GMDC અને CSIR-IMMT સંશોધન અને વિકાસ માટે વિશિષ્ટ ભાગીદારીમાં જોડાયા
આ અભૂતપૂર્વ જોડાણનો ઉદ્દેશ સંયુક્ત સંશોધન અને વિકાસ પરિયોજનાઓને સુગમ બનાવવાનો છે, જેમાં CSIR-IMMT અને GMDC બંને કન્સલ્ટન્સી સેવાઓ પ્રદાન કરશે અને વિવિધ સંશોધનાત્મક અને વિકાશલક્ષી પહેલની જરૂરિયાતોને અનુરૂપ કાર્યોની જવાબદારી હાથ ધરશે.

એક વિશિષ્ટ ઉપક્રમમાં, CSIR-ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિનરલ્સ એન્ડ મટિરિયલ્સ ટેકનોલોજી (CSIR-IMMT) અને ગુજરાત મિનરલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) દ્વારા ભુવનેશ્વરમાં CSIR-IMMTના મુખ્ય મથક ખાતે ઐતિહાસિક સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો. આ સહયોગ બે પ્રખ્યાત સંસ્થાઓ વચ્ચે સંયુક્ત સંશોધન અને વિકાસની પહેલને પ્રોત્સાહન આપવા માટે એક નિર્ણાયક ક્ષણ દર્શાવે છે.
આ એમઓયુ પર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સંજીવ કુમાર શર્મા, જી. એમ. ડી. સી.માં પ્રોજેક્ટ (આયોજન અને વહીવટ) ના વડા તેમજ ડો. રામાનુજ નારાયણ સીએસઆઈઆર-આઇએમએમટીના ડાયરેકટર દ્વારા ઔપચારિક હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્વાગત રે, જનરલ મેનેજર (Tech IV) અને જીએમડીસીના એચઆરના વડા શ્રી રાજીવ પારેખ, મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. કાલી સંજય અને સીએસઆઈઆર-આઇએમએમટીના વૈજ્ઞાનિક શ્રી ભગત લાલ ટુડુ સહીતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અભૂતપૂર્વ જોડાણનો ઉદ્દેશ સંયુક્ત સંશોધન અને વિકાસ પરિયોજનાઓને સુગમ બનાવવાનો છે, જેમાં CSIR-IMMT અને GMDC બંને કન્સલ્ટન્સી સેવાઓ પ્રદાન કરશે અને વિવિધ સંશોધનાત્મક અને વિકાશલક્ષી પહેલની જરૂરિયાતોને અનુરૂપ કાર્યોની જવાબદારી હાથ ધરશે. ખાણકામ, ખનિજ પ્રક્રિયા, નિષ્કર્ષણ ધાતુશાસ્ત્ર પ્રક્રિયા, રિસાયક્લિંગ અને અન્ય સંબંધિત ક્ષેત્રોનોઆ પ્રયાસોના મહત્ત્વના ક્ષેત્રોમાં સમાવેશ થાય છે, જેમાં નિર્ણાયક ધાતુઓની પુનઃપ્રાપ્તિ પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
વધુમાં, આ એમઓયુમાં માનવ સંસાધન વિકાસ માટેની પહેલ અને બંને સંસ્થાઓમાં ઉપલબ્ધ સુવિધાઓ અને કુશળતાનો મહત્તમ ઉપયોગ સામેલ છે. આ વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા, CSIR-IMMT અને GMDC તેમના સહયોગી પ્રયાસોને વધુ ગાઢ બનાવવા અને મહત્વપૂર્ણ ખનિજોના સંશોધન અને વિકાસના ક્ષેત્રમાં તેમના સહિયારા ઉદ્દેશોને આગળ વધારવા માટે તૈયાર છે.