AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank holiday in August 2021 : ઓગસ્ટમાં 15 દિવસ બેંક બંધ રહેશે, કામ અટકી ન પડે તે માટે કરી લો એડવાન્સ પ્લાનિંગ

આ 15 રજાઓ સ્થાનિક તહેવારો અનુસાર એકસાથે દરેક રાજ્યમાં આવતી નથી. તમારે બેંકમાં જતા પહેલા રજાઓની યાદી તપાસવી જોઇએ. બેંકિંગ રજાઓની યાદી RBI  દ્વારા જારી કરવામાં આવે છે.રાજ્ય અનુસાર બેંકની રજાઓ અલગ – અલગ હોય છે.

Bank holiday in August 2021 : ઓગસ્ટમાં 15 દિવસ બેંક બંધ રહેશે, કામ અટકી ન પડે તે માટે કરી લો એડવાન્સ પ્લાનિંગ
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 6:55 AM
Share

Bank holiday in August 2021 : જો તમારી પાસે ઓગસ્ટ મહિનામાં મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ છે તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. ઓગસ્ટમાં બે – ચાર દિવસ નહીં પરંતુ બેંકો 15 દિવસ માટે બંધ(Bank holiday) રહેશે. જોકે આ 15 રજાઓ સ્થાનિક તહેવારો અનુસાર એકસાથે દરેક રાજ્યમાં આવતી નથી. તમારે બેંકમાં જતા પહેલા રજાઓની યાદી તપાસવી જોઇએ. બેંકિંગ રજાઓની યાદી RBI  દ્વારા જારી કરવામાં આવે છે.રાજ્ય અનુસાર બેંકની રજાઓ અલગ – અલગ હોય છે.

RBI રજાઓ જાહેર કરે છે RBI અલગ – અલગ રાજ્યો અનુસાર બેંકની રજાઓ નક્કી કરે છે. ઓગસ્ટ મહિનામાં બેંકો કુલ 15 દિવસ (RBI Bank Holidays List) માટે બંધ રહેશે. તમને જણાવી દઈએ કે બેંકો દર રવિવારે અને મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. આ ઉપરાંત, દરેક રાજ્યમાં વિવિધ તહેવારો, મેળા અથવા કોઈ વિશિષ્ટ કાર્યને કારણે બેંકોમાં રજાઓ રહેતી હોય છે.

જુઓ RBIનું લિસ્ટ (Bank Holiday in August 2021)

1 ઓગસ્ટ, 2021: મહિનાના પહેલા દિવસે રવિવાર હોવાથી બેંકમાં રજા રહેશે. 8 ઓગસ્ટ, 2021: રવિવાર હોવાથી બેંકમાં રજા રહેશે. 13 ઓગસ્ટ, 2021: આ દિવસે Patriot’s Dayના કારણે ઇમ્ફાલની બેંકો બંધ રહેશે. 14 ઓગસ્ટ, 2021: અઠવાડિયાનો બીજો શનિવાર હોવાના કારણે બેંક બંધ રહેશે. 15 ઓગસ્ટ, 2021: આ દિવસે રવિવાર હોવાથી બેંકના કામકાજમાં રજા રહેશે. 16 ઓગસ્ટ, 2021: આ દિવસે પારસીઓનું નવું વર્ષ હોવાના કારણે મહારાષ્ટ્રના બેલાપુર, મુંબઈ અને નાગપુર ઝોનની બેંકમાં રજા રહેશે. 19 ઓગસ્ટ, 2021: આ દિવસે મોહરમના કારણે અગરતલા ઝોન, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, જમ્મૂ, કાનપુર,કોલકત્તા, લખનઉ, મુંબઇ, નાગપુર. નવી દિલ્હી, રાયપુર, પટના, શ્રીનગર અને રાંચી ઝોનમાં બેંક બંધ રહેશે. 20 ઓગસ્ટ, 2021: આ દિવસે મોહરમ અને પહેલું ઓણમ હોવાથી બેંગલુરુ, ચેન્નઈ, કોચ્ચી, કેરળમાં બેંક બંધ રહેશે. 21 ઓગસ્ટ, 2021: આ દિવસે થિરુવોણમ હોવાના કારણે કોચી અને કેરળ ઝોનની બેંક બંધ રહેશે. 22 ઓગસ્ટ, 2021: આ દિવસે રવિવાર અને રક્ષાબંધન હોવાના કારણે બેંક બંધ રહેશે. 23 ઓગસ્ટ , 2021: આ દિવસે શ્રી નારાયણ ગુરુ જયંતી હોવાના કારણે કોચ્ચી અને કેરળની બેંકમાં રજા રહેશે. 28 ઓગસ્ટ, 2021: આ દિવસે ચોથો શનિવાર હોવાના કારણે બેંકમાં રજા રહેશે. 29 ઓગસ્ટ, 2021ઃ આ દિવસે રવિવારના હોવાના કારણે બેંકમાં રજા રહેશે. 30 ઓગસ્ટ, 2021: આ દિવસે જન્માષ્ટમી હોવાના કારણે અમદાવાદ, ચંડીગઢ, દહેરાદૂન, ગંગટોક, જયપુર, જમ્મૂ, કાનપુર, લખનઉ, પટના,રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગર ઝોનમાં બેંક બંધ રહેશે. 31 ઓગસ્ટ, 2021: શ્રી કૃષ્ણ અષ્ટમી હોવાના કારણે હૈદરાબાદમાં બેંકમાં રજા રહેશે.

પાંચ દિવસનું લોન્ગ વિકેન્ડ મળશે ઓગસ્ટ મહિનામાં પાંચ દિવસ લાબું વિકેન્ડ મળશે. આ રજાઓ 19 થી 23 ઓગસ્ટની વચ્ચે છે. આ સ્થિતિમાં આ રજાઓ એક સાથે જે ઝોનમાં આવી રહી છે ત્યાં કામનું એડવાન્સ પ્લાનિંગ જરૂરી બને છે.

આ પણ વાંચો : આજથી નાણાકીય વ્યવહારો સંબંધિત આ નિયમો બદલાશે, જાણો તમારા પર શું પડશે અસર

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">