AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિમ કાર્ડથી લઈને ટાવર લગાવવા સુધીના નિયમો બદલાશે, ટેલિકોમ કંપનીઓ માટે સરકારનો સૌથી મોટો નિર્ણય

Cabinet Meeting Decision : બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટની બેઠકમાં લેવાયેલા અને તમને સ્પર્શતા નિર્ણયો વિશે જાણો

સિમ કાર્ડથી લઈને ટાવર લગાવવા સુધીના નિયમો બદલાશે, ટેલિકોમ કંપનીઓ માટે સરકારનો સૌથી મોટો નિર્ણય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (ફાઈલ ઈમેજ)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 5:14 PM
Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (Prime Minister of India) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં (Cabinet Meeting Decision) મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેલિકોમ સેક્ટર (Telecom Sector Package Approved) પેકેજ મંજૂર કરવા માટે રાહત પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે. તેમજ ઓટો અને ઓટો કમ્પોનન્ટ સેક્ટર માટે પણ PLI સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય ડ્રોન માટે PLI યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. જીડીપીમાં ઓટો સેક્ટરનો હિસ્સો 12 ટકા સુધી વધારવાનો લક્ષ્યાંક છે, જે હાલમાં 7.1 ટકા છે.

(1) ઓટો માટે PLI ની મંજૂરી

કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે ઓટો સેક્ટર માટે PLI યોજનાને મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા PLI યોજના લઈને ઓટો ઉદ્યોગ, ઓટો કમ્પોનન્ટ, ડ્રોન ઉદ્યોગ માટે 26058 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

જે અદ્યતન ઓટોમોબાઈલ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. 7 લાખ 7 હજાર લોકોને રોજગારી મળશે. આ સિવાય વિદેશી રોકાણ વધશે. જીડીપીમાં ઓટો સેક્ટરનું મહત્વનું યોગદાન છે. જીડીપીમાં ઓટો સેક્ટરનો હિસ્સો 12 ટકા સુધી વધારવાનો લક્ષ્યાંક છે, જે હાલમાં 7.1 ટકા છે.

તેથી જ સ્થાનિક બજાર માટે PLI યોજના રજૂ કરવામાં આવી છે. આ ભારતને ગ્લોબલ પ્લેયર બનાવશે. આપણે એવા ઘટકોનું ઉત્પાદન કરી શક્શું જે વિદેશથી ભારતમાં આવે છે. PLI યોજના આયાત ઘટાડવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે પસંદ કરેલી કંપનીઓએ 5 વર્ષ માટે રોકાણ કરવું પડશે. રોકાણની મર્યાદા અલગ અલગ છે. આ ઈન્સેટીવ પાંચ વર્ષ માટે ઉપલબ્ધ રહેશે.

સિમ કાર્ડના નિયમો બદલાશે- તમામ ફોર્મ જે વેરહાઉસમાં છે, તે ડિજિટલાઇઝ્ડ થશે. સિમ લેતી વખતે જે કાગળો આપવાના હતા તે તમામ વેરહાઉસમાં હતા. તેમનું ડિજિટલાઈઝેશન કરવામાં આવશે. KYC હવે સંપૂર્ણપણે ઓનલાઈન થશે. ટાવરની સ્થાપનાની પ્રક્રિયામાં ઘણા વિભાગોની મંજૂરી લેવામાં આવતી હતી. હવે સેલ્ફ અપ્રુવલથી જ કામ ચાલશે. હવે માત્ર એક પોર્ટલ DOT પરથી મંજૂરી મેળવી શકાશે. લાઈસન્સ રાજ આજથી નાબૂદ કરવામાં આવ્યું છે.

(2) ટેલિકોમ ક્ષેત્ર માટે રાહત પેકેજની મંજૂરી

અનુરાગ ઠાકુરે કહ્યું કે ટેલિકોમ કંપનીઓને રાહત આપવા માટે પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ટેલિકોમ સેક્ટરમાં રોકાણ હવે 100% ઓટોમેટિક રૂટ દ્વારા થઈ શકે છે. ટેલિકોમ શેરિંગમાં કોઈ બંધન ન હોય તે  માટે સ્પેક્ટ્રમ શેરિંગને સંપૂર્ણપણે મંજૂરી આપવામાં આવી છે.

ટેલીકોમ સેક્ટરમાં હાલ જેટલા ડ્યુઝ છે, જેટલી પણ કંપનીઓ પર ડ્યુઝ છે. તેના માટે 4 વર્ષનું મોરેટોરિયમ મંજુર કરવામાં આવ્યું છે. મોરેટોરિયમ રકમ પર ડ્યુઝ ચૂકવવુ પડશે. MCLR દર +2 ટકા છે. બેંક્સ બેલેન્સ સીટમાં ટેલીકોમ સેક્ટર સાથે રીલેટેડ જે પણ એક્સપોઝર હતું. તે ઘટાડવામાં આવશે.

આ સમાચાર બાદ ટેલિકોમ શેરોમાં તીવ્ર ઉછાળો આવ્યો છે.આજના સત્રમાં ભારતી એરટેલે રેકોર્ડબ્રેક તેજી દર્શાવતા તેની હાઈ સપાટી બનાવી છે. આ દિવસે સમાચાર લખાય ત્યાં સુધી ભારતી એરટેલનો શેર 732.80 રૂપિયા પ્રતિ શેરના સ્તરને સ્પર્શી ગયો છે.

શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન એક વાગ્યાની આસપાસ વોડાફોનનો શેર 9 રૂપિયા 30 પૈસાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. તે જ સમયે, છેલ્લા એક મહિનામાં વોડાફોન આઈડિયાનો શેર 50.42 ટકા વધ્યો છે.

(3) ડ્રોન માટે PLI યોજનાની મંજૂરી

ડ્રોનની બાબતમાં ભારત આજે સમાન સ્તરે ઉભું છે. આજે ટર્નઓવર 80 કરોડ છે પરંતુ રાહત 120 કરોડની છે. ડ્રોન નવું ક્ષેત્ર છે. આમાં સ્ટાર્ટઅપ્સ અને MSME હશે. જે પણ ભારતીય સ્ટાર્ટઅપ્સ છે, તે ડ્રોન માટે વાર્ષિક ટર્નઓવર 2 કરોડ અને કંપોનન્ટ માટે 0.5 કરોડ રૂપિયા રહેશે. આ કંપનીઓને આના પર ઈન્સેટીવ મળશે. ડ્રોન અને તેના કંપોનન્ટ સાથે સંબંધિત કામો માટે, સરકારે 120 કરોડ રૂપિયાની PLI એટલે કે ઈન્સેટીવ યોજના રજૂ કરી છે.

આ પણ વાંચો  :  મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળની શપથવિધિ ગુરુવારે 16મી સપ્ટેમ્બરના રોજ બપોરના 1.30 કલાકે યોજાશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">