AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SEBI : IPO થી એકત્રિત ભંડોળના ઉપયોગ માટે નિયમો કડક બનાવાયા, એન્કર રોકાણકારો માટે લોક-ઇન પિરિયડમાં પણ વધારો

બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક બાદ જારી કરાયેલા એક નિવેદનમાં સેબીએ જણાવ્યું હતું કે IPO હેઠળ શેરધારકો દ્વારા વેચાણ ઓફર (OFS) દ્વારા શેરના વેચાણ માટે કેટલીક શરતો મૂકવામાં આવી છે. વધુમાં એન્કર રોકાણકારો માટે લૉક-ઇન સમયગાળો 90 દિવસ સુધી લંબાવવામાં આવશે.

SEBI : IPO થી એકત્રિત ભંડોળના ઉપયોગ માટે નિયમો કડક બનાવાયા, એન્કર રોકાણકારો માટે લોક-ઇન પિરિયડમાં પણ વધારો
Securities and Exchange Board of India - SEBI
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 7:06 AM
Share

Securities and Exchange Board of India – SEBI એ પ્રારંભીક જાહેર નિર્ગમ (IPO) થી એકત્રિત રકમનો ઉપયોગ કરવા માટેના નિયમોને કડક બનાવવાનો નિર્ણય લીધો છે. સેબીના નિરીક્ષક મંડળની મંગળવારની બેઠકમાં IPOથી પ્રાપ્ત રાશિનો ભવિષ્યમાં કોઈ એક હસ્તાંતરણ ‘લક્ષ્ય’ માટે તેની મર્યાદા નક્કી કરવામાં આવી છે. વધુમાં સામાન્ય કંપની કામકાજ માટે આરક્ષિત ફંડની દેખરેખનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્વનો નિર્ણય લેવાયો SEBI ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે જણાવ્યું છે કે IPO હેઠળ નવા શેર ઇશ્યૂ કરવાથી મળેલી આવકના માત્ર 35%નો ઉપયોગ એક્વિઝિશન અને સામાન્ય કંપની કામગીરી માટે થઈ શકે છે જેમાં એક્વિઝિશન અથવા વ્યૂહાત્મક રોકાણ માટે કોઈ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું નથી. જો કે, આ મર્યાદા એક્વિઝિશનના કિસ્સામાં લાગુ થશે નહીં જેમાં IPO દસ્તાવેજ ફાઇલ કરતી વખતે લક્ષ્યની ઓળખ કરવામાં આવી હોય અને તેનો ખુલાસો કરવામાં આવ્યો હોય. સેબીએ ઉમેર્યું હતું કે એવું અવલોકન કરવામાં આવ્યું છે કે ઘણી નવી પેઢીની ટેક્નોલોજી કંપનીઓ આવા હેતુઓ માટે ભંડોળ એકત્ર કરવાની દરખાસ્ત કરી રહી છે, જે આવા વિસ્તરણ પહેલ સાથે સંબંધિત છે. રેગ્યુલેટરે કહ્યું કે આ સિવાય કંપનીના સામાન્ય કામકાજ માટે એકત્ર કરવામાં આવેલી રકમને દેખરેખ હેઠળ લાવવામાં આવશે અને તેના ઉપયોગનો ખુલાસો મોનિટરિંગ એજન્સીના રિપોર્ટમાં કરવામાં આવશે. સેબીના ચેરપર્સન અજય ત્યાગીએ જણાવ્યું હતું કે રેગ્યુલેટર કોઈપણ રીતે IPOમાં કિંમતોને નિયંત્રિત કરવાનો ઇરાદો ધરાવતી નથી. તેમણે બોર્ડ મીટિંગ પછી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, “કિંમત શોધ એ બજારનું કામ છે. વૈશ્વિક સ્તરે પણ આ રીતે કામ થાય છે.”

આ ફેરફારો લાગુ થશે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક બાદ જારી કરાયેલા એક નિવેદનમાં સેબીએ જણાવ્યું હતું કે IPO હેઠળ શેરધારકો દ્વારા વેચાણ ઓફર (OFS) દ્વારા શેરના વેચાણ માટે કેટલીક શરતો મૂકવામાં આવી છે. વધુમાં એન્કર રોકાણકારો માટે લૉક-ઇન સમયગાળો 90 દિવસ સુધી લંબાવવામાં આવશે. તે જ સમયે નિયમનકારે બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs) માટે ફાળવણી પ્રક્રિયામાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. રેગ્યુલેટરે આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે ઘણી નવી પેઢીની ટેકનોલોજી કંપનીઓ IPO માટે દસ્તાવેજો સબમિટ કરી રહી છે.

આ પણ વાંચો :  DELHI : નાણાપ્રધાને PLI સ્કીમને ગણાવી ગેમ ચેન્જર, સ્કીમ દ્વારા રોકાણકરોને આકર્ષવામાં મદદ મળશે

આ પણ વાંચો : સતત 9મા દિવસે ઉછાળા સાથે રૂપિયો પહોંચ્યો એક મહિનાની ટોચે, જાણો તમને શું થશે ફાયદો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">