AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સરયૂ કેનાલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, 14 લાખ હેક્ટર વિસ્તારને મળશે પાણી અને 29 લાખ ખેડૂતોને થશે ફાયદો

આ પ્રોજેક્ટ 14 લાખ હેક્ટરથી વધુ ખેતરોની સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરશે અને પૂર્વ ઉત્તર પ્રદેશના 6200 થી વધુ ગામોમાં લગભગ 29 લાખ ખેડૂતોને ફાયદો થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સરયૂ કેનાલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, 14 લાખ હેક્ટર વિસ્તારને મળશે પાણી અને 29 લાખ ખેડૂતોને થશે ફાયદો
PM Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 7:43 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) શનિવારે ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાની મુલાકાત લેશે. પીએમ મોદી બપોરે લગભગ એક વાગ્યે અહીં સરયુ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું (Saryu National Canal Project) ઉદ્ઘાટન કરશે. આ યોજનાનો લાભ 26 લાખ ખેડૂતોને મળશે અને 14 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પર કામ વર્ષ 1978 માં શરૂ થયું હતું, પરંતુ અંદાજપત્રીય સમર્થન, આંતર-વિભાગીય સંકલન અને યોગ્ય દેખરેખની સાતત્યતાના અભાવને કારણે, પ્રોજેક્ટ સ્થગિત થઈ ગયો હતો અને લગભગ ચાર દાયકાના વિરામ પછી પણ તે પૂર્ણ થઈ શક્યો ન હતો.

વડાપ્રધાન મોદીના ખેડૂતોના (Farmers) કલ્યાણ અને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય મહત્વના લાંબા સમયથી પડતર પ્રોજેક્ટને અગ્રતાના ધોરણે પૂર્ણ કરવાના વિઝનને કારણે આ પ્રોજેક્ટ પર જરૂરી ધ્યાન મળ્યું. પરિણામે, 2016 માં આ પ્રોજેક્ટને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં સામેલ કરવામાં આવ્યો હતો અને તેને સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું.

ચાર વર્ષમાં પ્રોજેક્ટ પૂરો થયો આ પ્રયાસમાં નવી નહેરોના નિર્માણ માટે નવી જમીન સંપાદિત કરવા અને પ્રોજેક્ટમાં રહેલી ત્રુટિઓને દૂર કરવા માટે નવા સમાધાન કરવામાં આવ્યા હતા. આ સાથે અગાઉ સંપાદિત થયેલી જમીનને લગતા પડતર કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે, પ્રોજેક્ટ લગભગ ચાર વર્ષમાં પૂર્ણ થયો.

સરયુ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટના નિર્માણનો કુલ ખર્ચ રૂ. 9,800 કરોડથી વધુ છે, જેમાંથી છેલ્લા ચાર વર્ષમાં રૂ. 4,600 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. વિસ્તાર માટે જળ સંસાધનોનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે પાંચ નદીઓ – ઘાઘરા, સરયૂ, રાપ્તી, બાણગંગા અને રોહિણીને એકબીજા સાથે જોડવાની જોગવાઈ પણ પ્રોજેક્ટમાં કરવામાં આવી છે.

9 જિલ્લાના ખેડૂતોને ફાયદો થશે આ પ્રોજેક્ટ 14 લાખ હેક્ટરથી વધુ ખેતરોની સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરશે અને પૂર્વ ઉત્તર પ્રદેશના 6200 થી વધુ ગામોમાં લગભગ 29 લાખ ખેડૂતોને ફાયદો થશે. તેનાથી પૂર્વ ઉત્તર પ્રદેશના નવ જિલ્લાઓને ફાયદો થશે – બહરાઈચ, શ્રાવસ્તી, બલરામપુર, ગોંડા, સિદ્ધાર્થનગર, બસ્તી, સંત કબીર નગર, ગોરખપુર અને મહારાજગંજ. ખેડૂતોને હવે સિંચાઈની સુધારેલી ક્ષમતાથી ઘણો ફાયદો થશે. હવે તેઓ મોટા પાયે પાકનું ઉત્પાદન કરી શકશે અને પ્રદેશની કૃષિ ક્ષમતામાં વધારો કરી શકશે.

આ પણ વાંચો : ખેડૂતોએ ડીસેમ્બર માસમાં જુદા-જુદા શાકભાજી પાક અને ફળ પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

આ પણ વાંચો : PM Kisan Samman Nidhi Scheme : હવે કૃષિ સાધનો ખરીદવા પર મળશે 80 ટકા સુધીની સબસિડી, જાણો કેવી રીતે મેળવી શકશો લાભ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">