AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજથી નાણાકીય વ્યવહારો સંબંધિત આ નિયમો બદલાશે, જાણો તમારા પર શું પડશે અસર

આજથી નાણાંકીય વ્યવહારો સંબંધિત ત્રણ બાબતોમાં ફેરફાર લાગુ પડવા જઈ રહ્યા છે. ATMમાંથી રોકડ ઉપાડવું મોંઘુ થશે. તો બીજી તરફ હવે તમને રજાના દિવસે પણ તમારા પગાર અથવા પેન્શન તમારા ખાતામાં મળશે.

આજથી નાણાકીય વ્યવહારો સંબંધિત આ નિયમો બદલાશે, જાણો તમારા પર શું પડશે અસર
પ્રતીકાત્મક તસ્વીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 7:08 AM
Share

આજે  1 ઓગસ્ટ 2021 થી નાણાં સંબંધિત કેટલાક નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ ફેરફારોની અસર આપણા જીવન પર પડશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ નાણાં સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. આ પરિવર્તન પછી એક તરફ ATMમાંથી રોકડ ઉપાડવું મોંઘુ થશે. તો બીજી તરફ RBIએ સામાન્ય લોકોની સુવિધા માટે એક મોટું પગલું ભર્યું છે. RBIએ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) ના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ સાથે હવે તમને રજાના દિવસે પણ તમારા પગાર અથવા પેન્શન તમારા ખાતામાં મળશે. ચાલો આપણે જાણીએ કે કયા નિયમો બદલાવા જઈ રહ્યા છે.

હવે રજાના દિવસે પણ પગાર ખાતામાં જમા થશે  તમારે હવે પગાર, પેન્શન અને ઇએમઆઇ ચુકવણી જેવા મહત્વપૂર્ણ વ્યવહારો માટે કામકાજના દિવસોની રાહ જોવી પડશે નહીં. આરબીઆઈએ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) ના નિયમોમાં ફેરફાર કર્યા છે. NACH એ NPCI દ્વારા સંચાલિત બલ્ક પેમેન્ટ સિસ્ટમ છે. જે ડિવિડન્ડ, વ્યાજ, પગાર અને પેન્શન જેવી વિવિધ પ્રકારની ક્રેડિટ ટ્રાન્સફરની સુવિધા પૂરી પાડે છે. હાલમાં NACH સેવાઓ ફક્ત એવા દિવસો પર ઉપલબ્ધ છે જ્યારે બેંકો કામ કરે છે પરંતુ આજે  1 લી ઓગસ્ટથી આ સુવિધા અઠવાડિયાના બધા દિવસે ઉપલબ્ધ રહેશે.

ATM માંથી કેશ ઉપાડ અંગે આ માહિતી જાણવી જરૂરી RBIના નવા નિયમો હેઠળ હવે બેંક ગ્રાહકો તેમની બેંકના ATMથી દર મહિને 5 ફ્રી ટ્રાંઝેક્શનની સુવિધાનો લાભ લઈ શકે છે. આ પછી તેઓએ ઉપાડ પર ચાર્જ ચૂકવવો પડશે. RBIએ આર્થિક વ્યવહારો માટે ટ્રાન્ઝેક્શન દીઠ ઇન્ટરચેંજ ફી 15 થી વધારીને 17 રૂપિયા કરી અને તમામ કેન્દ્રો પર નાણાંકીય વ્યવહાર માટે ફી રૂ.5 થી વધારીને 6 કરી દીધી છે. બેંકના ગ્રાહકને દરેક એટીએમ કેશ ઉપાડ માટે છૂટ હશે પણ આ ઉપરાંતના વ્યવહારો માટે 21 રૂપિયા ચૂકવવા પડશે. હાલ આ ફી 20 રૂપિયા છે. આ નિયમ આવતા વર્ષે જાન્યુઆરીથી લાગુ થશે.

ICICI બેંકમાંથી પૈસા ઉપાડવું મોંઘુ છે તમે આઈસીઆઈસીઆઈ બેંક સાથે દર મહિને ચાર ટ્રાંઝેક્શન કરી શકો છો એટલે કે, તમે મહિનામાં ચાર વાર એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકો છો. જો કોઈ ચાર કરતા વધારે વખત પૈસા ઉપાડશે, તો તેને વન-ટાઇમ ટ્રાન્ઝેક્શન મુજબ 150 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે બેંકમાંથી પૈસા ઉપાડવા પર દરેક વ્યવહાર પર 150 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય આઈસીઆઈસીઆઈ બેંકે દર મહિને 1 લાખ રૂપિયા સુધીના ટ્રાંઝેક્શન નક્કી કર્યા છે. આ પછી તેઓએ પૈસા ઉપાડવા પર ચાર્જ ચૂકવવો પડશે.

આ પણ વાંચો : Forex Reserves: દેશની તિજોરીમાં ઘટાડો નોંધાયો , વિદેશી મુદ્રા ભંડાર 1.6 અબજ ડોલર ઘટ્યું, જાણો વિગતવાર

આ પણ વાંચો  : Bank holiday in August 2021 : ઓગસ્ટમાં 15 દિવસ બેંક બંધ રહેશે, કામ અટકી ન પડે તે માટે કરી લો એડવાન્સ પ્લાનિંગ

Follow Us
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
g clip-path="url(#clip0_868_265)">