દેશના મુખ્ય સાત શહેરોમાં 2021માં રહેણાંક એકમો (Residential Property)કુલ વેચાણમાં નવી યોજનાઓનો હિસ્સો લગભગ 34 ટકા રહ્યો. લીફ કન્સલ્ટન્સી ફર્મ એનારોકે જણાવ્યું હતું કે જાણીતા ડેવલપર્સ તરફથી નવા સપ્લાય અને રોકાણકારોની માંગમાં વધારો થવાને કારણે આવું થયું છે. ગુરુવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં એનારોકે જણાવ્યું હતું કે 2021માં ટોચના સાત શહેરોમાં 2.37 લાખ મકાનો (Real Estate) વેચાયા હતા, જેમાંથી 34 ટકા નવા પ્રોજેક્ટના હતા. બાકીના 66 ટકા એકમો અગાઉ શરૂ કરાયેલા પ્રોજેક્ટ્સમાં હતા. સાત શહેરો જ્યાં કંપની વેચાણના આંકડાને ટ્રેક કરે છે તે છે દિલ્હી-NCR,મુંબઈ મેટ્રોપોલિટન રિજન, પુણે, કોલકાતા, બેંગલુરુ, ચેન્નાઈ અને હૈદરાબાદ.
વર્ષ 2020 માં આ સાત શહેરોમાં કુલ 1.38 લાખ હાઉસિંગ એકમોનું વેચાણ થયું હતું, જેમાંથી 28 ટકા એ જ વર્ષમાં શરૂ કરાયેલા પ્રોજેક્ટ્સના હતા. 2019માં વેચાયેલા કુલ 2.61 લાખ ઘરોમાં નવા પ્રોજેક્ટ્સનો હિસ્સો 26 ટકા હતો. એનારોકે કહ્યું, “નવા પ્રોજેક્ટ્સમાં ઘરોની માંગ પાછી આવવા લાગી છે, તે પહેલા લાંબા સમયથી માંગ માત્ર તૈયાર એકમોની જ હતી.”
આ શહેરોમાં નવા એકમોનું મહત્તમ વેચાણ હૈદરાબાદમાં જોવા મળ્યું હતું. 2021માં અહીં ઘરોનું વેચાણ 25,410 યુનિટ હતું, જેમાંથી 55 ટકા એ જ વર્ષમાં શરૂ થયેલા પ્રોજેક્ટના હતા. નવા એકમોની માંગ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં સૌથી ઓછી હતી, જે 2021માં કુલ 76,400 એકમોના વેચાણમાં માત્ર 26 ટકા હતી. એનારોકના ચેરમેન અનુજ પુરીએ જણાવ્યું હતું કે, “ગ્રાહકોની પ્રાથમિકતા હજુ પણ તૈયાર મકાનો છે, જોકે માંગનું પ્રમાણ ધીમે ધીમે બદલાઈ રહ્યું છે.
રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. એવું માનવામાં આવે છે કે વર્ષ 2022માં ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટમાં માંગ યથાવત રહેશે. છેલ્લા કેટલાક વર્ષોથી આ ક્ષેત્રનો રિયલ એસ્ટેટ આઉટલૂક ખૂબ જ મજબૂત છે. આ જ કારણ છે કે વિદેશી રોકાણકારો પણ ભારતીય રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ કરી રહ્યા છે. દેશના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિદેશી રોકાણ અગાઉના પાંચ વર્ષની સરખામણીમાં 2017 થી 2021 સુધીમાં ત્રણ ગણું વધીને 23.9 બિલિયન ડોલર થઈ ગયું છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ કંપની કોલિયર્સ અને ઈન્ડસ્ટ્રી બોડી ફેડરેશન ઓફ ઈન્ડિયન કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) એ તાજેતરમાં જ અન્ય એક રિપોર્ટમાં આ માહિતી આપી હતી.
આંરડાઓ જણાવે છે કે દેશમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 2017થી 2021 ના સમય દરમિયાન વિદેશી નિવેશ વધીને 23.9 બિલિયન ડોલર થિ ગયું છે. જે 2012 થી 2016 ની અવધી વચ્ચે 7.5 બિલિયન ડોલર હતું, જ્યારે ભારતીય અચલ સંપતિ ક્ષેત્રમાં 2012 થી 2021 દરમિયાન કુલ નિવેશ વધીને 49.4 બિલીયન ડોલર રહ્યું, આના કારણે વિદેશી નિવેશકોની હિસ્સેદારી 64 ટકા રહી.
આ પણ વાંચો : પ્રોપર્ટી ખરીદતા પહેલા 5 કાયદાકીય દસ્તાવેજો અવશ્ય તપાસો, છેતરપિંડી ભોગ નહિ બનો