રોકાણકારો (Investor) હંમેશા એવા વિકલ્પો શોધે છે જ્યાં તેમના નાણાં સુરક્ષિત રહે અને તેઓ સ્થિર પરંતુ ખાતરી પૂર્વકનું વળતર મેળવી શકે. આ વિકલ્પોમાં FD, RD, ટેક્સ ફ્રી બોન્ડ તેમજ સરકારી સિક્યોરિટીઝ (G-Sec)નો સમાવેશ થાય છે. ઘણા લોકો ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ તેમના નાણાંનું રોકાણ ક્યાં કરે છે? તેઓ સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે.
સરકારી સિક્યોરિટીઝને ખરીદી અને વેચી શકાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમને જાહેર કરે છે. તેને G-Sec પણ કહેવામાં આવે છે. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર તેને જાહેર કરે છે. ટૂંકા ગાળાની સિક્યોરિટીઝને ટ્રેઝરી બિલ (T-Bill) કહેવામાં આવે છે. ટ્રેઝરી બિલ એક વર્ષથી ઓછા સમયગાળા માટે જાહેર કરવામાં આવે છે. જો આવી સિક્યોરિટીઝ એક વર્ષથી વધુ સમયગાળા માટે જાહેર કરવામાં આવે તો તેને સરકારી બોન્ડ અથવા ડેટ સિક્યોરિટી કહેવામાં આવે છે.
કેન્દ્ર સરકાર ટ્રેઝરી બિલ અને ડેટ સિક્યોરિટીઝ બંને જાહેર કરે છે. રાજ્ય સરકારો માત્ર ડેટ સિક્યોરિટીઝ જાહેર કરી શકે છે. તેને રાજ્ય વિકાસ લોન પણ કહેવામાં આવે છે. આ સિક્યોરિટીઝ સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી હોવાથી, તેમાં રોકાણ કરવામાં કોઈ જોખમ નથી.
એવા ઘણા સરકારી બોન્ડ છે, જેમાં છેલ્લા 5 વર્ષનું વળતર વાર્ષિક 7 થી 10 ટકા છે. 10 વર્ષની પાકતી મુદત ધરાવતા કેટલાક બોન્ડ્સ પણ છે, જે વાર્ષિક 10 ટકા સુધીનું વળતર આપે છે. જો તમે યોગ્ય સ્કીમ પસંદ કરો છો, તો તે વળતરની દ્રષ્ટિએ FD કરતાં વધુ સારી હોઈ શકે છે. તેમાં 10 વર્ષની પાકતી મુદતવાળી સ્કીમ પણ છે.
હાલમાં G-sec ની વાત કરવામાં આવે તો 7.30% GS 2053 મા 20 વર્ષ માટે રોકાણ કરવાનું રહે છે અને તેમાં 7.32% રીટર્ન મળે છે. 7.18% GS 2033 મા 10 વર્ષ માટે રોકાણ કરવાનું રહે છે અને તેમાં 7.20% રીટર્ન મળે છે. 7.06% GS 2028 મા 5 વર્ષ માટે રોકાણ કરવાનું રહે છે અને તેમાં 7.17% રીટર્ન મળે છે.
તેવી જ રીતે T-Bill માં 364 Day T-Bill માં 364 દિવસના રોકાણ પર 7.02% રીટર્ન મળે છે. 182 Day T-Bill માં 182 દિવસના રોકાણ પર 7.02% રીટર્ન મળે છે. 91 Day T-Bill માં 91 દિવસના રોકાણ પર 6.82 % રીટર્ન મળે છે.
જો તમારી પાસે ડીમેટ એકાઉન્ટ છે તો તમે તે બ્રોકરેજ પ્લેટફોર્મની મદદથી તેમાં રોકાણ કરી શકો છો. વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પરોક્ષ રીતે પણ સરકારી બોન્ડ્સમાં રોકાણ કરી શકે છે. કારણ કે ડેટ ફંડ તેમાં તેમના નાણાંનું રોકાણ કરે છે. જો તમારૂ ડીમેટ એકાઉન્ટ જેરોધામાં છે તો તમે Bids સેકશનમાં જઈને Govt.Securities દ્વારા સરળતાથી રોકાણ કરી શકો છો.
1. કોઈ પણ રોકાણમાં ગેરેન્ટેડ રીટર્ન મળે છે.
2. રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા રીટર્નની ગેરેન્ટી આપવામાં આવે છે.
3. શેરબજારના ઉતાર ચઢાવની અસર તેના પર થતી નથી.
4. દુનિયાની અર્થવ્યવસ્થામાં ફેરફારની અસર થતી નથી.
5. ટુંકા અને લાંબાગાળાના રોકાણ પર ફિક્સ્ડ રીટર્ન મળે છે.