દેશના દેવામાં વધારો : સરકારી દેવું પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ 4% વધીને રૂપિયા 125 લાખ કરોડ થયું

ચાલુ ક્વાર્ટરમાં એટલે કે નાણાકીય વર્ષ 2021-22ના બીજા ક્વાર્ટરમાં દેશનો GDP ગ્રોથ 8.4 ટકા હતો. સત્તાવાર ડેટા અનુસાર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 20.1 ટકા હતો.

દેશના દેવામાં વધારો : સરકારી દેવું પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ 4% વધીને રૂપિયા 125 લાખ કરોડ થયું
The total debt of the government increased
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 7:28 AM

પબ્લિક ડેટ મેનેજમેન્ટ રિપોર્ટ(Public Debt Management Report) અનુસાર ચાલુ નાણાકીય વર્ષ 2021-22ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સરકારનું કુલ દેવું (Debt on Indian Government)વધીને રૂ 125.71 લાખ કરોડ થયું છે જે જૂન ક્વાર્ટરમાં રૂ 120.91 લાખ કરોડ હતું. રિપોર્ટ અનુસાર 2021-22ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેમાં 3.97 ટકા વૃદ્ધિ છે.

સાર્વજનિક દેવાનો હિસ્સો ઘટ્યો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કુલ દેવું વધીને રૂ. 125,71,747 કરોડ થયું હતું. આમાં સરકારી જાહેર ખાતા હેઠળ આવતી જવાબદારીઓનો સમાવેશ પણ થાય છે. જૂન ક્વાર્ટરના અંતે કુલ દેવું રૂ. 1,20,91,193 કરોડ છે. નાણા મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરાયેલા અહેવાલ મુજબ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જાહેર દેવું કુલ બાકી જવાબદારીઓમાં 91.15 ટકા જેટલું હતું. જૂન ક્વાર્ટરમાં તે 91.60 ટકા હતું. 30 ટકાથી વધુ સિક્યોરિટીની પાકતી મુદત 5 વર્ષથી ઓછી છે. રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન આવી સિક્યોરિટીઝના સપ્લાયમાં થયેલા વધારાને કારણે સેકન્ડરી માર્કેટમાં સરકારી સિક્યોરિટીઝ પર વધુ વળતર મળ્યું છે.

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં GDP ગ્રોથ 8% થી વધારે ચાલુ ક્વાર્ટરમાં એટલે કે નાણાકીય વર્ષ 2021-22ના બીજા ક્વાર્ટરમાં દેશનો GDP ગ્રોથ 8.4 ટકા હતો. સત્તાવાર ડેટા અનુસાર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 20.1 ટકા હતો. ગયા વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વિકાસ દર ઘટીને 24.4 ટકા થયો હતો. નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (NSO) અનુસાર ગયા નાણાકીય વર્ષ 2020-21 ના ​​જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 7.4 ટકા હતો. સ્થિર મૂલ્ય (2011-12)પરજીડીપી ના 2021-22ના એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળામાં રૂ. 68.11 લાખ કરોડ રહેવાનો અંદાજ છે જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 59.92 લાખ કરોડ હતો. જે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં (એપ્રિલ-સપ્ટેમ્બર) 13.7 ટકાનો વધારો દર્શાવે છે જ્યારે ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં તેમાં 15.9 ટકાનો ઘટાડો થયો હતો. કોવિડ-19 રોગચાળાને રોકવા માટે સરકારે ગયા વર્ષે દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યું હતું. જે પછી સરકારે અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ખર્ચ વધારવા અને સરળ દરે લોન ફાળવવા પર ભાર મૂક્યો જેથી માંગમાં વધારો થાય.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો : SEBI : IPO થી એકત્રિત ભંડોળના ઉપયોગ માટે નિયમો કડક બનાવાયા, એન્કર રોકાણકારો માટે લોક-ઇન પિરિયડમાં પણ વધારો

  આ પણ વાંચો : High Return Stock : આ શેરે રોકાણકારોના 1 લાખ રૂપિયાને માત્ર 9 મહિનામાં બનાવ્યા 52 લાખ, જાણો સ્ટોક અને કંપની વિશે સંપૂર્ણ માહિતી

g clip-path="url(#clip0_868_265)">