AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાન્યુઆરી 2022થી ત્રણ મોટા ફેરફાર લાગુ પડશે,આ નાણાંકીય વ્યવહારો તમારા ખિસ્સા ઉપર સીધી અસર કરશે

ત્રણ સુધારાઓ અથવા ફેરફારો તમારા નાણાં સાથે સંબંધિત છે. આ ફેરફારો વર્ષ 2022 માં અમલમાં આવી રહ્યા છે. આમાં બેંક લોકરથી લઈને મ્યુચ્યુઅલ ફંડ અને એટીએમ ટ્રાન્ઝેક્શનનો સમાવેશ થાય છે.

જાન્યુઆરી 2022થી ત્રણ મોટા ફેરફાર લાગુ પડશે,આ નાણાંકીય વ્યવહારો તમારા ખિસ્સા ઉપર સીધી અસર કરશે
Changes From 1 January 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 8:20 AM
Share

Changes From 1 January 2022 : જાન્યુઆરી 2022 થી બેંકિંગ સંબંધિત ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. તમારે આ નિયમો અગાઉથી જાણવું જોઈએ. આ બાબતે રિઝર્વ બેંક અને બેંકો દ્વારા સતત મેસેજ આપવામાં આવી રહ્યા છે. જો તમે વિચારી રહ્યા છો કે માત્રએટીએમ ટ્રાન્ઝેક્શનમાં જ બદલાવ આવશે તો આપણું અનુમાન ખોટું છે. અહીં અમે તમને ત્રણ મોટા ફેરફારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો સીધો સંબંધ તમારા પૈસા સાથે છે.

અહીં જણાવેલ ત્રણ સુધારાઓ અથવા ફેરફારો તમારા નાણાં સાથે સંબંધિત છે. આ ફેરફારો વર્ષ 2022 માં અમલમાં આવી રહ્યા છે. આમાં બેંક લોકરથી લઈને મ્યુચ્યુઅલ ફંડ અને એટીએમ ટ્રાન્ઝેક્શનનો સમાવેશ થાય છે.

લોકર પહેલા કરતા વધુ સુરક્ષિત રહેશે નવા વર્ષથી બેંક લોકર વધુ સુરક્ષિત બનશે. રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે બેંકો લોકરની સુરક્ષામાં કોઈ બાંધછોડ કરી શકે નહીં. લોકરમાં કોઈપણ દુર્ઘટના કે ઘટના માટે બેંકો જવાબદાર રહેશે. જો બેંકો ગ્રાહકના માલસામાનની સુરક્ષાની અવગણના કરશે તો તેની સંપૂર્ણ જવાબદારી તેઓની રહેશે.

નવો લોકર નિયમ જાન્યુઆરી 2022 થી અમલમાં આવી રહ્યો છે. જો કોઈ બેંક કર્મચારી છેતરપિંડી કરે છે, બેંકની ઇમારત પડી જાય છે, આગ અથવા ચોરીને કારણે નુકસાન થાય છે તો બેંક સમાનનું 100 ટકા સુધી ભાડું અથવા સામાનની ભરપાઈ કરશે. નવો નિયમ હાલના અને જૂના ડિપોઝિટ લોકર ધારકોને લાગુ પડશે.કોઈપણ કુદરતી આફતના કિસ્સામાં આ નિયમ લાગુ થશે નહીં. જો લોકરને ભૂકંપ, પૂર, વીજળી, તોફાન કે ગ્રાહકની ભૂલથી નુકસાન થાય તો બેંક તેની ભરપાઈ કરશે નહીં.

મ્યુચ્યુઅલ ફંડ સેન્ટ્રલ પર ટ્રાન્ઝેક્શન MF અથવા મ્યુચ્યુઅલ ફંડ સેન્ટ્રલ એ Cafintech અને Computer Age Management Services (CAMS) દ્વારા સંયુક્ત રીતે શરૂ કરાયેલ ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ કંપની મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત સેવાઓ પૂરી પાડે છે. સેબીની સૂચના બાદ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ ફક્ત મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારો માટે જ તૈયાર કરવામાં આવ્યું છે. MF સેન્ટ્રલ મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્ઝેક્શન સંબંધિત સેવાઓ પ્રદાન કરે છે જેમ કે બેંક ખાતામાં ફેરફાર, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ વગેરે.

એમએફ સેન્ટ્રલનો ઉપયોગ નોમિનેશન ફાઇલ કરવા, આવક વિતરણ મૂડી ઉપાડ, એમએફ ફોલિયો અને ફોરેન એકાઉન્ટ ટેક્સ કમ્પ્લાયન્સ એક્ટ સંબંધિત વિગતોમાં ફેરફાર માટે થાય છે.આની એક એપ પણ બનાવવામાં આવી છે જે હજુ સુધી લોન્ચ થઈ નથી. આ પ્લેટફોર્મ પર વ્યવહાર શરૂ થયો નથી. માનવામાં આવે છે કે આ સેવા જાન્યુઆરીમાં પણ શરૂ થઈ શકે છે.

ATM ચાર્જીસમાં વધારો જો તમે ફ્રી લિમિટ પછી ટ્રાન્ઝેક્શન કરશો તો જાન્યુઆરીથી એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થઈ જશે. દરેક ગ્રાહકને 5 ફ્રી ટ્રાન્ઝેક્શન સુવિધા મળે છે જેમાં રોકડ ઉપાડ, બેલેન્સ ઇન્ક્વાયરી, એટીએમ પિન ચેન્જ, મિની સ્ટેટમેન્ટ રિક્વેસ્ટ અને એ જ બેંકના એટીએમમાં ​​એફડી ખોલવાનો સમાવેશ થાય છે. મેટ્રો સિટીમાં તમે અન્ય બેંકના એટીએમમાંથી 3 મફત એટીએમ સેવા મેળવી શકો છો જ્યારે નોન મેટ્રો શહેરોમાં આ સંખ્યા 5 છે. પહેલી જાન્યુઆરીથી જો તમે મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા પછી એટીએમની સેવા લો છો તો તમારે 21 રૂપિયા અને GST ચૂકવો.

આ પણ વાંચો : IPO : વર્ષ 2022 રોકાણકારો માટે બનશે કમાણીનું વર્ષ, આ ચાર મોટા IPO આપશે દસ્તક

આ પણ વાંચો : દેશના દેવામાં વધારો : સરકારી દેવું પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ 4% વધીને રૂપિયા 125 લાખ કરોડ થયું

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">