Nifty All Time High : સપ્તાહના છેલ્લા સત્રની તેજી સાથે શરૂઆત, Nifty 15,455 સુધી ઉછળ્યો

|

May 28, 2021 | 10:54 AM

આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજાર(Share Market)ને જોરદાર શરૂઆત મળી છે.

Nifty All Time High : સપ્તાહના છેલ્લા સત્રની તેજી સાથે શરૂઆત, Nifty 15,455 સુધી ઉછળ્યો
Nifty આજે તેના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

Follow us on

આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજાર(Share Market)ને જોરદાર શરૂઆત મળી છે. આજે નિફ્ટી ઓલ-ટાઇમ હાઈ (Nifty All Time High ) સ્તર પર પહોંચ્યો હતો. નિફ્ટી ગઈકાલના બંધ સ્તરથી 83.55 પોઇન્ટ ઉપર ખુલ્યો હતો અને ટ્રેડિંગ દરમિયાન તે 15,455 પોઇન્ટ સુધી ઉછળ્યો હતો.

આજે સેન્સેક્સ પણ પ્રારંભિક કારોબારમાં મજબૂત સ્થિતિમાં નજરે પડ્યો હતો. ઇન્ડેક્સ 266.05 પોઇન્ટ વધારા સાથે ખુલ્યો હતો. આજે સેન્સેક્સ 51,381.27 ના સ્તર ઉપર ખુલ્યા બાદ 51,477.05 સુધી ઉપ સ્તરે જોવા મળ્યો હતો.

ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે ૧૦.૨૫ વાગે
બજાર        સૂચકઆંક         વધારો
સેન્સેક્સ    51,368.63    +253.41 
નિફટી      15,431.60     +93.75 

અંકિતા-વિકીએ સેલિબ્રેટ કરી ત્રીજી વેડિંગ એનિવર્સરી, જુઓ ફોટો
એક મહિનો રોજ અખરોટ ખાવાથી જાણો શું થાય છે? દેખાશે આ બદલાવ
આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
Protein : નોનવેજ નથી ખાતા?! તો આ 5 વેજિટેરિયન ચીજોથી વધારો શરીરમાં પ્રોટીન
આજનું રાશિફળ તારીખ : 15-12-2024
Jyotish Shastra : વર્ષની છેલ્લી પૂર્ણિમા પર આ 4 રાશિના લોકો થશે ધનવાન!

શેરબજારમાં સારી ખરીદી થઇ છે. નિફ્ટીના મિડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો મજબૂતી દેખાડી રહ્યા છે. મેટલ કંપનીઓના શેરમાં ખરીદીથી બજારને ટેકો મળી રહ્યો છે. નિફ્ટીના આઇટી અને ફાર્મા સૂચકાંકો સિવાય, અન્ય તમામ ક્ષેત્રના સૂચકાંકો મજબૂત છે.

આ અગાઉ છેલ્લા સત્રમાં ગુરુવારે બજારમાં નજીવો ઉછાળો આવ્યો હતો. સેન્સેક્સ 97.70 પોઇન્ટ વધીને 51,115.22 પોઇન્ટ બંધ રહ્યો હતો.બીજીતરફ નિફ્ટીએ 36.40 પોઇન્ટ વધીને 15,337.85 ની સપાટીએ કારોબાર બંધ કર્યો હતો.

આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યું છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ મજબૂતી સાથે આગળ વધી રહ્યો છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં સારી સ્થિતિમાં કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી સારા ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે.

આજના પ્રારંભિક કારોબારની હાઇલાઇટ્સ
SENSEX
Open    51,381.27
High    51,477.05
Low     51,298.89

NIFTY
Open   15,421.20
High    15,455.55
Low     15,405.45

Published On - 10:35 am, Fri, 28 May 21

Next Article