High Return Stock : આ શેરે રોકાણકારોના 1 લાખ રૂપિયાને માત્ર 9 મહિનામાં બનાવ્યા 52 લાખ, જાણો સ્ટોક અને કંપની વિશે સંપૂર્ણ માહિતી

2011 માં શરૂ થયેલી EKI Energy Services એ ભારતમાં કાર્બન ક્રેડિટ(Carbon credit) ઉદ્યોગમાં સૌથી મોટી કંપનીઓમાંની એક છે.

High Return Stock : આ શેરે રોકાણકારોના 1 લાખ રૂપિયાને માત્ર 9 મહિનામાં બનાવ્યા 52 લાખ, જાણો સ્ટોક અને કંપની વિશે સંપૂર્ણ માહિતી
EKI Energy Services Ltd Stock
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 9:00 AM

High Return Stock : શેરબજાર(Share Market)માં છેલ્લા કેટલાક દિવસોથી ઉતાર – ચઢાવની સ્થિતિ નજરે પડી રહી છે. આ સંજોગોમાં બજારની સ્પષ્ટ દિશાનું અનુમાન લગાવવું મુશ્કેલ બની રહ્યું છે. આ દરમ્યાન જો કોઈ કહે કે 2021માં જ કોઈ શેરે 5000 ટકાથી વધુ વળતર આપ્યું છે તો કદાચ કોઈ તેના પર વિશ્વાસ નહીં થાય પણ આ હકીકત છે. એક શેરે આ રિટર્ન ફક્ત એપ્રિલ 2021 થી અત્યાર સુધીમાં આપ્યું છે. EKI Energy ના શેરે (Multibagger Stock)રોકાણકારોને માલામાલ બનાવ્યા છે.

શેરમાં વૃદ્ધિની સ્થિતિ 

તારીખ                   શેરનો ભાવ(રૂ.)       આજે મળતું રિટર્ન (ટકામાં) 7 એપ્રિલ                        147                           5,192.01% 25 જૂન                         648                            1,099.30% 25 નવેમ્બર                  4961                          56.78% 20 ડિસેમ્બર                6400                         21.55%

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

EKI Energy નો શેર એપ્રિલ 2021માં 147 રૂપિયા પર ટ્રેડ થયો હતો. અને તમને જાણીને નવાઈ લાગશે કે આજે આ શેરની કિંમત 7,779 રૂપિયા છે. જો તમે આ બે નંબરો વચ્ચે ટકાવારીના તફાવતની ગણતરી કરો છો તો તમને ખબર પડશે કે આ સ્ટોકમાં 5192 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

EKI એનર્જીના સ્ટોકે લગભગ દરરોજ 5% ની અપર સર્કિટ આપી છે. વચ્ચે થોડા દિવસો સુધી ઘટાડા પછી સ્ટોક ફરીથી અપર સર્કિટ આપવાનું શરૂ કર્યું છે. આ જ કારણ છે કે ત્યાં ખરીદદારો વધુ છે પરંતુ કોઈ તેને વેચવા તૈયાર નથી.

EKI Energy શું કરે છે? 2011 માં શરૂ થયેલી EKI Energy Services એ ભારતમાં કાર્બન ક્રેડિટ(Carbon credit) ઉદ્યોગમાં સૌથી મોટી કંપનીઓમાંની એક છે. કંપની ક્લાઈમેટ ચેન્જ એડવાઈઝરી, કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ, બિઝનેસ એક્સેલન્સ એડવાઈઝરી અને ઇલેક્ટ્રિકલ સેફ્ટી ઓડિટમાં સેવાઓ પૂરી પાડે છે. જો કે તેનો મુખ્ય વ્યવસાય કાર્બન ક્રેડિટનો વેપાર કરવાનો છે.

કાર્બન ક્રેડિટ શું છે? કાર્બન ક્રેડિટ એ એક પ્રમાણપત્ર છે જે દર્શાવે છે કે વાતાવરણમાંથી એક ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં ઘટાડો થયો છે. આ ઘણીવાર વૃક્ષો વાવવા જેવી પ્રવૃત્તિઓ હાથ ધરીને અથવા ઔદ્યોગિક એપ્લિકેશન જેવા ઉત્સર્જન બિંદુઓ પર કાર્બન-ઘટાડવાના એજન્ટોનો ઉપયોગ કરીને પ્રાપ્ત થાય છે. આ પછી કાર્બન ક્રેડિટનો કાર્બન માર્કેટમાં વેપાર કરી શકાય છે.

જે કંપનીઓ કે ઉદ્યોગો માટે એક ટન કાર્બન ઉત્સર્જન બચાવવું ખૂબ મોંઘું છે તે કંપનીઓ પાસેથી આ કાર્બન ક્રેડિટ ખરીડી એક ટન કાર્બન બચાવવાનું સસ્તું પડે છે. ઉદાહરણ તરીકે જો તમે કોઈ ઉત્પાદન બનાવો છો તો તેની કિંમત 100 રૂપિયા છે પરંતુ કોઈ અન્ય વ્યક્તિ તે જ ઉત્પાદનને 30 રૂપિયા અથવા 50 રૂપિયામાં બજારમાં વેચે છે. આવી સ્થિતિમાં તમારા માટે તે વધુ સારું રહેશે કે તમે સૌથી સસ્તા વિક્રેતા પાસેથી ખરીદી કરો

EKI Energy Services Ltd ના શેરની સ્થિતિ Last Price          7,779.25 Mkt cap            5.35TCr P/E ratio          41.04 Div yield           0.013% 52-wk high        7,779.25 52-wk low         140.00

આ પણ વાંચો :   31 ડિસેમ્બર પહેલા અચૂક પતાવી લો આ 5 જરૂરી કામ નહીંતર પડશો મુશ્કેલીમાં

આ પણ વાંચો :  Petrol Diesel Price Today :ક્રૂડ ઓઈલના ભાવમાં સતત બીજા દિવસે ઉછાળો, શું મોંઘા થશે પેટ્રોલ – ડીઝલ? જાણો આજનો ભાવ

g clip-path="url(#clip0_868_265)">