Nirbhaya Fund: 30 રૂપિયામાં સુરક્ષિત થશે દેશની દીકરી! નિર્ભયા ફંડમાંથી 9764.30 કરોડની યોજનાઓ, પીડિતાઓને શું મળ્યું?

Women Safety: નિર્ભયા ગેંગ રેપ કેસને નવ વર્ષ થઈ ગયા છે. આ કેસ બાદ મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા ફંડની રચના કરવામાં આવી હતી. જેથી મહિલાઓને સુરક્ષા પુરી પાડી શકાય.

Nirbhaya Fund: 30 રૂપિયામાં સુરક્ષિત થશે દેશની દીકરી! નિર્ભયા ફંડમાંથી 9764.30 કરોડની યોજનાઓ, પીડિતાઓને શું મળ્યું?
Symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 6:07 PM

9 Years of Nirbhaya Case:  નિર્ભયા ગેંગ રેપ (Nirbhaya Gang Rape) કેસને નવ વર્ષ પૂર્ણ થયા છે. 16 ડિસેમ્બર 2012ની રાત્રે રાજધાની દિલ્હી (Delhi)માં ચાલતી બસમાં નિર્ભયા પર સામૂહિક બળાત્કાર થયો હતો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. દેશની કોઈ દીકરી સાથે આવી ક્રૂરતા ફરી ન થાય તે માટે નિર્ભયા ફંડ (Nirbhaya Fund) બનાવવામાં આવ્યું હતું. આ ફંડનો હેતુ મહિલા સુરક્ષા સંબંધિત યોજનાઓ શરૂ કરવાનો અને બળાત્કાર પીડિતાઓને આર્થિક મદદ કરવાનો હતો. છેલ્લા 8 વર્ષમાં ફંડમાંથી 9764.30 કરોડ રૂપિયાની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં સેફ સિટી પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ રકમમાંથી માત્ર 200 કરોડ રૂપિયા પીડિતોને આર્થિક મદદ તરીકે આપવામાં આવ્યા હતા. આજે આ ફંડ સંબંધિત કેટલાક પ્રશ્નોના જવાબો શોધીએ, જેમ કે – ફંડ ક્યાં ખર્ચવામાં આવ્યું? સરકારના સેફ સિટીમાં હવે મહિલાઓ કેટલી સુરક્ષિત છે? શું તેમના માટે ખર્ચ કરવામાં આવી રહેલી રકમ પૂરતી છે? કેન્દ્ર સરકારે વર્ષ 2013માં નિર્ભયા ફંડની જાહેરાત કરી હતી. શરૂઆતમાં 1000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2014-15 અને 2016-17માં વધુ 1000-1000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.

છ વર્ષમાં 20 ટકાથી ઓછો ખર્ચ કર્યો

2015માં ફેરફાર કરીને સરકારે ગૃહ મંત્રાલય (Use of Nirbhaya Fund)ને બદલે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (WCD)ને નિર્ભયા ફંડ માટે નોડલ એજન્સી બનાવી. મંત્રાલયના 2019ના આંકડા દર્શાવે છે કે નિર્ભયા ફંડ હેઠળ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફાળવવામાં આવેલી રકમમાંથી તેઓએ તેના માત્ર 20 ટકાથી ઓછા ઉપયોગ કર્યા છે. આશ્ચર્યની વાત એ છે કે 2015 સુધી માત્ર 1% પૈસા જ ખર્ચાયા છે. મોટાભાગના રાજ્યોએ તેમના ભંડોળનો બિલકુલ ઉપયોગ કર્યો નથી. માત્ર પાંચ રાજ્યો – દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ – એ કુલ ફાળવણીના 57 ટકાનો ઉપયોગ કર્યો છે.

રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ 2020- રિલીઝ કરવામાં આવેલું ફંડ 2020- ઉપયોગમાં લેવામાં આવનાર ફંડ 2021- રિલીઝ કરવામાં આવેલું ફંડ 2021- ઉપયોગમાં લેવામાં આવનાર ફંડ
દિલ્લી 400.48 352.58 413.27 404.38
રાજસ્થાન 45.97 25.49 100.88 79.44
મધ્ય પ્રદેશ 57.10 30.87 155.96 86.83
ગુજરાત 123.85 116.98 208.13 172.7
દેશભરમાં કુલ 2159.54 1774.20 4087.37 2871.42

(રકમ કરોડમાં છે)

કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભામાં ફંડને લઈને કહ્યું કે મહિલા સુરક્ષા નીતિ પર કામ કરતી સમિતિએ 2021-22 માટે 9764.30 કરોડ રૂપિયાનું ફંડ નક્કી કર્યું છે. જેમાંથી મંત્રાલયે યોજનાઓ માટે 4087.37 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. ઉપરાંત, આ યોજનાઓ પર 2871.42 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં ચેરિટી ઓક્સફેમ ઈન્ડિયાના એક રિપોર્ટમાં ફંડ વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટમાં ફંડના 2018થી 2021 સુધીના બજેટનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે ફંડ સીધું તે મહિલાઓ સુધી પહોંચતું નથી જેમના માટે તે બનાવવામાં આવ્યું હતું.

એક વર્ષમાં માત્ર 30 રૂપિયા ખર્ચ્યા

તેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં દર 15 મિનિટે એક મહિલા પર બળાત્કાર થાય છે. પરંતુ તેમની સુરક્ષા માટે સરકાર વાર્ષિક માત્ર 30 રૂપિયા ખર્ચી રહી છે. અહેવાલ મુજબ આ ભંડોળનો ઉપયોગ બળાત્કાર અથવા ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓ માટે કટોકટી કેન્દ્રો, મહિલાઓ માટે આશ્રયસ્થાનો, મહિલા પોલીસ સ્વયંસેવકો અને મહિલા હેલ્પલાઈન કેન્દ્રની સ્થાપના માટે કરવામાં આવ્યો છે.

આ સિવાય દેશમાં 700 વન સ્ટોપ સેન્ટર બનાવવામાં આવ્યા છે. અહીં મહિલાઓ પોલીસ સેવા, તેમની સલાહ અને ડૉક્ટરની સલાહ લઈ શકે છે. તેમના માટે 480 શેલ્ટર હોમ પણ છે. ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓ અહીં રહી શકે છે.

આ પણ વાંચો : Parliament Winter Session: હવે છોકરીઓના લગ્નની કાયદેસરની ઉંમર 21 વર્ષ થશે, કેબિનેટે પ્રસ્તાવને મંજૂરી આપી

g clip-path="url(#clip0_868_265)">