AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતો માત્ર 10 દિવસમાં ધાણા ઉગાડી કમાણી કરી શકે છે ! જાણો તેના વાવેતરની નવી પદ્ધતિ

સામાન્ય રીતે ધાણા વાવ્યા બાદ તેના પાંદડા દેખાવા માટે લગભગ એકથી દોઢ મહિનાનો સમય લાગે છે. પરંતુ આજે અમે તમને એક એવી રીત જણાવી રહ્યા છીએ જેનાથી તમે માત્ર બે અઠવાડિયામાં ધાણા ઉગાડી શકો છો.

ખેડૂતો માત્ર 10 દિવસમાં ધાણા ઉગાડી કમાણી કરી શકે છે ! જાણો તેના વાવેતરની નવી પદ્ધતિ
Coriander Farming
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 12:49 PM
Share

ધાણા એટલે કે કોથમીરનો (Coriander) ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે થાય છે અને તેની ચટણી પણ બનાવવામાં આવે છે.  બજારમાં કોથમીર ખૂબ મોંઘી વેચાય છે. ઘણી વખત તેનો ભાવ ત્રણસોથી ચારસો રૂપિયા પ્રતિ કિલો હોય છે. સામાન્ય રીતે ધાણા વાવ્યા બાદ તેના પાંદડા દેખાવામાં લગભગ એકથી દોઢ મહિનાનો સમય લાગે છે. પરંતુ આજે અમે તમને એક એવી રીત જણાવી રહ્યા છીએ જેનાથી તમે માત્ર બે અઠવાડિયામાં ધાણા ઉગાડી શકો છો. તેનાથી ધાણાની ખેતી કરતા ખેડૂતોને ઘણો ફાયદો થશે.

ધાણાના બીજના બે ટુકડા કરો

ઓછા સમયમાં કોથમીર ઉગાડવા માટે, પહેલા તમે જે ધાણા રોપવા માંગો છો તેને બે ભાગમાં વહેંચો. તમે ઘરે ઉપલબ્ધ ધાણાનો ઉપયોગ કરી શકો છો, પરંતુ બીજ વધારે જૂનું ન હોવું જોઈએ. ધાણાના બીજના ભાગ કરવા માટે, તમે હળવા હાથથી રોલિંગ પિનનો ઉપયોગ કરીને તેને બે ટુકડા કરી શકો છો. આ રીતથી અંકુરણ ઝડપથી થાય છે.

ધાણાનો ટુકડો પાણીમાં પલાળી દો

ત્યારબાદ ધાણાના ટુકડાને પાણીમાં ઓછામાં ઓછા 12 કલાક સુધી રહેવા દો. આમ કરવાથી ફાયદો એ થાય છે કે જ્યારે ધાણાનું વાવેતર કરવામાં આવે છે અને જમીનની અંદર અંકુરણ પ્રક્રિયા માટે તેને ફૂલ આવવામાં જેટલો સમય લાગે છે, તે સમય બચી જાય છે. ધાણાના છોડ આ રીતે ઝડપથી વૃદ્ધિ પામે છે.

સુતરાઉ કાપડમાં બાંધો

કોથમીર સારી રીતે પલળી અને ફૂલી જાય પછી તેમાંથી બધું પાણી કાઢી લો અને તેને સુતરાઉ કપડામાં સારી રીતે લપેટી રાખો. તેના માટે કોટનની થેલીનો પણ ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ એક એર ટાઈટ કન્ટેનર લો. આ માટે મીઠાઈના પ્લાસ્ટિકના કન્ટેનરનો ઉપયોગ કરી શકાય છે. આ બોક્સને યોગ્ય રીતે બંધ કરો અને તેને એવી જગ્યાએ રાખો જ્યાં સૂર્યનો સીધો પ્રકાશ ન આવતો હોય. આમ કરવાથી ધાણા સુકાઈ જાય છે અને તેમાં મૂળ નિકળવા લાગે છે. સામાન્ય રીતે ત્રણથી ચાર દિવસ પછી તેમાં મૂળ નિકળવાનું શરૂ થાય છે.

જમીનમાં ધાણાની રોપણી કરો

કોથમીર પ્લાસ્ટિક એર ટાઈટ ડબ્બામાં સુતરાઉ કાપડથી લપેટીને રાખવાને કારણે ત્રણથી ચાર દિવસમાં મૂળ નિકળવા લાગે છે. ત્યારબાદ તેને બહાર કાઢી અને જ્યાં તેનું વાવેતર કરવાનું છે તે જગ્યાએ તેને હળવા હાથે વાવો અને તેને માટી અથવા કોકોપીટથી ઢાંકી દો. ત્યારબાદ તેના પર થોડું પાણી છાંટવું. જો આ પદ્ધતિથી વાવેતર કરવામાં આવે તો ધાણાનો છોડ 10 થી 12 દિવસમાં તૈયાર થઈ જાય છે.

આ પણ વાંચો : ગૃહિણીઓ માટે સારા સમાચાર ! દાળના ભાવ થશે સસ્તા, વાંચો આ અહેવાલ

આ પણ વાંચો : ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં સોયાબીન, તલ અને બાજરીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
g clip-path="url(#clip0_868_265)">