IPO : વર્ષ 2022 રોકાણકારો માટે બનશે કમાણીનું વર્ષ, આ ચાર મોટા IPO આપશે દસ્તક
IPO(2022) : અનેક કંપનીઓ આ વર્ષે રૂ. 1.50 લાખ કરોડથી વધુ એકત્ર કરશે એવો અંદાજ છે. બજારના નિષ્ણાતો કહે છે કે રોકાણકારો IPOના સંદર્ભમાં 2022 એ 2021 કરતાં પણ વધુ સારું રહેવાની અપેક્ષા છે.
Upcoming IPO : વર્ષ 2021 IPO માટે ઘણી રીતે યાદગાર બની ગયું છે. એક તરફ કંપનીઓએ વિક્રમજનક સંખ્યામાં આઈપીઓમાંથી રેકોર્ડબ્રેક ફંડ એકત્ર કર્યું તો બીજી તરફ રોકાણકારોએ પણ સારો નફો હાંસલ કર્યો છે. જેમ જેમ વર્ષ વીતતું ગયું તેમ તેમ છેલ્લા મહિનાઓમાં મોટી સંખ્યામાં IPO આવ્યા. જો તમે પણ વર્ષ 2021 માં IPO માં રોકાણ કરવામાં અને પૈસા કમાવવામાં નિષ્ફળ રહ્યા છો, તો પણ ચિંતા ન કરશો વર્ષ 2022 માં તમારા માટે સારી તકો ઉપલબ્ધ રહશે.
અનેક કંપનીઓ આ વર્ષે રૂ. 1.50 લાખ કરોડથી વધુ એકત્ર કરશે એવો અંદાજ છે. બજારના નિષ્ણાતો કહે છે કે રોકાણકારો IPOના સંદર્ભમાં 2022 એ 2021 કરતાં પણ વધુ સારું રહેવાની અપેક્ષા છે.
LIC IPO LICનો બહુપ્રતિક્ષિત IPO નવા વર્ષમાં આવશે. આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. અને તેના દ્વારા સરકાર LICમાં 5 થી 10 ટકા હિસ્સો વેચી શકે છે. સરકાર LICનું વેલ્યુએશન રૂપિયા 10 ટ્રિલિયન અથવા 10 લાખ કરોડ (133 અબજ ડોલર) ઈચ્છી રહી છે. સ્થાનિક રેકોર્ડ હોવા ઉપરાંત તે વિશ્વમાં વીમા ક્ષેત્રમાં સૌથી મોટું લિસ્ટિંગ હશે.
Byju’s તે ભારતમાં સૌથી ઝડપથી વિકસતી સ્ટાર્ટ-અપ કંપનીઓમાંની એક છે જે IPO દ્વારા રૂ. 4500 કરોડ એકત્ર કરી શકે છે. કંપની આવતા વર્ષના બીજા ક્વાર્ટર સુધીમાં સેબીમાં તેનો ડ્રાફ્ટ પેપર ફાઇલ કરી શકે છે. રિપોર્ટ અનુસાર બેન્કર્સ તેનું વેલ્યુએશન 40 અબજ ડોલરથી 50 અબજ ડોલર રાખી શકે છે. એજ્યુકેશન સ્ટાર્ટ-અપને ફેસબુકના માર્ક ઝકરબર્ગ અને ઈન્વેસ્ટમેન્ટ દિગ્ગજો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. તેના બેન્કર્સમાં મોર્ગન સ્ટેનલી, સિટીગ્રુપ અને જેપીમોર્ગનનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે મોટા એક્વિઝિશન કરીને તેની સ્થિતિ મજબૂત કરી છે.
OLA બેંગ્લોર સ્થિત રાઇડિંગ એગ્રીગેટ રૂ 7,14,000 કરોડ એકત્ર કરવા IPO માર્કેટમાં પ્રવેશ કરશે. અન્ય સ્ટાર્ટ-અપ્સથી વિપરીત ઓલા નફાકારક છે. કંપનીએ નાણાકીય વર્ષમાં રૂ 898 કરોડનો નફો કર્યો છે. તાજેતરમાં ઓલાએ IPO પહેલાના રાઉન્ડમાં રૂ 3500 કરોડ એકત્ર કર્યા છે. કંપનીએ તાજેતરમાં જિયોસ્પોકના અધિગ્રહણની જાહેરાત કરી હતી. આ દ્વારા ઓલા વર્લ્ડ ક્લાસ લોકેશન ટેક્નોલોજી બનાવવા માંગે છે.
Delhivery આ લોજિસ્ટિક્સ કંપનીનો આઈપીઓ પણ આવતા વર્ષે આવશે. આ કંપની રૂ. 3500 કરોડનો IPO પણ લાવી શકે છે. તેણે આ માટે સેબીમાં ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યા છે. આ IPO દ્વારા 7.6 અબજ નવા શેર જારી કરવામાં આવ્યા છે જ્યારે વેચાણની ઓફર રૂ 24 અબજથી વધુની હશે. કંપનીએ તાજેતરમાં તેની હરીફ કંપનીમાં 100 ટકા હિસ્સો ખરીદવા કરાર કર્યા છે.
આ પણ વાંચો : દેશના દેવામાં વધારો : સરકારી દેવું પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ 4% વધીને રૂપિયા 125 લાખ કરોડ થયું
આ પણ વાંચો : SEBI : IPO થી એકત્રિત ભંડોળના ઉપયોગ માટે નિયમો કડક બનાવાયા, એન્કર રોકાણકારો માટે લોક-ઇન પિરિયડમાં પણ વધારો