IPO ભરતા લોકો માટે સારા સમાચાર, આ અઠવાડિયે 8 કંપનીના આઈપીઓમાં રોકાણ કરવાની તક
IPO માં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર છે. આ અઠવાડિયે સાત કંપનીના આઈપીઓમાં રોકાણકારોને રોકાણ કરવાની તક મળશે. આ સપ્તાહે જે કંપનીઓના આઈપીઓ આવી રહ્યા છે તેમાં વિભોર સ્ટીલ ટ્યુબ્સ, થાઈ કાસ્ટિંગ, વાઈસ ટ્રાવેલ ઈન્ડિયા વગેરેનો સમાવેશ થાય છે.

IPO માં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર છે. આ અઠવાડિયે સાત કંપનીના આઈપીઓમાં રોકાણકારોને રોકાણ કરવાની તક મળશે. આ સપ્તાહે જે કંપનીઓના આઈપીઓ આવી રહ્યા છે તેમાં વિભોર સ્ટીલ ટ્યુબ્સ, થાઈ કાસ્ટિંગ, વાઈસ ટ્રાવેલ ઈન્ડિયા વગેરેનો સમાવેશ થાય છે.
1. વિભોર સ્ટીલ ટ્યુબ્સ
IPO 13 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી રોકાણકારો માટે ખુલ્લો રહેશે. કંપની IPO દ્વારા 72.17 કરોડ રૂપિયા એકત્ર કરશે. IPO નો પ્રાઇસ બેન્ડ 141-155 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે.
2. વાઈસ ટ્રાવેલ ઈન્ડિયા
રોકાણકારો આ IPO માં 12 થી 14 જાન્યુઆરી સુધી રોકાણ કરી શકે છે. કંપનીએ IPO દ્વારા 64.41 લાખ નવા શેર ઈશ્યૂ કરશે. તમને જણાવી દઈએ કે IPO માં પ્રાઇસ બેન્ડ 140-147 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે.
3. થાઈ કાસ્ટિંગ
કંપનીએ આ SME IPO દ્વારા 61.30 લાખ નવા શેર ઇશ્યૂ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીનો IPO 15 થી 19 જાન્યુઆરી સુધી ખુલશે. શેરનો પ્રાઈસ બેન્ડ હજુ જાહેર કરવામાં આવ્યો નથી.
4. કાલાહરિધાન ટ્રેન્ડ્ઝ
આ SME IPO માં પ્રાઇસ બેન્ડ 45 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. કંપનીનો IPO 15 થી 20 ફેબ્રુઆરી દરમિયાન રિટેલ ઈન્વેસ્ટર્સ માટે ખુલ્લો રહેશે. IPOનું કદ 22.49 કરોડ રૂપિયા છે. કંપની IPO દ્વારા 49.98 લાખ શેર ઇશ્યૂ કરશે.
5. Entero Healthcare Solutions
આ IPO 9 ફેબ્રુઆરીએ ખોલવામાં આવ્યો હતો. કંપનીનો IPO 13 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે. તેથી સોમવાર અને મંગળવારે રોકાણકારો IPO પર દાવ લગાવી શકે છે.
6. અલ્પેક્સ સોલર લિમિટેડ
આ કંપનીના IPOનું કદ 74 કરોડ રૂપિયા છે. IPO આવતીકાલે એટલે કે સોમવારે બંધ થઈ જશે. IPO દ્વારા કંપની 64.80 લાખ શેર ઈશ્યૂ કરશે. IPO નો પ્રાઈસ બેન્ડ 109 રૂપિયાથી 115 રૂપિયા પ્રતિ શેર છે.
આ પણ વાંચો : LIC અને SBI ના રોકાણકારો થયા માલામાલ, જાણો 5 દિવસમાં કરી કેટલા લાખ કરોડ રૂપિયાની કમાણી
7. રુદ્ર ગેસ એન્ટરપ્રાઇઝિસ
IPO 8 ફેબ્રુઆરીના રોજ રિટેલ ઈન્વેસ્ટર્સ માટે ખુલ્યો હતો, જે આવતીકાલે સોમવારે બંધ થશે. IPOનું કદ 14.16 કરોડ રૂપિયા છે. કંપની IPO દ્વારા 22.48 લાખ નવા શેર જાહેર કરશે.
8. પોલિસિલ ઈરિગેશન સિસ્ટમ્સ
રિટેલ રોકાણકારો 8 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી IPO પર દાવ લગાવી શકે છે. IPO માં પ્રાઇસ બેન્ડ 54 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.
(નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)