GST Collections: એપ્રિલમાં જીએસટી કલેક્શને તોડ્યા તમામ રેકોર્ડ, સરકારની તિજોરીમાં આવ્યા 1.68 લાખ કરોડ રૂપિયા

|

May 01, 2022 | 8:13 PM

GST Collections in April: જુલાઈ 2021 થી, સતત GST કલેક્શનની સંખ્યા 1 લાખ કરોડને વટાવી ગઈ છે. વર્ષ 2022ની વાત કરીએ તો જાન્યુઆરીમાં GST કલેક્શન 140986 કરોડ હતું. ફેબ્રુઆરીમાં તે 133026 કરોડ અને માર્ચમાં 142095 કરોડ રહ્યું હતુ.

GST Collections: એપ્રિલમાં જીએસટી કલેક્શને તોડ્યા તમામ રેકોર્ડ, સરકારની તિજોરીમાં આવ્યા 1.68 લાખ કરોડ રૂપિયા
Record GST collection in April (Symbolic Image)

Follow us on

નાણાકીય વર્ષ 2022-23 માટે, સરકારે પ્રથમ મહિનામાં રેકોર્ડ જીએસટી કલેક્શન (GST Collections) કર્યું છે. એપ્રિલ મહિનામાં સરકારનું કુલ જીએસટી કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા હતું, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. માર્ચમાં સરકારે 142095 કરોડનું રેકોર્ડ જીએસટી કલેક્શન કર્યું હતું. આ તેના કરતા 25 હજાર કરોડ વધુ છે. એપ્રિલમાં કુલ જીએસટી કલેક્શન 167540 કરોડ રહ્યું છે. એપ્રિલ 2021માં આ આંકડો 139708 કરોડ હતો. જુલાઈ 2021 થી, સતત જીએસટી કલેક્શનની સંખ્યા 1 લાખ કરોડને વટાવી ગઈ છે. વર્ષ 2022ની વાત કરીએ તો જાન્યુઆરીમાં જીએસટી કલેક્શન 140986 કરોડ હતું. ફેબ્રુઆરીમાં તે 133026 કરોડ અને માર્ચમાં 142095 કરોડ હતું.

એપ્રિલમાં કુલ જીએસટી કલેક્શનમાં સેન્ટ્રલ જીએસટી (CGST)નો આંકડો 33159 કરોડ હતો, સ્ટેટ જીએસટી (SGST) 41793 કરોડ હતો અને ઇન્ટિગ્રેટેડ જીએસટી (IGST)નો આંકડો 81939 કરોડ હતો. કુલ સેસ કલેક્શન 10649 કરોડ હતું. સરકારે ઈન્ટિગ્રેટેડ જીએસટી દ્વારા સીજીએસટીમાં 33423 કરોડ અને એસજીએસટીમાં 26962 કરોડ સેટલ કર્યા છે. રેગ્યુલેટરી સેટલમેન્ટ બાદ એપ્રિલમાં સેન્ટ્રલ જીએસટી 66582 કરોડ હતો જ્યારે સ્ટેટ જીએસટી 68755 કરોડ હતો.

વાર્ષિક ધોરણે 20 ટકાનો ઉછાળો

ગયા વર્ષની તુલનામાં આ વર્ષે એપ્રિલમાં જીએસટી કલેક્શન 20 ટકા વધુ છે. આયાત માલની આવકમાં 30 ટકાનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે સ્થાનિક વ્યવહારોમાં વાર્ષિક ધોરણે 17 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

વ્યવસાયિક ગતિવિધિઓ ઝડપથી સુધરી રહી છે

માર્ચમાં કુલ 7.7 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા. માસિક ધોરણે તેમાં 13 ટકા ઊછાળો જોવા મળ્યો હતો. ફેબ્રુઆરીમાં કુલ 68 મિલિયન ઈ-વે બિલ જનરેટ થયા હતા. આ દર્શાવે છે કે વ્યવસાયિક પ્રવૃત્તિમાં સુધારો થઈ રહ્યો છે.

20 એપ્રિલે રેકોર્ડ ટેક્સ જમા થયો

એપ્રિલ મહિનામાં એટલે કે 20 તારીખે એક જ દિવસમાં સૌથી વધુ ટેક્સ વસૂલવાનો રેકોર્ડ છે. સાંજે 4 થી 5 વચ્ચે એક કલાકમાં સૌથી વધુ ટેક્સ વસૂલાતનો રેકોર્ડ છે. 20મી એપ્રિલે 57847 કરોડનો ટેક્સ જમા થયો હતો. સમગ્ર દિવસમાં કુલ 9.58 લાખ વ્યવહારો થયા હતા. સાંજે 4-5 વાગ્યાની વચ્ચે એક કલાકમાં 88 હજાર ટ્રાન્ઝેક્શન થયા, જેની મદદથી 8000 કરોડનો ટેક્સ જમા થયો. 20 એપ્રિલ 2021ના રોજ 48 હજાર કરોડનો ટેક્સ જમા થયો હતો. આ રકમ 7.22 લાખ ટ્રાન્ઝેક્શનની મદદથી જમા કરવામાં આવી હતી. તે દિવસે બપોરે 2-3 વાગ્યાની વચ્ચે 65 હજાર ટ્રાન્ઝેક્શનમાં 6400 કરોડનો ટેક્સ જમા થયો હતો.

આ પણ વાંચો :  Akshaya Tritiya 2022: અક્ષય તૃતીયા પર ભૌતિક સોનું ખરીદવું, કે ગોલ્ડ ETFમાં રોકાણ કરવું? જાણો શેમાં ફાયદો થશે

Next Article