Lemon Farming: લીંબૂની ખેતી કરતા ખેડૂતો માટે 5 બેસ્ટ ટિપ્સ, આખું વર્ષ થશે જોરદાર કમાણી
લીંબૂની માગ ગત થોડા મહિનાથી વધી રહી છે. ત્યારે ખેડૂતો લીંબૂની ખેતીથી સારી કમાણી કરી શકે છે. નિષ્ણાંતોના મતે લીંબૂની ખેતી કરતા સમયે અમુક પ્રકારની સાવધાનીઓ રાખવાની જરૂર છે.
કોરોના વાયરસથી બચવા લીંબૂ (Lemon) સૌથી વધુ કારગર માનવામાં આવી રહ્યું છે. જેમાં લીંબૂની માગ ગત થોડા મહિનાથી વધી રહી છે. ત્યારે ખેડૂતો લીંબૂની ખેતી (Lemon Farming)થી સારી કમાણી કરી શકે છે. નિષ્ણાંતોના મતે લીંબૂની ખેતી કરતા સમયે અમુક પ્રકારની સાવધાનીઓ રાખવાની જરૂર છે.
લીંબૂની ખેતી સાથે જોડાયેલ બેસ્ટ ટિપ્સ
1) લીંબૂમાં અનેક પ્રકારના ઔષધીય ગુણથી આપણે પરિચિત છીએ. લીંબૂની ખેતી કરતા ખેડૂતો (Farmers) માટે આ ખેતી ખુબ ફાયદાકારક છે. ત્યારે ઘણા ખેડૂતો પોતાની પરંપરાગત ખેતી છોડી લીંબૂની ખેતી અપનાવા લાગ્યા છે. હવે દેશમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલાંગાના, બિહાર, પંજાબ, હરિયાણા, પૂર્વી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સાથે સાથે હવે દિલ્હી આસપાસના વિસ્તારોમાં પણ લીંબૂનું ખુબ ઉત્પાદન થઈ રહ્યું છે.
2) એક એકરમાં લીંબૂના લગભગ 300 છોડ લાગે છે. આ છોડ ત્રીજા વર્ષે લીંબૂ આપે છે. આ છોડમાં એક વર્ષમાં ત્રણ વખત ખાતર આપવામાં આવે છે. સામન્ય રીતે ફેબ્રુઆરી, જૂન અને સપ્ટેમ્બરના મહિનામાં જ ખાતર અપાય છે. છોડ જ્યારે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે ત્યારે એક છોડમાંથી 20 થી 30 કિલો લીંબૂ મળે છે.
જ્યારે મોટી છાલવાળા લીંબૂ 30 થી 40 કિલો સુધી મળી શકે છે. પરંતુ તેની કિંમત ઓછી હોય છે. જ્યારે આ લીંબૂ વર્ષમાં બે વખત આવે છે એક વખત નવેમ્બરમાં બીજી વખત મે જૂનના મહિનામાં આવે છે. સારો પાક હોય તો એક એકરમાં 5 થી 7 લાખ રૂપિયા સુધી મળી શકે છે.
3) લીંબૂની ખેતી કરતા સમયે અનેક સાવધાનીઓ રાખવાની જરૂર છે. કારણ કે, છોડને નુકસાન પહોંચાડનાર એક રોગ સિટ્રસ ડિક્લાઈન (Citrus Decline) છે. જેના નિયંત્રણ માટે લીંબૂના છોડની સમય સમય પર છટણી કરવી જરૂરી છે. સુકેલી અને રોગગ્રસ્ત ડાળીઓને કાપીને હટાવી દો. ડાળ પર લાગેલ છિદ્રોને સાફ કરી તેમાં પેટ્રોલ અથવા કેરોસિન નાખી ભીનું રૂ ભરી બંધ કરી દો.
કરોડીયાના ઝાળા તેમજ રોગગ્રસ્ત પાંદડાઓને સાફ કરી દો, ડાળીઓના કાપેલા ભાગ પર બોર્ડો પેન્ટ બનાવી લગાવો. રોગગ્રસ્ત પાંદડાઓ, ડાળીઓને ભેગી કરી સળગાવી દો તેમજ બગીચાની જમીનની ખેડ કરો. રોગગ્રસ્ત છોડમાં 25 કિલો સડેલ ખાતર અથવા કંપોસ્ટ સાથે 4.5 કિલો નીમ કેક તેમજ 200 ગ્રા. ટ્રાઈકોડર્મા પાઉડર ભેળવી પ્રતિ પુખ્ત છોડમાં રિંગ બનાવી આપો.
4) રાસાયણિક ખાતરમાં 1 કિગ્રા યૂરિયા + 800 ગ્રા. સિ.સુ.ફા. + 500 ગ્રા. મ્યૂરેટ ઓફ પોટાશને પ્રતિ છોડના હિસાબે બે ભાગોમાં વિભાજીત કરી જૂન-જુલાઈ અને ઓક્ટોબરમાં આપો. આ ખાતરનો પ્રયોગ હંમેશા મુખ્ય ડાળથી 1 મીટરની દુરી પર રિંગ આકાર બનાવી આપવું. જેથી નવા પાંદડા નિકળતા સમયે એમિડાક્લોરપ્રિડ તથા ડાઈમેથોએટ તથા કાર્બોરેલનું મિશ્રણ બનાવી છંટકાવ કરવો. આ દવાઓનો ઉપયોગ અદલ બદલ કરી કરવો.
5) મિશ્ર ફૂગનાશકને 2 ગ્રામની માત્રાને પ્રતિ લીટર પાણીમાં મિશ્રણ બનાવી ખુબ સારી રીતે પલાળી દો. એક પુખ્ત છોડની માટીને પલાળવા 6 થી 10 લીટર દવાના મિશ્રણની જરૂર પડે છે. સિટ્રસ કૈંકર રોગોના નિયંત્રણ માટે બ્લાઈટોક્સ 50 ને 2 ગ્રામ/ લીટર પાણી તેમજ સ્ટ્રેપ્ટોસાઈક્લિન તથા પાઉસામાઈસિનની 1 ગ્રામ માત્રામાં પ્રતિ 2 લીટર પાણીમાં ભેળવી નવા પાંદડાઓ નીકળતા સમયે 2-3 છંટકાવ કરવા.
આ પણ વાંચો: Big News : NTAને પરિણામો જાહેર કરવા લીલી ઝંડી, સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો