AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Glowing Mask: હવે અંધારામાં ચમકતો માસ્ક કોરોનાને ઓળખી લેશે! જાણો વૈજ્ઞાનિકોએ કેવી રીતે તૈયાર કર્યુ આ માસ્ક

વેટરનરી મેડિસિનનાં પ્રોફેસર સુકામોટોએ વાઈસ વર્લ્ડ ન્યૂઝને જણાવ્યું કે, તે પીસીઆર ટેસ્ટ કરતાં પ્રારંભિક પરીક્ષણનું વધુ ઝડપી અને વધુ સીધુ સ્વરૂપ છે.

Glowing Mask: હવે અંધારામાં ચમકતો માસ્ક કોરોનાને ઓળખી લેશે! જાણો વૈજ્ઞાનિકોએ કેવી રીતે તૈયાર કર્યુ આ માસ્ક
Glowing Mask
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 8:46 PM
Share

કોરોના વાયરસ (Corona virus)ને શોધવા માટે હજુ પણ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ટૂંક સમયમાં આ ખતરનાક વાયરસ ફક્ત ફેસ માસ્ક (માસ્ક ફોર કોવિડ ડિટેક્શન) દ્વારા જ શોધી શકાશે. વાસ્તવમાં, વૈજ્ઞાનિકો(Scientists)એ એક નવો ફેસ માસ્ક ડિઝાઇન કર્યો છે, જે અલ્ટ્રાવાયોલેટ કિરણો(Ultraviolet light)માં કોવિડ-19ને શોધી કાઢશે. આ માટે શાહમૃગના એનિટબોડીઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે આ શોધ દ્વારા હવે કોરોના ટેસ્ટ (Covid test from mask) ઓછા ખર્ચે ઘરે જ કરી શકાય છે.

શાહમૃગ એન્ટિબોડીઝનો ઉપયોગ

આ માસ્ક શાહમૃગ એન્ટિબોડીઝના ફિલ્ટરથી સજ્જ છે, જે કોવિડને શોધી કાઢે છે. આ માસ્ક સંશોધનમાંથી મળેલા પરિણામો પર તૈયાર કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે પક્ષીઓમાં કોરોના સામે લડવાની વધુ શક્તિ છે.

આ એન્ટિબોડીઝ શાહમૃગના ઈંડામાંથી કાઢવામાં આવ્યા છે. પછી એન્ટિબોડીઝને કોરોનાવાયરસના નિષ્ક્રિય, બિન-જોખમી સ્વરૂપમાં ઇન્જેક્ટ કરવામાં આવ્યા હતા. પશ્ચિમ જાપાનમાં ક્યોટો પ્રિફેક્ચરલ યુનિવર્સિટી ખાતે યાસુહિરો સુકામોટો અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા નાના અભ્યાસમાં, સહભાગીઓએ ફિલ્ટર દૂર કરવામાં આવે તે પહેલાં આઠ કલાક સુધી માસ્ક પહેર્યો હતો.

કોરોના ટેસ્ટમાં માસ્ક અસરકારક સાબિત થશે

વૈજ્ઞાનિકોએ માસ્ક પર એક રસાયણ છાંટ્યું, જે કોવિડ હાજર હોય ત્યારે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશમાં ચમકવા લાગે છે. સંશોધકોએ જોયું કે કોવિડ સંક્રમિત લોકો દ્વારા પહેરવામાં આવતા માસ્ક નાક અને ચહેરાની નજીક ચમકતા હતા. તેમણે કહ્યું કે સ્માર્ટફોનની LED લાઇટનો ઉપયોગ વાયરસને શોધવા માટે પણ કરી શકાય છે. વૈજ્ઞાનિકોને આશા છે કે હવે તેઓ એવો માસ્ક તૈયાર કરશે જે પ્રકાશ વિના પોતાની મેળે ઝળકે છે. આ માસ્ક કોરોના ટેસ્ટ કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થશે, કારણ કે આના માધ્યમથી સંક્રમણની ઓળખ સરળતાથી થઈ જશે.

આ રીતે માસ્ક કામ કરે છે

વેટરનરી મેડિસિનના પ્રોફેસર અને યુનિવર્સિટીના પ્રમુખ સુકામોટોએ મીડિયાને જણાવ્યું હતું કે, “તે પીસીઆર પરીક્ષણ કરતાં પ્રારંભિક પરીક્ષણનું ખૂબ ઝડપી અને વધુ સીધું સ્વરૂપ છે.” તેમણે કહ્યું કે આના દ્વારા કોવિડના એસિમ્પ્ટોમેટિક દર્દીઓને તાત્કાલિક શોધી શકાય છે. સુકામોટો અને તેમની ટીમે 10 દિવસમાં 32 કોવિડ દર્દીઓની તપાસ કરી હતી.

સંશોધકોએ જણાવ્યું હતું કે શાહમૃગ એન્ટિબોડીઝથી બનેલા ફિલ્ટર દ્વારા ખાંસી, છીંક અને પાણી દ્વારા કોરોનાવાયરસની શોધ થઈ હતી. ફ્લોરોસન્ટ ડાઇ-લેબલવાળા ફિલ્ટર પછી જ્યારે વાયરસ પ્રકાશમાં હાજર હોય ત્યારે પ્રતિક્રિયા આપે છે અને ચમકે છે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સરયૂ કેનાલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, 14 લાખ હેક્ટર વિસ્તારને મળશે પાણી અને 29 લાખ ખેડૂતોને થશે ફાયદો

આ પણ વાંચોઃ CM ભૂપેન્દ્ર પટેલને મળ્યાં પાટીદાર સાંસદો, પાટીદાર આંદોલન સમયના કેસને લઈને કરી આ રજૂઆત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">