17 સપ્ટેમ્બરે લખનૌમાં યોજાનારી જીએસટી કાઉન્સિલના એજન્ડામાં એકલ રાષ્ટ્રીય જીએસટી વ્યવસ્થા હેઠળ પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ પેદાશો પર ટેક્સ લગાવવાની વિચારણા થઈ શકે એવી શક્યતા છે. પેટ્રોલના ભાવ આસમાને છે અને ગ્રાહકોનું જીવન ઘણું પ્રભાવિત થયુ છે ત્યારે પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ સમાવવામાં આવે તો તેના ભાવમાં જંગી ઘટાડો થવાની શક્યતા રહેલી છે.
1 જુલાઇ, 2017 ના રોજ જ્યારે રાષ્ટ્રીય જીએસટીએ એક્સાઇઝ ડ્યુટી અને સ્ટેટ લેવીઝ જેવા કેન્દ્રીય કરને આધીન કર્યા, ત્યારે પાંચ પેટ્રોલિયમ સામાન – પેટ્રોલ, ડીઝલ, એટીએફ, નેચરલ ગેસ અને ક્રૂડ ઓઇલને તેના કાર્યક્ષેત્રની બહાર રાખવામાં આવ્યા હતા.
પેટ્રોલ અને ડીઝલ પર વિવિધ પ્રકારના ટેક્સ લગાવવામાં આવે છે
હાલમાં, પાંચ ઇંધણ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી, સેસ અને સ્ટેટ વેલ્યુ એડેડ ટેક્સને આધીન છે જે કેન્દ્ર અને રાજ્યો માટે મોટી આવક લાવે છે. કેટલાય રાજ્યોએ જીએસટી હેઠળ ઈંધણનો સમાવેશ કરવાનો પણ વિરોધ કર્યો છે કારણ કે તે વપરાશ આધારિત કર છે. અને પેટ્રો પ્રોડક્ટ્સને શાસન હેઠળ લાવવાનો અર્થ એ છે કે જ્યાં આ પ્રોડક્ટ્સ વેચાય છે, ત્યા આવક મેળવાશે. હાલમાં રાજ્યોને જે આવકનો લાભ મળી રહ્યો છે તે ઈંધણના જીએસટી હેઠળ આવવાથી મળશે નહી.
ફુડ ડીલવરી એપની ગણના રેસ્ટોરન્ટ તરીકે
આ ઉપરાંત, ફૂડ ડિલિવરી એપને રેસ્ટોરન્ટ સર્વિસમાં સામેલ કરી શકાય છે. જીએસટી કાઉન્સીલ આ અંગે વિચારણા કરી રહી છે. અહીં ફૂડ ડિલિવરી એપ એટલે ઝોમેટો અને સ્વિગી જેવી મોબાઇલ એપ્સ જે ગ્રાહકોને ભોજન પહોંચાડે છે. જીએસટી કાઉન્સિલમાં એવું વિચારવામાં આવી રહ્યું છે કે આવી એપ રેસ્ટોરન્ટ સર્વિસમાં સામેલ થવી જોઈએ.
આ મોબાઇલ એપ્લિકેશન્સ સંપૂર્ણરીતે રેસ્ટોરન્ટ તરીકે સેવા આપે છે, તેથી તે સમાન પ્રકારની સેવામાં શામેલ થઈ શકે છે. સ્વિગી અને ઝોમેટોની પોતાની કોઈ રેસ્ટોરન્ટ ચેઈન ન હોય અથવા રેસ્ટોરન્ટમાં બેસીને ખાવાની સર્વિસ આપતી નથી, પરંતુ રેસ્ટોરન્ટને લગતી તમામ સુવિધાઓ ઘરે ઉપલબ્ધ છે. તે પણ ઓનલાઈન રીક્વેસ્ટ સાથે.
કેવી રીતે ફુડ એપ કરે છે કામ
જ્યારે કોઈ ગ્રાહક એપ અથવા વેબસાઈટ પરથી ભોજન બુક કરે છે ત્યારે તેના બદલે રેસ્ટોરન્ટમાંથી 7.5% થી 20% સુધીનું કમિશન લેવામાં આવે છે. આ ચાર્જ ગ્રાહકના ઘરે ઓર્ડર પહોંચાડવા માટે છે. આ સાથે, એપ્લિકેશન અથવા વેબસાઇટ તેની વેબસાઇટ પર કોઈપણ રેસ્ટોરન્ટનું નામ મૂકવા માટે પણ કમિશન લે છે.
મહિના અથવા સપ્તાહના અંતે, વેબસાઇટ અથવા એપ દ્વારા રેસ્ટોરન્ટને નાણાં ચૂકવવામાં આવે છે જેનો ઓર્ડર એપ અથવા વેબસાઇટ દ્વારા લેવામાં આવ્યો છે. ગ્રાહકોને ભોજન માટે રેસ્ટોરન્ટને રકમ ચૂકવવાની હોતી નથી પરંતુ એપ અથવા વેબસાઈટને આપવાની બોય છે, તેથી એપ બાદમાં કેટલાક કમિશન કાપ્યા બાદ રેસ્ટોરન્ટને એકીકૃત થયેલી રકમ ચૂકવે છે.
આ પણ વાંચો : સિમ કાર્ડથી લઈને ટાવર લગાવવા સુધીના નિયમો બદલાશે, ટેલિકોમ કંપનીઓ માટે સરકારનો સૌથી મોટો નિર્ણય