Forex Reserves: દેશની તિજોરીમાં ઘટાડો નોંધાયો , વિદેશી મુદ્રા ભંડાર 1.6 અબજ ડોલર ઘટ્યું, જાણો વિગતવાર

FCA 1.12 અબજ ડોલર ઘટીને 567.628 અબજ ડોલર થયું છે. વિદેશી ચલણની અસ્કયામતો જે ડોલરના મૂલ્યમાં વ્યક્ત કરવામાં આવે છે તેમાં અન્ય વિદેશી ચલણના મૂલ્યમાં વધારા અથવા ઘટાડાની અસર પણ સામેલ છે

Forex Reserves:  દેશની તિજોરીમાં ઘટાડો નોંધાયો , વિદેશી મુદ્રા ભંડાર 1.6 અબજ ડોલર ઘટ્યું, જાણો વિગતવાર
Forex Reserve of India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 6:42 AM

દેશનું વિદેશી મુદ્રા ભંડાર(Forex Reserves) 23 જુલાઈ 2021 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 1.581 અબજ ડોલર ઘટીને 611.149 અબજ ડોલર રહ્યું છે. ભારતીય રિઝર્વ બેન્કે(RBI) આ માહિતી જાહેર કરી છે. 16 જુલાઈ 2021 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 83.5 કરોડ ડોલર વધીને 612.730 અબજ ડોલરનીસર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો. રિઝર્વ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર રિપોર્ટિંગ સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું કારણ વિદેશી ચલણ અસ્કયામતો (FCA) માં ઘટાડો છે જે એકંદર અનામતનો મુખ્ય ઘટક છે.

આ સમયગાળા દરમિયાન FCA 1.12 અબજ ડોલર ઘટીને 567.628 અબજ ડોલર થયું છે. વિદેશી ચલણની અસ્કયામતો જે ડોલરના મૂલ્યમાં વ્યક્ત કરવામાં આવે છે તેમાં અન્ય વિદેશી ચલણના મૂલ્યમાં વધારા અથવા ઘટાડાની અસર પણ સામેલ છે જેમ કે વિદેશી વિનિમય અનામતમાં રાખવામાં આવેલ યુરો, પાઉન્ડ અને યેનનો પણ સમાવેશ થાય છે.

સોનાના ભંડારમાં 44.9 કરોડ ડોલરનો ઘટાડો આંકડાકીય માહિતી અનુસાર સોનાના ભંડારમાં 449 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે. ડેટા અનુસાર આ સમયગાળા દરમિયાન સોનાનો ભંડાર 44.9 કરોડ ડોલર ઘટીને 36.884 અબજ ડોલર થયો છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ સાથે સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) 3 મિલિયન ડોલર ઘટીને 1.546 અબજ ડોલર થઈ ગયું. રિઝર્વ બેંકે કહ્યું કે સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન IMF પાસે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર પણ 9 મિલિયન ડોલર ઘટીને 5.091 અબજ થયું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જૂન ક્વાર્ટરમાં રાજકોષીય ખાધના અંદાજના 18.2 ટકા અહીં સરકારની રાજકોષીય સ્થિતિની વાત કરીએ તો CGA દ્વારા એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર આ વર્ષે જૂનના અંતમાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ 2.74 લાખ કરોડ રૂપિયા હતી. આ સમગ્ર વર્ષ (2021-22) માટે અંદાજિત બજેટ ખાધના 18.2 ટકા છે. જૂન 2020 ના અંતે નાણાકીય વર્ષ 2020-21 માટે રાજકોષીય ખાધ બજેટ અંદાજના 83.2 ટકા સુધી પહોંચી ગઈ હતી. આ વખતે જૂનના અંતે રાજકોષીય ખાધ 2,74,245 કરોડ રૂપિયા હતી.

સરકારનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2021-22ના અંતે રાજકોષીય ખાધ 15,06,812 કરોડ રૂપિયા અથવા કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) ના 6.8 ટકા રહેશે. વર્ષ 2020-21માં રાજકોષીય ખાધ અથવા ખર્ચ અને આવક વચ્ચેનો તફાવત કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) ના 9.3 ટકા હતો. આ ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા બજેટના સુધારેલા બજેટ અંદાજના 9.5 ટકાથી ઓછો છે, જે રાજકોષીય સ્થિતિમાં સુધારાનું પરિણામ છે.

આ પણ વાંચો : આજથી નાણાકીય વ્યવહારો સંબંધિત આ નિયમો બદલાશે, જાણો તમારા પર શું પડશે અસર

g clip-path="url(#clip0_868_265)">