શું તમે સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો? વહેલી તકે નિટપટાવીલો આ કામ નહીંતર મુશ્કેલીમાં મુકાઈ જશો

|

Dec 26, 2023 | 7:47 AM

શું તમે સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો? જો તમે શેરમાં રોકાણ કરો છો તો તમારી પાસે ડીમેટ ખાતું હોવું જરૂરી છે. આ અહેવાલમાં અને મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતાધારકો માટે અગત્યની માહિતી જણાવી રહ્યં છીએ.

શું તમે સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો? વહેલી તકે નિટપટાવીલો આ કામ નહીંતર મુશ્કેલીમાં મુકાઈ જશો

Follow us on

શું તમે સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો? જો તમે શેરમાં રોકાણ કરો છો તો તમારી પાસે ડીમેટ ખાતું હોવું જરૂરી છે. આ અહેવાલમાં અને મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતાધારકો માટે અગત્યની માહિતી જણાવી રહ્યં છીએ.

માર્કેટ રેગ્યુલેટર સેબીએ નોમિની માટે ઉમેરવું કે બહાર નીકળવું ફરજિયાત બનાવ્યું છે. 31મી ડિસેમ્બર એ મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ એકાઉન્ટ માટે નોમિની ઉમેરવાનો છેલ્લો દિવસ છે. આ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવા માટે તમારી પાસે માત્ર છ દિવસ બાકી છે.

સેબીએ અગાઉ કહ્યું હતું કે લાભાર્થીમાં નોમિની ઉમેરવાનો આદેશ નવા અને વર્તમાન રોકાણકારોને લાગુ પડે છે. માર્કેટ રેગ્યુલેટરે જણાવ્યું હતું કે સમયમર્યાદા પૂરી કરવામાં નિષ્ફળતાના પરિણામે એકાઉન્ટ્સ અને ફોલિયો સીઝ કરવામાં આવશે.

રસ્તામાં મોર દેખાવો એ કઈ વાતનો આપે છે સંકેત ?
Condom : કોન્ડોમ કંઈ વસ્તુમાંથી બને છે?
કાગડાનું ઘરની સામે બોલવું શુભ કે અશુભ? જાણો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ
Dream Catcher : ખરાબ સપના રહેશે દુર, કરિયરમાં વૃદ્ધિ થશે, આ જગ્યા લટકાવો 'ડ્રીમ કેચર'
પહેલા સેક્સ, પછી લગ્ન ! ભારતના આ ગામમાં અજીબો-ગરીબ પરંપરા
ક્રિકેટર સિરાજ અને વાયરલ ગર્લના Photo નું સત્ય આવ્યું સામે, જુઓ

આ પણ વાંચો : અનલિસ્ટેડ માર્કેટમાંથી ખરીદી શકો કન્નુર ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના શેર, જાણો કેવી રીતે કરવી શેરની ખરીદી

તમારા ડીમેટ ખાતામાં નોમિની કેવી રીતે ઉમેરશો?

  • NSDL પોર્ટલ nsdl.co.in ની મુલાકાત લો
  • હોમપેજ પર ‘નોમિનેટ ઓનલાઈન’ વિકલ્પ પર ક્લિક કરો
  • એક નવું પેજ ખુલશે અને તમને DP ID, Client ID, PAN અને OTP માટે પૂછવામાં આવશે
  • વિગતો દાખલ કર્યા પછી તમે બે વિકલ્પો જોશો ‘I want to nominate’ અને ‘I don’t want to nominate’
  • જ્યારે તમે નોમિની ઉમેરવાનો વિકલ્પ પસંદ કરો છો, ત્યારે એક નવું પેજ ખુલશે જેમાં નોમિનીની વિગતો પૂછવામાં આવશે.
  • આધારનો ઉપયોગ કરીને ઇ-સાઇન કરો. UIDAI સાથે નોંધાયેલા મોબાઈલ નંબર પર OTP આવશે
  • મ્યુચ્યુઅલ ફંડ માટે નોમિનેશન રોકાણ શરૂ કરતી વખતે અથવા તે પછી પણ કરી શકાય છે.

મ્યુચ્યુઅલ ફંડ એનરોલમેન્ટ ઓનલાઈન અપડેટ કરવા માટે, વ્યક્તિએ મ્યુચ્યુઅલ ફંડ હાઉસના અધિકૃત વેબ પોર્ટલ અથવા NSDL વેબસાઈટની મુલાકાત લેવી પડશે.
મ્યુચ્યુઅલ ફંડમાં નોમિની તરીકે વધુમાં વધુ 3 લોકોને ઉમેરી શકાય છે.

સરકારના નિયમનો 31 ડિસેમ્બર પહેલા પાલન જરૂરી છે અન્યથા તમે તમારા ખાતામાંથી ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં કે મ્યુચલ ફંડ સંબંધિત કામગીરી કરી શકશો નહીં.

આ પણ વાંચો : બેંક તમારી લોનની અરજીને રિજેક્ટ કરે તો ચિંતા ન કરો, આ કામ કરવાથી તમને સરળતાથી લોન મળી જશે

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article