સરકારે પેટ્રોલ સાથે મિશ્રણ કરવામાં આવતા ઈથેનોલ માટે GST ઘટાડ્યો, જાણો શું છે નવો દર

સરકારે ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (EBP) પ્રોગ્રામ હેઠળ મિશ્રણ માટે ઉપયોગમાં લેવાતા ઈથેનોલ માટેનો GST દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે.

સરકારે પેટ્રોલ સાથે મિશ્રણ કરવામાં આવતા ઈથેનોલ માટે GST ઘટાડ્યો, જાણો શું છે નવો દર
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 8:39 PM

સરકારે ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (EBP) પ્રોગ્રામ હેઠળ મિશ્રણ માટે ઉપયોગમાં લેવાતા ઈથેનોલ (Ethanol) માટેનો GST દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે. પેટ્રોલ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ (Minister of State for Petrol and Natural Gas Rameshwar Teli) લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. 

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

મંત્રીએ આજે ​​માહિતી આપી હતી કે ઈથેનોલના મિશ્રણને પ્રોત્સાહન આપવા માટે સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નો દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે. આ ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (EBP) હેઠળ મિશ્રણ માટે કરવામાં આવ્યું છે.

આયાતી ગેસોલિન પર નિર્ભરતા ઘટાડવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા 

સરકાર શેરડી આધારિત ફીડસ્ટોક જેમ કે C&B હેવી મોલાસીસ, શેરડીનો રસ, ખાંડ, ખાંડની ચાસણીમાંથી ઉત્પાદિત ઈથેનોલની ખરીદી કિંમત નક્કી કરે છે. આ સાથે અનાજ-આધારિત ફીડસ્ટોકમાંથી ઉત્પાદિત ઈથેનોલની ખરીદ કિંમત જાહેર ક્ષેત્રની માર્કેટિંગ કંપનીઓ દ્વારા વાર્ષિક ધોરણે નક્કી કરવામાં આવે છે.

આયાતી ગેસોલિન પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓમાં સ્થાનિક બજારમાં ક્રૂડ ઓઈલ વધારવા માટે અનેક પહેલનો સમાવેશ થાય છે.  આમાં ભૌગોલિક-વૈજ્ઞાનિક ડેટા અને તેની સરળ ઍક્સેસનો આપવી, નવા અન્વેષણ ક્ષેત્રને પુરસ્કાર આપવો, નવા ડેવલપમેન્ટ acreagesથી ઉત્પાદનમાં વેગ લાવવા અને હાલ પ્રોડક્શન acreagesથી મહત્તમ ઉત્પાદન કરવાનો સમાવેશ થાય છે.

નિવેદન અનુસાર સરકારે દેશમાં બાયોફ્યુઅલના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે આ માટે સરકારે બાયોફ્યુઅલ પર રાષ્ટ્રીય નીતિ (NPB), 2018ની નોટીફીકેશન જાહેર કરી હતી. જેમાં પેટ્રોલ સાથે ઈથેનોલના સંમિશ્રણમાં વધારો કરવા માટે બાયો-ઈથેનોલ ઉત્પન્ન કરવા માટે એક કરતાં વધુ ફીડસ્ટોકનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.

2025-26 સુધીમાં દેશમાં પેટ્રોલમાં 20% ઈથેનોલનું મિશ્રણ કરવાનો લક્ષ્યાંક

ઈથેનોલના સપ્લાઈ પર લેવાયેલા પગલાંને કારણે સરકારે દેશમાં પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ભેળવવાનો લક્ષ્યાંક 2030થી 2025-26 સુધી કરવામાં આવ્યો છે. સરકારે સેકન્ડ જનરેશન (2G) ઈથેનોલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી જીવન યોજનાને પણ સૂચિત કરી હતી. આ માટે સરકારે દેશમાં આર્થિક મદદ ઉપલબ્ધ કરાવી હતી.

સરકારે ગયા મહિને પેટ્રોલમાં મિશ્રણ માટે શેરડીમાંથી કાઢેલા ઈથેનોલના ભાવમાં 1.47 રૂપિયા પ્રતિ લીટર સુધીનો વધારો કર્યો હતો. ડિસેમ્બરથી શરૂ થતા માર્કેટિંગ વર્ષ 2021-22 માટે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે પેટ્રોલમાં વધુ ઈથેનોલ ઉમેરવાથી તેલના આયાત બિલમાં ઘટાડો થશે અને તેનાથી શેરડીના ખેડૂતો તેમજ સુગર મિલોને ફાયદો થશે.

આ પણ વાંચો :  Nirbhaya Fund: 30 રૂપિયામાં સુરક્ષિત થશે દેશની દીકરી! નિર્ભયા ફંડમાંથી 9764.30 કરોડની યોજનાઓ, પીડિતાઓને શું મળ્યું?

આ પણ વાંચો: Gram Panchayat Election: આ કારણથી સેજલ બારિયાનું રદ થયું હતું ફોર્મ, હાઈકોર્ટે આપ્યો જોરદાર ચુકાદો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">