Surat Hit And Run : મોટા ગુનાઓ ઉકેલતી સુરત પોલીસ 60 કલાક પછી પણ અક્સ્માતમાં નિર્દોષનો જીવ લેનાર કાર ચાલકને શોધી શકી નથી
કસ્માતની આ ઘટના ને 60 કલાક વીતી ગયા છે. સીસીટીવી કેમેરામાં પણ આખી ઘટના કેદ થઇ છે. પોલીસને ફરિયાદ આપવા છતાં પંચનામું કે તપાસ હાથ થડવામાં આવી નથી. હજી સુધી કોઈપણ પ્રકારના પગલાં આ ઘટનામાં લેવાયા નથી. પોલીસનું કહેવું છે કે કાર ચાલકનો નંબર ખોટો છે જેથી તેનો સંપર્ક થઇ શકતો નથી.
તારીખ 8 માર્ચના રોજ સુરતના(Surat ) પાલ વિસ્તારમાં અજાણ્યા કાર ચાલકે બાઈક પર ફરવા નીકળેલા બે પિતરાઈ ભાઈઓને અડફેટમાં લીધા હતા. અકસ્માતની(Accident ) આ ગંભીર ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. મરનાર વ્યક્તિ સુરત મહાનગરપાલિકાના અધિકારીનો પુત્ર છે. જયારે અન્ય એક હજી પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેમાં કારચાલક બાઇક્સવારને અડફેટમાં લેતો દેખાઈ રહ્યો છે. જોકે નવાઈની વાત તો એ છે કે ઘટનાને 60 કલાકનો સમય વીતી ગયો છે. છતાં સુરત પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ હજી સુધી આ કાર ચાલકનો પત્તો લગાવી શકી નથી.
સુરતના પાલ અડાજણ વિસ્તારમાં શારદા રો હાઉસમાં રહેતા પ્રમોદ જરીવાલા નો પુત્ર ભાવેશ પ્રાઇવેટ બેંકમાં નોકરી કરતો હતો. તેના પિતા પ્રમોદ જરીવાલા ઉધના ઝોનમાં પર્સનોલ અધિકારી તરીકે ફરજ બજાવે છે. જયારે મરનારના માતા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવે છે. તારીખ 8 માર્ચના રોજ ભાવેશ તેના પિતરાઈ ભાઈ સાથે બાઈક લઈને ફરવા નીકળ્યો હતો. ત્યારે પાલ આરટીઓ પાસે પુરપાટ ઝડપે આવતા એક કારચાલકે તેમની બાઇકને અડફેટમાં લીધી હતી.
આ અકસ્માતમાં પિતરાઈ ભાઈ અક્ષય અને તેની પાછળ બેસેલા ભાવેશને ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત કરીને કાર ચાલક નાસી છૂટ્યો હતો. નીચે પટકાયેલા ભાવેશને માથામાં ગંભીર ઇજા થતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જયારે બાઈક ચલાવી રહેલા અક્ષયને પણ ગંભીર ઇજા પહોંચી હતી.
મૃતકના પિતા પ્રમોદભાઈએ જણાવ્યું હતું કે ભાવેશ તેમનો એકનો એક પુત્ર હતો. અકસ્માતમાં તેમણે તેમનો પુત્ર ગુમાવી દીધો છે. હજી બે દિવસ પહેલા જ તેની સગાઈ નક્કી કરવામાં આવી હતી. અને આ દિવાળી પર તેના લગ્ન પણ નક્કી કરવાના હતા. પરંતુ તે પહેલા જ તેનું અકસ્માતમાં મોત થઇ ગયું છે. અકસ્માતની આ ઘટના ને 60 કલાક વીતી ગયા છે. સીસીટીવી કેમેરામાં પણ આખી ઘટના કેદ થઇ છે. પોલીસને ફરિયાદ આપવા છતાં પંચનામું કે તપાસ હાથ થડવામાં આવી નથી. હજી સુધી કોઈપણ પ્રકારના પગલાં આ ઘટનામાં લેવાયા નથી. પોલીસનું કહેવું છે કે કાર ચાલકનો નંબર ખોટો છે જેથી તેનો સંપર્ક થઇ શકતો નથી.
સુરત પોલીસ એક તરફ મોટા મોટા કેસો ઉકેલીને શહેરમાં કાયદો વ્યવસ્થા કાબુમાં હોવાના દાવા કરે છે. ત્યારે અકસ્માતના આ ગંભીર ગુનામાં પણ એકનો એક દીકરો ગુમાવનાર ભાવેશના પરિવારજનો સુરત પોલીસ પાસે ન્યાયની અપેક્ષા રાખીને બેઠા છે.
આ પણ વાંચો :