EPFO હવેથી Paytm Payments Bankમાંથી મળેલા ક્લેમ સ્વીકારશે નહીં, વાંચો વિગતવાર માહિતી
Paytm Payments Bank પર ચાલી રહેલા સંકટને ધ્યાનમાં રાખીને એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન - EPFOએ 23 ફેબ્રુઆરીથી પ્લેટફોર્મ પર ડિપોઝીટ અથવા ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂક્યો છે. EPFO એ 8 ફેબ્રુઆરીએ આ સંબંધમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે.
Paytm Payments Bank પર ચાલી રહેલા સંકટને ધ્યાનમાં રાખીને એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન – EPFOએ 23 ફેબ્રુઆરીથી પ્લેટફોર્મ પર ડિપોઝીટ અથવા ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂક્યો છે. EPFO એ 8 ફેબ્રુઆરીએ આ સંબંધમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે.
આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે સેન્ટ્રલ રિઝર્વ બેંકે 29 ફેબ્રુઆરીથી Paytm Payments Bankના ગ્રાહકોના ખાતામાં ડિપોઝીટ અથવા ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂક્યો છે જેને ધ્યાનમાં રાખીને EPFOની તમામ ક્ષેત્રીય કચેરીઓ 23 ફેબ્રુઆરી 2024 થી Paytm Payments Bank Limited સાથે જોડાયેલા બેંક ખાતાઓમાંથી ક્લેમ સ્વીકારશે નહીં.
તેનો અર્થ એ છે કે, જે પણ ખાતાઓ EPF ક્લેમ ઇશ્યૂ કરે છે જે Paytm Payments Bank સાથે જોડાયેલા છે તે નકારવામાં આવશે. આવા ખાતામાં કોઈ પણ પ્રકારની રકમ જમા થશે નહીં. સંગઠને એમ પણ કહ્યું કે આ નવા બદલાવ અંગે લોકોને જાગૃત કરવાની જરૂર છે. EPFOએ ગયા વર્ષે જ Paytm Payments Bank અને Airtel Payments Bank દ્વારા ટ્રાન્ઝેક્શનની સુવિધા શરૂ કરી હતી.
RBIએ 31 જાન્યુઆરીએ એક પરિપત્ર જાહેર કરીને Paytm Payments Bank પર કાર્યવાહી કરી હતી. ઘણા નિયમોના ઉલ્લંઘનને કારણે 29 ફેબ્રુઆરીથી તેની બેંકિંગ સેવાઓ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ પર બેંક ખાતામાં કોઈ જમા કે ક્રેડિટ થશે નહીં. આ પછી EPFOએ પણ આ પ્લેટફોર્મને તેના નેટવર્કમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે.
RBI એ Paytm Payments Bank Limedને 29 ફેબ્રુઆરી 2024 પછી કોઈપણ ગ્રાહક ખાતા, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ, વૉલેટ અને ફાસ્ટેગ વગેરેમાં ડિપોઝિટ અથવા ટોપ-અપ્સ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી Paytm પર FEMA નિયમોના ઉલ્લંઘનના આરોપો પણ લાગ્યા હતા જેને કંપનીએ ફગાવી દીધા હતા જોકે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આ સંદર્ભમાં તપાસ શરૂ કરી છે.
પેટીએમ અને પેટીએમ પેમેન્ટ બેંક બંને અલગ છે
તમને જણાવી દઈએ કે Paytm Payments Bankમાં જમા તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી. સૌ પ્રથમ તમારે જાણવું જોઈએ કે પેટીએમ એપ અને પેટીએમ પેમેન્ટ બેંક બે અલગ-અલગ કંપનીઓ છે. નોંધનીય છે કે આરબીઆઈએ બેંક વિંગ પર કાર્યવાહી કરી છે અને એપ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. Paytm એપની મૂળ કંપની One97 Communications છે. Paytmના સ્થાપક વિજય શેખર શર્મા Paytm પેમેન્ટ બેંકમાં 51 ટકા શેર ધરાવે છે જ્યારે 49 ટકા શેર One97 Communications પાસે છે.