Ginger Farming: જુલાઈ-ઓગસ્ટ મહિનામાં આદુની આ જાતોની વાવણી કરો, ખેડૂતોને મળશે બમ્પર ઉત્પાદન
સામાન્ય રીતે એપ્રિલથી મે મહિના દરમિયાન આદુની વાવણી કરવામાં આવે છે. મોટાભાગના ખેડૂતો આ બે મહિનામાં જ આદુની ખેતી કરે છે. પરંતુ હવે ચોમાસાની શરૂઆત થયા બાદ પણ તેની વાવણી કરવામાં આવી રહી છે. તેથી ખેડૂતો જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પણ વાવણી કરી શકે છે.
ખેડૂતો પારંપરિક પાકોની સાથે બાગાયતી પાકોની પણ ખેતી કરતા હોય છે. સાથે જ સરકાર પણ તેના માટે જુદી-જુદી યોજનાઓ દ્વારા ખેડૂતોને (Farmers) સબસિડી આપતી હોય છે. જો આદુની (Ginger Farming) વાત કરવામાં આવે તો તે એક ઔષધીય પાક છે. તેનો ઉપયોગ રસોઈની સાથે દવાઓ બનાવવામાં પણ થાય છે. આદુ સમગ્ર વર્ષ દરમિયાન બજારમાં સરળતાથી મળી રહે છે. સીઝન મુજબ તેના ભાવમાં વધારો-ઘટાડો જોવા મળે છે.
આદુના ભાવ 250 થી 300 રૂપિયા પ્રતિ કિલો
હાલમાં આદુએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેની કિંમત 250 થી 300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી છે. સામાન્ય રીતે તેના ભાવ 100 થી 120 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ રહે છે. જે ખેડૂતો આદુની ખેતી કરવાનું વિચારી રહ્યા હોય તો તેના માટે ચાર જાતો વિશે જણાવીશું, જે બમ્પર ઉત્પાદન આપે છે.
ખેડૂતો જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પણ વાવણી કરી શકે
સામાન્ય રીતે એપ્રિલથી મે મહિના દરમિયાન આદુની વાવણી કરવામાં આવે છે. મોટાભાગના ખેડૂતો આ બે મહિનામાં જ આદુની ખેતી કરે છે. પરંતુ હવે ચોમાસાની શરૂઆત થયા બાદ પણ તેની વાવણી કરવામાં આવી રહી છે. તેથી ખેડૂતો જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પણ વાવણી કરી શકે છે. જો તમે ખરીફ સિઝનમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી આ જાતોની ખેતી કરશો તો સારી આવક થશે.
અથિરા: અથિરા આદુની એક ઉત્તમ જાત છે. વાવણી કર્યા પછી તેનો પાક 220 થી 240 દિવસમાં તૈયાર થાય છે. એક એકરમાં અથીરા જાતની ખેતી કરો તો 84 થી 92 ક્વિન્ટલ આદુનું ઉત્પાદન કરી શકાય છે.
સુપ્રભા: સુપ્રભા જાતમાં છાલ સફેદ અને ચમકદાર હોય છે. તે ટૂંકાગાળામાં તૈયાર થતી જાત છે. તેને વાવ્યા પછી 225 થી 230 દિવસમાં પાક મેળવી શકો છો. આ જાતને રાઈઝોમ વિલ્ટ રોગ થતો નથી. કારણ કે તેમાં રોગ પ્રતિકારક શક્તિ વધુ જોવા મળે છે. તેની ઉપજ 80 થી 92 ક્વિન્ટલ પ્રતિ એકર છે.
આ પણ વાંચો : PM Kisan Scheme: PM કિસાનનો 14મો હપ્તો જાહેર, 9 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર
સુરુચિ: આ એક પ્રકારની આગોતરી પાકતી જાત છે. રોપણી પછી 200 થી 220 દિવસમાં પાક તૈયાર થઈ જાય છે. તેની સરેરાશ ઉપજ 4.8 ટન પ્રતિ એકર છે.
નાદિયા: નાદિયાની જાત મોટાભાગે ઉત્તર ભારતના ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવે છે. તેનો પાક તૈયાર થવામાં વધારે સમય લાગે છે. લગભગ 8 થી 9 મહિનામાં નાદિયા જાતનો પાક તૈયાર થાય છે. તેની સરેરાશ ઉપજ 80 થી 100 ક્વિન્ટલ પ્રતિ એકર છે.