ભેંસની પૂંછડીના ટુકડામાંથી વાછરડાના ક્લોન્સ બનાવાયા, વૈજ્ઞાનિકોનો દાવો- દૂધની નદીઓ વહેશે

વૈજ્ઞાનિકોનો દાવો છે કે આનાથી દેશમાં દૂધનું ઉત્પાદન બમણું થશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે. 2009 થી અત્યાર સુધીમાં NDRI એ વાછરડાના 11 ક્લોન ઉત્પન્ન કર્યા છે, જેમાં 7 નર વાછરડા અને 4 માદા વાછરડાનો સમાવેશ થાય છે.

ભેંસની પૂંછડીના ટુકડામાંથી વાછરડાના ક્લોન્સ બનાવાયા, વૈજ્ઞાનિકોનો દાવો- દૂધની નદીઓ વહેશે
Buffalo Calf (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 4:10 PM

હરિયાણાના કરનાલમાં નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (National Dairy Research Institute)ના વૈજ્ઞાનિકોએ ક્લોનિંગના ક્ષેત્રમાં એક નવો અધ્યાય લખ્યો છે. પ્રથમ વખત, ભેંસની પૂંછડીના બે ટુકડામાંથી ક્લોન વાછરડા (Buffalo Calf)નું સંવર્ધન કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આનાથી દેશમાં દૂધનું ઉત્પાદન બમણું થશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે. 2009 થી અત્યાર સુધીમાં NDRI એ વાછરડાના 11 ક્લોન ઉત્પન્ન કર્યા છે, જેમાં 7 નર વાછરડા અને 4 માદા વાછરડાનો સમાવેશ થાય છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે ક્લોનિંગની સફળતા બાદ દૂધનું ઉત્પાદન બમણું થશે અને ખેડૂતોની આવક વધશે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ આ ટેક્નોલોજી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે. કરનાલના નેશનલ ડેરી રિસર્ચના ડાયરેક્ટર ડૉ.એમ.એસ. ચૌહાણ કહે છે કે ક્લોનિંગના ક્ષેત્રમાં આ બીજી નવી સિદ્ધિ છે, વૈજ્ઞાનિકોનું સંશોધન યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ભારતના કૃષિ અર્થતંત્રમાં પશુપાલનનું મહત્વનું સ્થાન છે. ભેંસ કુલ દૂધ ઉત્પાદનમાં લગભગ 50% યોગદાન આપે છે અને ખેડૂતોની આજીવિકામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ક્લોન કરેલા પ્રાણીઓના સીમનથી દૂધનું ઉત્પાદન બમણું થઈ શકે છે.

પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

ભેંસની પૂંછડીના બે ટુકડામાંથી ક્લોન વાછરડું બનાવવામાં આવ્યું હતું

ડૉ. એમ.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે ક્લોન ટેકનિકથી 26 જાન્યુઆરીએ વાછરડાનો જન્મ થયો હતો. તેથી જ તેનું નામ ગણતંત્ર આપવામાં આવ્યું. બીજા ક્લોન વાછરડાનું નામ કર્ણિકા છે જેનું નામ કર્ણ શહેર પરથી રાખવામાં આવ્યું છે. એક ભેંસની પૂંછડીમાંથી લીધેલા કોષમાંથી જન્મ્યું છે. બીજાનો જન્મ નર ખૂંટીયાના કોષમાંથી થયો છે.

ડો. ચૌહાણ કહે છે કે મુર્રાહ ભેંસની શ્રેષ્ઠ ઓલાદનો ઉપયોગ ક્લોનિંગમાં થાય છે. જેની આનુવંશિક ક્ષમતા વધુ દૂધ આપવાની છે. આવી સ્થિતિમાં, સામાન્ય ભેંસની સરખામણીમાં ક્લોન કરાયેલા પશુના વીર્યમાંથી જન્મેલી ભેંસોમાં દૂધનું ઉત્પાદન 14 થી 16 લીટર પ્રતિદિન છે. જ્યારે સામાન્ય ભેંસ દરરોજ 6 થી 8 લીટર દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.

વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેનાથી દૂધનું ઉત્પાદન બમણું થશે

ક્લોન ટેક્નોલોજીથી જન્મેલા વાછરડા સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમનું વર્તન સંપૂર્ણપણે સામાન્ય છે. ડો.ચૌહાણે જણાવ્યું હતું કે ક્લોનિંગના કારણે 11 વાછરડાનો જન્મ થયો છે, જેઓ જીવિત છે અને તેમનો પરિવાર પણ ધીમે ધીમે વધી રહ્યો છે. આ ટેકનોલોજી સંપૂર્ણપણે ભારતની છે. ટીમના પશુ ચિકિત્સા વૈજ્ઞાનિક ડૉ. નરેશએ જણાવ્યું હતું કે NDRI ખાતે હાથ ધરવામાં આવેલા ટ્રાયલ ચોક્કસપણે ખેડૂતોના ઘર સુધી પહોંચવામાં મદદ કરશે જેથી કરીને તેમના પશુઓની ઉત્પાદકતામાં વધારો કરી શકાય.

ક્લોન વાછરડા સંપૂર્ણપણે સ્વસ્થ છે

આ બંને ઉચ્ચ દૂધ આપતી ભેંસના ક્લોન છે ડોક્ટર મનોજ કુમાર અને કુમારી રિંકાએ જણાવ્યું કે ક્લોન કરેલી ભેંસમાંથી 1 વર્ષમાં 10 વાછરડાનો જન્મ થઈ શકે છે. જે દૂધ ક્ષેત્રે નવી ક્રાંતિ બની રહેશે. (વાછરડાને અહીં પાડો અથવા પાડીના રૂપમાં સમજવા)

આ પણ વાંચો: જ્યારે 21 વર્ષ પહેલા લતા મંગેશકરને મળ્યું ભારતનું સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન’, સોશિયલ મીડિયા પર છવાયો આ વીડિયો

આ પણ વાંચો: Technology News: હવે સમગ્ર પરિવાર માટે મેળવો આધાર PVC કાર્ડ, જાણો શું છે પ્રોસેસ

g clip-path="url(#clip0_868_265)">