જો તમે Dairy ઉદ્યોગની આ 6 સમસ્યાનો હલ આપશો તો સરકારને તમને 10 લાખ રૂપિયા આપશે, જાણો વિગતવાર

મંત્રાલયના જણાવ્યા અનુસાર આ સ્પર્ધામાં 6 પડકારો રાખવામાં આવ્યા છે. દરેક ચેલેન્જમાં વિજેતાને રૂ. 10 લાખનું રોકડ ઇનામ મળશે અને ઉપવિજેતાને રૂ. 7 લાખનું રોકડ ઇનામ મળશે.

જો તમે Dairy ઉદ્યોગની આ 6 સમસ્યાનો હલ આપશો તો સરકારને તમને 10 લાખ રૂપિયા આપશે, જાણો વિગતવાર
Dairy Business
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 9:20 PM

ડેરી ઉદ્યોગ(Dairy Business) એ ભારતમાં સૌથી મોટા રોજગાર પેદા કરતા ક્ષેત્રોમાંનું એક છે. સરકાર તેને પ્રોત્સાહન આપવા માટે સતત પગલાં લઈ રહી છે. સેક્ટરને વધુ સંગઠિત બનાવવા, નફો વધારવા અને તેની સાથે સંકળાયેલા ઉદ્યોગ માટે ખર્ચ ઘટાડવા માટે, સરકારે સ્ટાર્ટઅપ્સને સેક્ટર સાથે જોડવાનો નિર્ણય લીધો છે. આ માટે સરકારે એક ખાસ સ્પર્ધાનું આયોજન કર્યું છે જેમાં સ્ટાર્ટઅપ્સ પાસે 6 વિવિધ પડકારો માટે અરજીઓ મંગાવવામાં આવી છે

આ સ્પર્ધા શું છે ડેરી મંત્રાલયે ‘પશુપાલન સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જ’ની બીજી આવૃત્તિ શરૂ કરી છે. મંત્રાલયના પ્રકાશન મુજબ તેનો ઉદ્દેશ્ય પશુપાલન અને ડેરી ક્ષેત્રને લગતી 6 મુખ્ય સમસ્યાઓના ઉકેલ માટે નવીન વિચારો શોધવાનો છે. આ ચેલેન્જની પ્રથમ આવૃત્તિ સપ્ટેમ્બર 2019માં વડાપ્રધાન મોદીએ લોન્ચ કરી હતી. આ ઝુંબેશની મદદથી સરકાર આધુનિક ટેક્નોલોજી પર કામ કરતા યુવા કારોબારીઓને સેક્ટરમાં આવવા માટે પ્રોત્સાહિત કરવા માંગે છે જેથી દેશમાં આવી ટેક્નોલોજી વિકસાવવામાં આવે જેનાથી તેની સાથે સંકળાયેલા લોકોના બિઝનેસનો ખર્ચ તો ઘટાડી શકાય. તેનાથી બંને પક્ષોને ફાયદો થશે. આ સાથે જ ઘણી મોંઘી ટેક્નોલોજી માટે ભારતની વિદેશો પરની નિર્ભરતા પણ ખતમ થઈ જશે.

પડકારો શું છે ડેરી મંત્રાલયે પશુઓની સંખ્યા વધારવા, ઓળખ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, દૂધનો પુરવઠો સુનિશ્ચિત કરવા અને ગુણવત્તા સુધારવા માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવા વગેરે જેવા પડકારો આપ્યા છે. પડકારોની સાથે, મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ સમસ્યાઓના ઉકેલમાં કારોબારીઓ પાસેથી શું અપેક્ષા રાખે છે. જો તમે પણ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છો અને કોઈ આઈડિયા પર કામ કરી રહ્યા છો, તો તમે www.startupindia.gov.in પર જઈને અરજી કરી શકો છો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

વિજેતાને શું મળશે મંત્રાલયના જણાવ્યા અનુસાર આ સ્પર્ધામાં 6 પડકારો રાખવામાં આવ્યા છે. દરેક ચેલેન્જમાં વિજેતાને રૂ. 10 લાખનું રોકડ ઇનામ મળશે અને ઉપવિજેતાને રૂ. 7 લાખનું રોકડ ઇનામ મળશે. આ સાથે તેમને સરકાર અને રોકાણકારો બંનેની સામે તેમના વિચારો મૂકવાનો મોકો પણ મળશે. આ બધાને વિકાસ માટે ઇન્ક્યુબેશનની તક મળશે જે 3 મહિનાની તૈયારી પછી 9 મહિના સુધી સ્ટાર્ટઅપની પ્રવૃત્તિઓ પર નજર રાખશે. આ સાથે મંત્રાલય આ વિચારને આગળ વધારવા માટે નિષ્ણાતોની નિમણૂક પણ કરશે. સાથે જ આ ઈનોવેટર્સને ફંડ મેળવવામાં પણ મદદ કરવામાં આવશે.

આ પણ વાંચો:  સરકારે પેટ્રોલ સાથે મિશ્રણ કરવામાં આવતા ઈથેનોલ માટે GST ઘટાડ્યો, જાણો શું છે નવો દર

આ પણ વાંચો: ઈ-શ્રમ પોર્ટલ તૈયાર કરશે તમામ અસંગઠિત કામદારોનો ડેટાબેઝ, જાણો શું થશે ફાયદો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">