કર્મચારીઓને નિવૃત્તિ કે લાંબા સમયની નોકરી બાદ મળતી Gratuity શું છે? જાણો નોકરિયાતોના લાભની આ વાત અહેવાલમાં

|

Oct 07, 2021 | 7:31 AM

જો 10 કે તેથી વધુ લોકો ખાનગી કે સરકારી કંપનીમાં કામ કરે છે તો કંપનીએ તમામ કર્મચારીઓને ગ્રેચ્યુઇટીનો લાભ આપવો જરૂરી છે. કંપની સિવાય દુકાનો, માઇન્સ, ફેક્ટરીઓ આ નિયમના દાયરામાં આવે છે.

કર્મચારીઓને નિવૃત્તિ કે લાંબા સમયની નોકરી બાદ મળતી Gratuity શું છે? જાણો નોકરિયાતોના લાભની આ વાત અહેવાલમાં
Symbolic Image

Follow us on

તમારી કંપની તમને નિવૃત્તિ સમયે ગ્રેચ્યુઇટી(Gratuity payment) તરીકે સારી રકમ આપે છે. નોકરી છોડ્યા પછી કંપની તમને આ રકમ આપે છે. આ માટે શરત એ છે કે કંપનીમાં તમારી નોકરી 5 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. સરકારી કર્મચારીઓ(Central government employees)ને પણ ગ્રેચ્યુઇટીનો લાભ મળે છે. તે લાંબા સમય સુધી કામ કરવા માટે એક પુરસ્કાર છે. જો તમે એક જ કંપનીમાં 20 વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું હોય તો તમને નિવૃત્તિ પર ગ્રેચ્યુઇટી(Retirement gratuity)ના રૂપમાં સારી રકમ મળે છે.

જો 10 કે તેથી વધુ લોકો ખાનગી કે સરકારી કંપનીમાં કામ કરે છે તો કંપનીએ તમામ કર્મચારીઓને ગ્રેચ્યુઇટીનો લાભ આપવો જરૂરી છે. કંપની સિવાય દુકાનો, માઇન્સ, ફેક્ટરીઓ આ નિયમના દાયરામાં આવે છે. સરકારે આ નિયમ એટલા માટે બનાવ્યો છે કે વર્ષો સુધીની સેવા બાદ કર્મચારીને નિવૃત્તિ સમયે તેની જવાબદારીઓ નિભાવવા માટે સારી રકમ મળે.

ગ્રેચ્યુઇટી ગણતરીની ફોર્મ્યુલા
ગ્રેચ્યુઇટીની રકમ નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા (Gratuity calculation formula) છે. ગ્રેચ્યુઇટી એક્ટ 1972 મુજબ સેવાના દરેક વર્ષ માટે 15 દિવસનો પગાર ગ્રેચ્યુઇટી માટે કરવામાં આવે છે.

LGBTQ+ સમુદાયને ભારતમાં મળે છે આ મોટા ફાયદા
બોલ્ડ ફોટોશૂટને લઈ આ અભિનેત્રી પર લાગ્યો હતો 15,000 નો દંડ, હવે બની સંન્યાસી
ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો
Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video

એક ઉદાહરણ દ્વારા સમજો… જો કોઈ વ્યક્તિ 20 વર્ષ એક કંપનીમાં કામ કરે છે. તેની છેલ્લી અંતિમ સેલરી 75000 (Basic + DA) મેળવે છે. ગણતરીમાં મહિનામાં 26 દિવસ ગણવામાં આવે છે. એક એક વર્ષમાં 15 દિવસના આધારે ગ્રેચ્યુટી કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. કુલ ગ્રેચ્યુટી – 75000 રૂપિયા x (15/26) x 20 = 865385 રૂપિયા થાય છે.

ખાનગી કર્મચારીઓ માટે ગ્રેચ્યુઇટી
ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ગ્રેચ્યુઇટીની રકમ વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. તેમને આ પૈસા પર ટેક્સ ચૂકવવો પડશે નહીં. સરકારી કર્મચારીઓને ગ્રેચ્યુઇટી હેઠળ મળેલી રકમ પહેલાથી જ કરમુક્ત છે.

ગ્રેચ્યુઇટી માટે લાયકાત
તમે કંપનીમાં કેટલા વર્ષો કામ કર્યું છે તે નક્કી કરવા માટે પણ એક ફોર્મ્યુલા છે. ઉદાહરણ દ્વારા સમજી શકાય છે. ધારો કે કોઈ કર્મચારીએ કોઈ કંપનીમાં 6 વર્ષ 9 મહિના કામ કર્યું હોય તો પછી ગ્રેચ્યુઈટી લાયકાત અને નિયમો માટે રોજગારનો સમયગાળો 7 વર્ષ તરીકે ગણવામાં આવશે. તેવી જ રીતે જો કોઈ કર્મચારીએ 5 વર્ષ અને 4 મહિના સુધી કામ કર્યું હોય તો તેની નોકરીનો સમયગાળો 5 વર્ષ તરીકે ગણવામાં આવશે.

ગ્રેચ્યુઇટી દર મહિને કાપવામાં આવે છે
શું દર મહિને તમારા પગારમાંથી ગ્રેચ્યુઇટીની રકમ કાપવામાં આવે છે? કેટલીક કંપનીઓ કર્મચારીના ખાતામાં ગ્રેચ્યુઇટીની રકમ જમા કરે છે જ્યારે કેટલીક કંપનીઓ આ નાણાં કર્મચારીના માસિક પગારમાંથી કાપી લે છે.

 

આ પણ વાંચો : જો લોન લેનાર મૃત્યુ પામે તો બાકીના પૈસા કોણે ચૂકવવા પડશે? જાણો નિયમ શું કહે છે

 

આ પણ વાંચો : Aryan Khan Drugs Case ના કારણે ઘટી શકે છે Shahrukh Khan ની Brand Value! SRK અભિનીત કોર્મશીયલ્સની સંખ્યામાં ઘટાડો

Next Article