નાબાર્ડમાં નોકરી મેળવવાની મોટી તક છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે નાબાર્ડે (NABARD) ડેવલોપમેન્ટ આસિસ્ટેન્ટના પદ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. આ વેકેન્સી દ્વારા કુલ 177 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. આમાં એપ્લાય કરવા માટે ઉમેદવારોએ નાબાર્ડ રિક્રુટમેન્ટની (NABARD Recruitment) ઓફિશિયલ વેબસાઈટ nabard.org પર જઈને એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે.
નાબાર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી આ વેકેન્સી માટેની અરજી પ્રક્રિયા આજથી એટલે કે 15 સપ્ટેમ્બર 2022થી શરૂ થઈ ગઈ છે. આમાં એપ્લાય કરવા માટે ઉમેદવારોને 10 ઓક્ટોબર 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે. ઉમેદવારોને વેબસાઈટની મુલાકાત લેવાની અને શક્ય તેટલી વહેલી તકે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. અરજી કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરો.
નાબાર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી આ વેકેન્સી દ્વારા ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ હિન્દીના પદો માટે ભરતી કરવામાં આવશે. ડેવલપમેન્ટ આસિસ્ટેન્ટ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ હિન્દી માટે ગ્રેજ્યુએશનમાં હિન્દી વિષય હોવો ફરજિયાત છે. ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી વધુ અને 35 વર્ષથી ઓછી હોવી જોઈએ.
આ વેકેન્સીમાં લાયક ઉમેદવારોની પસંદગી ત્રણ સ્તરની પરીક્ષા દ્વારા કરવામાં આવશે. સૌ પહેલા પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. પ્રિલિમ્સમાં સિલેક્ટ થયેલા ઉમેદવારોએ મુખ્ય પરીક્ષામાં હાજર રહેવાનું રહેશે. મેન્સ પછી તમને ઈન્ટરવ્યુ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરો.