RuPay ડેબિટ કાર્ડ અને BHIM UPI ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા સરકારની મોટી જાહેરાત, 1300 કરોડની સ્કીમને મંજૂરી

કેબિનેટે રુપે ડેબિટ કાર્ડ (Rupay Debit Card) અને ઓછા મૂલ્યના BHIM UPI વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે ઈન્સેંટીવ યોજનાને મંજૂરી આપી છે. સરકારે ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઈન્સેંટીવ માટે રૂ. 1,300 કરોડ મંજૂર કર્યા છે.

RuPay ડેબિટ કાર્ડ અને BHIM UPI ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા સરકારની મોટી જાહેરાત, 1300 કરોડની સ્કીમને મંજૂરી
rupay debit card
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 5:27 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. કેબિનેટે રુપે ડેબિટ કાર્ડ (Rupay Debit Card) અને ઓછા મૂલ્યના ભીમ યુપીઆઈ (BHIM UPI) વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે ઈન્સેંટીવ યોજનાને મંજૂરી આપી છે. સરકારે ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઈન્સેંટીવ માટે રૂ. 1,300 કરોડ મંજૂર કર્યા છે. આ સિવાય કેબિનેટે સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે બોર્ડના ઉત્પાદન માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમને પણ મંજૂરી આપી હતી.

ઠાકુરે જણાવ્યું હતું કે, આ યોજનામાંં આગામી પાંચથી છ વર્ષમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં 76,000 કરોડના રોકાણની કલ્પના કરવામાં આવી છે. ટેલિકોમ અને આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ નિર્ણય માઇક્રોચિપ્સની ડિઝાઇન, ઉત્પાદન, પેકિંગ અને પરીક્ષણમાં મદદ કરશે અને સંપુર્ણ ઇકોસિસ્ટમ વિકસાવશે.

ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગના ઇકોસિસ્ટમમાં કઈ કઈ વસ્તુ હોય છે

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, જો આપણે ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગની ઈકોસિસ્ટમ પર નજર કરીએ તો ફાઈનલ એસેમ્બલી પહેલા સમગ્ર વેલ્યુ ચેઈનમાં 4 મહત્વની બાબતો છે. આમાંની સૌથી મહત્વની છે સેમિકન્ડક્ટર ચિપ, બીજું છે અન્ય તમામ ઘટકો, ત્રીજું પેકેજિંગ વગેરે છે અને છેલ્લે ચોથું છે સપ્લાય ચેઇનનું મિકેનિઝમ. છેલ્લા 7 વર્ષમાં આ ચાર બાબતોમાં એટલી બધી પ્રગતિ થઈ છે કે દુનિયાનું સૌથી મોટું મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ યુનિટ ભારતમાં છે. આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી મહત્વની બાબત – સેમિકન્ડક્ટર ચિપ, તેના ઉત્પાદન માટે પણ આજે નિર્ણય લેવામાં આવ્યો છે.

યુવાનોને વધુ સારી તકો આપવા માટે, 85000 કુશળ એન્જિનિયરો માટે ચિપ્સ ટુ સ્ટાર્ટઅપની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ચિપ્સ ડિઝાઇનર્સને તક આપવા માટે નવી યોજના ડિઝાઇન લિંક્ડ ઇન્સેન્ટિવને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાના કુલ ખર્ચના 50 ટકા સરકાર ભોગવશે. બીજી તરફ, આ ડિઝાઇનને કોઈપણ કંપની સાથે શેર કરવાથી તેના વેચાણ પર ઈન્સેટીવ પણ મળશે. યોજનામાં નાની કંપનીઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. યોજનાની મદદથી 15-20 MSME બનાવવામાં આવશે. આનાથી 1 લાખથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળશે.

જળ સંસાધન માટે 93,000 કરોડની યોજનાને મંજૂર

કેબિનેટે આજે 2021-26 માટે 93068 કરોડના ખર્ચ સાથે PM કૃષિ સિંચાઈ યોજનાને મંજૂરી આપી છે. આ રકમમાંથી રાજ્યોને 37 હજાર કરોડ રૂપિયાથી વધુની મદદ રાજ્યોને મળશે. એવો અંદાજ છે કે આ યોજનાથી 22 લાખ ખેડૂતોને ફાયદો થશે, આ સાથે સિંચાઈ લાભ કાર્યક્રમ, હર ખેત કો પાણી, વોટરશેડ ડેવલપમેન્ટ ઘટકને 2021 પછી પણ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો :  Surat : હાલ કમુરતાની અસર પણ મકરસંક્રાંતિ પછી કાપડ માર્કેટમાં ફરી તેજીના અણસાર

g clip-path="url(#clip0_868_265)">