મોટા સમાચાર! 1 એપ્રિલથી 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે E-Invoice થશે ફરજિયાત

|

Feb 26, 2022 | 11:57 PM

20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વ્યવસાયોએ 1 એપ્રિલથી B2B ટ્રાન્ઝેક્શન માટે ઇલેક્ટ્રોનિક ઇન્વૉઇસ જનરેટ કરવાના રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સે આ માહિતી આપી છે.

મોટા સમાચાર! 1 એપ્રિલથી 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે E-Invoice થશે ફરજિયાત
Symbolic Image

Follow us on

20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા કારોબારોએ (Business) 1 એપ્રિલથી B2B વ્યવહારો માટે ઈલેક્ટ્રોનિક ઈન્વોઈસ (E-Invoice) જનરેટ કરવાનું રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સે આ માહિતી આપી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એક્ટ હેઠળ,  500 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે 1 ઓક્ટોબર 2020 થી બિઝનેસ ટુ બિઝનેસ (B2B) વ્યવહારો માટે ઈ-ઈનવોઈસિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. તેને બાદમાં 1 જાન્યુઆરી, 2021 થી એ કંપનીઓ માટે પણ લાગુ કરવામાં આવ્યું હતું, જેનું ટર્નઓવર 100 કરોડથી વધુ છે.

ગયા વર્ષે 1 એપ્રિલથી, 50 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ B થી B ઇનવોઇસ જનરેટ કરી રહી હતી. હવે તેને વધારીને 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે લાગુ કરવામાં આવી રહ્યો છે. આ સાથે, 1 એપ્રિલ 2022 થી વધુ સપ્લાયરોએ ઈ-ઈનવોઈસ જનરેટ કરવાની જરૂર પડશે. જો ઇનવોઇસ માન્ય ન હોય, તો વ્યક્તિ યોગ્ય દંડ સિવાય તેના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ શકશે નહીં.

પીટીઆઈના અહેવાલ મુજબ, EY ઈન્ડિયાના ટેક્સ પાર્ટનર બિપિન સાપરાએ જણાવ્યું હતું કે, આ પગલા સાથે, સરકાર કમ્પ્લાયન્સ ઓટોમેશનને મોટી સંખ્યામાં કરદાતાઓ સુધી લઈ ગઈ છે, જે માત્ર અનુપાલનને જ સરળ નહીં બનાવે, તેના બદલે, ઇનપુટ ટેક્સ ક્રેડિટ ફ્રોડને કારણે થનારુ આવકનું નુકસાન પણ ઓછું થશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

AMRG એન્ડ એસોસિએટ્સના સિનિયર પાર્ટનર રાજન મોહનનું કહેવું છે કે SME સેક્ટરે ટૂંક સમયમાં આ ફેરફાર લાગુ કરવો પડશે, જેના કારણે કંપનીઓને ઘણી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓ પણ બદલવી પડી શકે છે.

ઇનવોઇસનો શું ફાયદો થશે?

તમને જણાવી દઈએ કે ઈન્વોઈસિંગ હેઠળ કરદાતાઓએ તેમની આંતરિક સિસ્ટમ દ્વારા બિલ જનરેટ કરવાનું હોય છે અને તેની માહિતી ઓનલાઈન ઈન્વોઈસ રજીસ્ટ્રેશન પોર્ટલ (IRP)ને આપવાની હોય છે. ઈ-ઈનવોઈસ બિલિંગ સિસ્ટમ હેઠળ, ઈન્વોઈસ સિસ્ટમમાં તમામ સ્થળોએ એક જ ફોર્મેટના બિલ ચોક્કસ રીતે જનરેટ કરવામાં આવશે. આ બિલ દરેક જગ્યાએ એકસરખા બનાવવામાં આવશે અને રિયલ ટાઈમમાં દેખાશે.

ઈલેક્ટ્રોનિક ઈન્વોઈસ બિલિંગ સિસ્ટમમાં, દરેક હેડને પ્રમાણભૂત ફોર્મેટમાં લખવામાં આવશે. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે બિલ બનાવ્યા પછી ઘણી જગ્યાએ ફાઇલિંગ નહીં કરવું પડે. દર મહિને GST રિટર્ન ફાઇલ કરવા માટે એક અલગ ઇનવોઇસ એન્ટ્રી હોય છે. વાર્ષિક રિટર્ન ફાઈલ કરવા માટે અલગ એન્ટ્રી છે અને ઈ-વે બિલ જનરેટ કરવા માટે અલગ એન્ટ્રી કરવાની હોય છે. હવે અલગથી ફાઇલ કરવાની જરૂર નથી.

આ પણ વાંચો :  રશિયાને SWIFT નેટવર્કમાંથી બહાર કરવાના પ્રયાસો વધુ તેજ, જાણો શું છે આ સિસ્ટમ અને શું થશે નિર્ણયની અસર

Next Article