Aryan Khan Drugs Case ના કારણે ઘટી શકે છે Shahrukh Khan ની Brand Value! SRK અભિનીત કોર્મશીયલ્સની સંખ્યામાં ઘટાડો

ડ્રગના કેસમાં આર્યન ખાનની સંડોવણી બાદ હવે તેની ખોટ તે તમામ કંપનીઓને થઈ રહી છે જેમણે શાહરુખ સહિતના દાગી કલાકારો સાથે તેમની કંપનીની જાહેરાત કરી છે. શાહરુખ ખાન અને તેની જાહેરાત કરતી કંપનીઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

Aryan Khan Drugs Case  ના કારણે ઘટી શકે છે Shahrukh Khan ની Brand Value! SRK અભિનીત કોર્મશીયલ્સની સંખ્યામાં ઘટાડો
Shahrukh Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 9:10 AM

શાહરૂખ ખાન( Shahrukh Khan)ને હિન્દી ફિલ્મોના બાદશાહ માનવામાં આવે છે. આજે પણ યુવાન વર્ગ અને ખાસ કરીને છોકરીઓમાં SRK ની છબી એક લવિંગ બોયની છે. કિંગ ખાન(King Khan) ઘણી બ્રાન્ડ્સનું પ્રતિનિધિત્વ કરે છે. તાજેતરમાં આ સુપર સ્ટારના મોટા પુત્ર આર્યન ખાન(Aryan Khan)ની NCB દ્વારા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

સુશાંત સિંહની આત્મહત્યા બાદ બોલિવૂડ પર સતત ડ્રગ્સને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગતો રહ્યો છે. આવા સમયે આ કેસે ફરી એકવાર શાહરૂખ સહિત સમગ્ર ફિલ્મ ઉદ્યોગને શંકાના દાયરામાં મૂકી દીધો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉઠાવવામાં આવેલા સવાલ બાદ આ મોટી કંપનીઓ શાહરૂખ ખાન સામે કોઈ પણ મોટું પગલું ભરી શકે છે.

ડ્રગના કેસમાં આર્યન ખાનની સંડોવણી બાદ હવે તેની ખોટ તે તમામ કંપનીઓને થઈ રહી છે જેમણે શાહરુખ સહિતના દાગી કલાકારો સાથે તેમની કંપનીની જાહેરાત કરી છે. શાહરુખ ખાન અને તેની જાહેરાત કરતી કંપનીઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

LGBTQ+ સમુદાયને ભારતમાં મળે છે આ મોટા ફાયદા
બોલ્ડ ફોટોશૂટને લઈ આ અભિનેત્રી પર લાગ્યો હતો 15,000 નો દંડ, હવે બની સંન્યાસી
ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો
Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video

સોશિયલ સાઈટ પર લોકોએ શાહરુખને પૂછ્યું કે હવે તે બીજાના બાળકોને કેવી રીતે પ્રોત્સાહિત કરશે જ્યારે તેનો પોતાનો દીકરો ડ્રગ્સ લે છે. લોકો ટ્રોલ કરવાનું શરૂ કરતા જ કંપનીઓ પણ એલર્ટ થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી શાહરૂખ ખાન અભિનીત કમર્શિયલની સંખ્યા ઘટી છે.

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા યુઝર્સ શાહરુખ ખાન ઉપરાંત તે બ્રાન્ડ્સને પણ ટ્રોલ કરી રહ્યા છે જેને SRK દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. લોકોએ શાહરુખને પૂછ્યું કે હવે તે અન્ય લોકોને કેવી રીતે પ્રેરિત કરશે કે તેનો પોતાનો દીકરો ડ્રગના કેસમાં ફસાયેલો છે.

Education App ને પ્રોત્સાહન આપે છે શાહરુખ  ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાનની વર્તમાન બ્રાન્ડ વેલ્યુ લગભગ 378 કરોડ રૂપિયા છે. શાહરૂખ હાલમાં 40 જેટલી મોટી બ્રાન્ડ્સને પ્રમોટ કરી રહ્યો છે. આમાં BYJU જેવા શૈક્ષણિક સ્ટાર્ટઅપ્સનો પણ સમાવેશ થાય છે. પોતાના પુત્રના વિવાદ બાદ શાહરુખ બીજાના બાળકોને લઈ શિક્ષણ માટે કઈ રીતે સલાહ આપી શકે?

BYJU ને પૂછવામાં આવે છે સવાલ શાહરૂખ ખાન BYJU એજ્યુકેશન એપને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરે છે. ઇન્ટરનેટ યુઝર્સ હવે BYJU ના ટ્વિટર હેન્ડલને ટેગ કરી રહ્યા છે અને તેની જાહેરાત પર સવાલ ઉઠાવી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે, જ્યારે શાહરૂખ પોતાના દીકરાને સુધારી શકતો નથી, તો પછી તે બીજાના બાળકોને કેવી રીતે પ્રોત્સાહિત કરશે?

બ્રાન્ડ વેલ્યુ – 378 કરોડ ફેબ્રુઆરી 2021 માં મલ્ટિનેશનલ ફાઇનાન્સિયલ કન્સલ્ટન્સી ફર્મ ડફ એન્ડ ફેલ્પ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર શાહરૂખની બ્રાન્ડ વેલ્યુ 378 કરોડ રૂપિયા છે. શાહરૂખની આગળ માત્ર ત્રણ સેલિબ્રિટી છે, વિરાટ કોહલી, અક્ષય કુમાર અને રણવીર સિંહ શાહરૂખથી આગળ છે.

ભારતમાં નંબર વન, વિશ્વનો ત્રીજો સૌથી ધનિક અભિનેતા શાહરૂખ ખાન કમાણીની બાબતમાં વિશ્વના ઘણા ટોચના સ્ટાર્સ સાથે સ્પર્ધા કરે છે. શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન ફોર્બ્સ દ્વારા દેશના ટોપ 10 અભિનેતાઓની યાદીમાં સામેલ છે. શાહરૂખની નેટવર્થ 5116 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. કિંગ ખાન જેરી સેનફિલ્ડ અને ટેલર પેરી પછી તે વિશ્વનો ત્રીજો સૌથી ધનિક અભિનેતા છે. ફિલ્મ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ કંપની, વીએફએક્સ અને આઈપીએલ ટીમ સાથે સંકળાયેલા શાહરૂખની નેટવર્થ 5116 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો : LPG Cylinder Price Hike : પેટ્રોલ – ડીઝલ અને CNG બાદ હવે LPG સિલિન્ડરના ભાવ આમ આદમીની કમર તોડશે, જાણો કેટલો મોંઘો થયો રાંધણ ગેસ

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : શું તમે જાણો છો દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ – ડીઝલ ક્યાં મળે છે?

બનાસકાંઠાનું વિભાજન: જન આક્રોશ સામે સમર્થનની મહારેલી
બનાસકાંઠાનું વિભાજન: જન આક્રોશ સામે સમર્થનની મહારેલી
કચ્છ- સુરતમાં શાળાના ટોર્ચરથી વિદ્યાર્થિનીઓના આપઘાતનો ખૂલાસો- Video
કચ્છ- સુરતમાં શાળાના ટોર્ચરથી વિદ્યાર્થિનીઓના આપઘાતનો ખૂલાસો- Video
થાનની આ રાસમંડળી દિલ્હીમાં 26મીની પરેડમાં ઝાલાવાડી રાસની કરશે જમાવટ
થાનની આ રાસમંડળી દિલ્હીમાં 26મીની પરેડમાં ઝાલાવાડી રાસની કરશે જમાવટ
ગુજરાતમાં સસ્તુ થયુ અમૂલ દૂધ, ભાવ વધ્યા નહીં પરંતુ ઘટ્યા
ગુજરાતમાં સસ્તુ થયુ અમૂલ દૂધ, ભાવ વધ્યા નહીં પરંતુ ઘટ્યા
ભીમાસરમાં વિદ્યાર્થિનીએઆચાર્યના માનસિક ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ
ભીમાસરમાં વિદ્યાર્થિનીએઆચાર્યના માનસિક ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ
સુરતમાં વિદ્યાર્થિનીનાં આપઘાતનો કેસ તપાસ રિપોર્ટમાં ઘટસ્ફોટ
સુરતમાં વિદ્યાર્થિનીનાં આપઘાતનો કેસ તપાસ રિપોર્ટમાં ઘટસ્ફોટ
Gir Somnath : બેડિયા ગામના સરપંચે PGVCL કચેરીમાં મચાવ્યો હંગામો
Gir Somnath : બેડિયા ગામના સરપંચે PGVCL કચેરીમાં મચાવ્યો હંગામો
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
g clip-path="url(#clip0_868_265)">