Technology News: હવે સમગ્ર પરિવાર માટે મેળવો આધાર PVC કાર્ડ, જાણો શું છે પ્રોસેસ
Aadhar PVC Cardમાં ડિજિટલી હસ્તાક્ષરિત સુરક્ષિત QR કોડનો સમાવેશ થાય છે, જેમાં કેટલીક સુરક્ષા સુવિધાઓ સાથે ફોટોગ્રાફ અને ડેમોગ્રાફિક વિગતો આપવામાં આવે છે.
આધાર કાર્ડ (Aadhaar Card) ભારતીય નાગરિકો માટે તેમની ઓળખ સાબિત કરવા માટેના સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. જ્યાં વ્યક્તિ આધાર એનરોલમેન્ટ સેન્ટર(Aadhaar Enrolment center)માંથી યુનિક આઈડેન્ટિટી કાર્ડ મેળવી શકે છે. UIDAI હવે એક આધાર PVC કાર્ડ લઈને આવ્યું છે, જે ફક્ત એક મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને સમગ્ર પરિવાર માટે ઓર્ડર કરી શકાય છે. UIDAIએ સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું હતું કે, “તમે તમારા આધાર સાથે નોંધાયેલ મોબાઈલ નંબરને ધ્યાનમાં લીધા વગર ઓથેન્ટિકેશન માટે OTP મેળવવા માટે કોઈપણ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકો છો. તેથી, એક વ્યક્તિ સમગ્ર પરિવાર માટે આધાર PVC કાર્ડ ઓનલાઈન ઓર્ડર કરી શકે છે.
આધાર PVC કાર્ડમાં ડિજિટલી હસ્તાક્ષરિત સુરક્ષિત QR કોડનો સમાવેશ થાય છે જેમાં કેટલીક સુરક્ષા સુવિધાઓ સાથે ફોટોગ્રાફ અને વસ્તી વિષયક વિગતો પ્રદાન કરવામાં આવે છે. જો કે, તે મફતમાં આવતું નથી, પીવીસી કાર્ડ માટે અરજી કરનાર કોઈપણ વ્યક્તિએ નજીવી રકમ તરીકે 50 રૂપિયા ચૂકવવા પડશે. આધાર નંબર, વર્ચ્યુઅલ આઈડી અથવા એનરોલમેન્ટ આઈડીનો ઉપયોગ કરીને uidai.gov.in અથવા Resident.uidai.gov.in પર કાર્ડ ઓનલાઈન ઓર્ડર કરી શકે છે. આધાર પીવીસી કાર્ડ ઓનલાઈન કેવી રીતે મેળવવું તેની સરળ પ્રક્રિયા અહીં છે-
આધાર પીવીસી કાર્ડ ઓનલાઈન કેવી રીતે મેળવવું
સૌ પ્રથમ UIDAIની સત્તાવાર વેબસાઈટ પર જાઓ અથવા URL પર https://uidai.gov.in લખો. હવે ‘ઓર્ડર આધાર PVC કાર્ડ’ સેવા પર ટૅપ કરો અને તમારો 12 અંકનો યુનિક આધાર નંબર (UID) અથવા 28 અંકની નોંધણી દાખલ કરો.
સુરક્ષા કોડ દાખલ કરો અને પછી ચેક બૉક્સ પર ક્લિક કરો ‘જો તમારી પાસે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નથી તો બૉક્સને ચેક કરો.’
નોન-રજિસ્ટર્ડ/વૈકલ્પિક મોબાઈલ નંબર દાખલ કરો. પછી ‘સેન્ડ OTP’ પર ક્લિક કરો.
‘ટર્મ્સ એન્ડ કંડીશન્સ’ની બાજુના ચેક બોક્સ પર ક્લિક કરો.
OTP વેરિફિકેશન પૂર્ણ કરવા માટે ‘સબમિટ’ વિકલ્પ પર ક્લિક કરો.
પછી ‘પેમેન્ટ કરો’ પર ક્લિક કરો. તમને ક્રેડિટ/ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ અને UPI જેવા પેમેન્ટ વિકલ્પો સાથે પેમેન્ટ ગેટવે પેજ પર રી-ડાયરેક્ટ કરવામાં આવશે.
ચુકવણી પૂર્ણ થયા પછી ડિજિટલ સાઇન સાથે એક રસીદ જનરેટ કરવામાં આવશે, જેને વપરાશકર્તા PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકશે. આ સાથે સેવા વિનંતી નંબર પણ વપરાશકર્તાને SMS દ્વારા મોકલવામાં આવશે.
આ પણ વાંચો: Success Story: પારંપરીક ખેતી છોડી ખેડૂતે આધુનિક રીતે કરી ટામેટાની ખેતી, લાખોમાં કરે છે કમાણી
આ પણ વાંચો: Viral Video: કૂતરા અને ભેંસ વચ્ચે લાગી લાંબી છલાંગની રેસ, જૂઓ પછી શું થયું