહીં. થોડી ભૂલ તમને આ લાભથી વંચિત કરી શકે છે.

33 મહિનામાં 1.58 લાખ કરોડ રૂપિયાનો ફાયદો

પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ થયાને 33 મહિના થઈ ગયા છે. ડિસેમ્બર 2018 થી અત્યાર સુધીમાં લગભગ 12 કરોડ લાભાર્થીઓ છે. તેમના બેંક ખાતામાં સીધા 1.58 લાખ કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે, જેથી ખેતી કરવાનું સરળ બને. પરંતુ કેટલાક લોકો એવા છે જેમને અરજી કરવા છતાં પૈસા મળ્યા નથી. કારણ કે તેમના રેકોર્ડમાં કેટલીક ભૂલ છે. આવું એટલા માટે થાય છે કારણ કે તમારા દસ્તાવેજોમાં માહિતી અલગ અલગ છે અથવા તમે કાળજી પૂર્વક ફોર્મ ભર્યું નથી.

આ બાબતોનું ધ્યાન રાખો

યોજના હેઠળ ઓનલાઈન અરજી કરતી વખતે ફોર્મ સંપૂર્ણપણે ભરો અને તેમાં માહિતી સાચી છે તે ચકાસો. તેમાં, બેંક ખાતાની માહિતી ભરતી વખતે, IFSC કોડ યોગ્ય રીતે ભરો. તે જ એકાઉન્ટ નંબર દાખલ કરો જે વર્તમાન સ્થિતિમાં છે. જમીનની વિગતો, ખાસ કરીને ખાતા નંબર ખૂબ કાળજી પૂર્વક ભરવા જોઈએ.

વાર્ષિક 6,000 રૂપિયાનો લાભ નથી ​​મળતો તે ખેડૂતોની મહિતીમાં કેટલીક ભૂલો સામાન્ય છે.

1. એકાઉન્ટ અમાન્ય થવાને કારણે કામચલાઉ હોલ્ડ. એટલે કે, એકાઉન્ટ એકટીવ નથી. 2. આપેલ એકાઉન્ટ નંબર બેંકના રોકોર્ડમાં નથી. તેનો અર્થ એ છે કે ખોટો એકાઉન્ટ નંબર દાખલ કરવામાં આવ્યો છે. 3. પબ્લિક ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ (PFMS) દ્વારા ખેડૂતનો રેકોર્ડ સ્વીકારવામાં આવ્યો નથી. 4. બેંક દ્વારા નકારવામાં આવેલ ખાતું એટલે કે ખાતું બંધ છે. 5. પીએફએમએસ/બેંક દ્વારા ખેડૂત રેકોર્ડ નકારવામાં આવ્યો છે. 6. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં આધાર સીડિંગ કરવામાં આવ્યું નથી. 7. રાજ્ય સરકાર તરફથી પેન્ડીંગ છે.

6,000 રૂપિયાની યોજનાનો લાભ કોને ન મળી શકે

1. એવા ખેડૂતો કે જેઓ ભૂતપૂર્વ અથવા હાલમાં બંધારણીય હોદ્દાઓ ધરાવે છે, વર્તમાન અથવા ભૂતપૂર્વ મંત્રીઓ. 2. મેયર અથવા જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય, MLC, લોકસભા અને રાજ્યસભાના સાંસદ. 3. કેન્દ્ર અથવા રાજ્ય સરકારના અધિકારીઓ. 4. જે ખેડૂતોએ છેલ્લા નાણાકીય વર્ષમાં આવકવેરો ભર્યો હતો તેમને લાભ મળશે નહીં. 5. રૂ.10 હજારથી વધુ પેન્શન મેળવતા ખેડૂતોને પણ લાભ મળતો નથી. 6. પ્રોફેશનલ્સ, ડોકટર, એન્જિનિયર, સીએ, વકીલ અને આર્કિટેક્ટ્સને આ યોજનાનો લાભ મળશે નહી.

આ પણ વાંચો : સિંગાપોર પછી ભારતે નેપાળમાં ‘કાલા નમક ચોખા’ની નિકાસ કરી, જાણો તેની ખેતી અને ઉત્પાદન વિશે

આ પણ વાંચો : ખેડૂતોનું નસીબ હવે ચમકશે, PM નરેન્દ્ર મોદીએ ખેડૂતોને નવા 35 પાકની આપી ભેટ

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">