ગુજરાત સહીત 17 રાજ્યમાં રોકેટની ઝડપે થઈ રહ્યો છે વિકાસ, GSDP માં નોંધપાત્ર વૃદ્ધિ

ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ, પંજાબમાં PITEX ટ્રેડ ફેર અને તેલંગાણામાં આઈટી કોરિડોર જેવી પહેલથી દેશમાં વિદેશી રોકાણ આકર્ષ્યું છે.

ગુજરાત સહીત 17 રાજ્યમાં રોકેટની ઝડપે થઈ રહ્યો છે વિકાસ, GSDP માં નોંધપાત્ર વૃદ્ધિ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2024 | 5:10 PM

બીજા ક્વાર્ટરમાં દેશનો GDP ભલે ઘટીને 5.4 ટકા પર આવી ગયો હોય, પરંતુ કોવિડ રોગચાળા પછી, ગુજરાત સહીત દેશના 17 રાજ્યોએ 9 ટકાનો વિકાસ દર હાંસલ કર્યો છે. PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અહેવાલ મુજબ, 25 રાજ્યોએ નાણાકીય વર્ષ 2021-22 અને 2022-23 દરમિયાન તેમના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) માં 7 ટકાથી વધુ વૃદ્ધિ હાંસલ કરી છે.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આમાંથી 17 રાજ્યોએ 9 ટકાના પ્રભાવશાળી વિકાસ દરને પાર કરી લીધો છે, જેમાં ગુજરાત, કેરળ, તેલંગાણા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, બિહાર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઓડિશા જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.

કયા રાજ્યનું કયા ક્ષેત્રમાં યોગદાન ?

PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અહેવાલ મુજબ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ કૃષિ ઉત્પાદનમાં અગ્રણી રાજ્ય છે. જેણે દેશની ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવી છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઓડિશાએ તેમની ખનિજ સંપત્તિનો ઉપયોગ કરીને ઔદ્યોગિક પ્રગતિ હાંસલ કરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકે તકનીકી અને ઔદ્યોગિક વિકાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. કેરળ, રાજસ્થાન અને ગોવા જેવા પ્રવાસન-સઘન રાજ્યોએ ભારતના સાંસ્કૃતિક વારસાનો લાભ લીધો છે, જેના કારણે વિદેશી હૂંડિયામણની કમાણી વધી છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ વિકાસ

તમિલનાડુ અને આંધ્ર પ્રદેશે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, જ્યારે રાજસ્થાન અને ગુજરાતે પુનઃપ્રાપ્ય ઉર્જા પહેલમાં આગેવાની લીધી છે. પૂર્વોત્તર રાજ્યોમાં કનેક્ટિવિટી સુધારણાએ આ પ્રદેશને વેપાર અને પર્યટનના હબમાં પરિવર્તિત કર્યો છે.

માનવ વિકાસ અને વિદેશી રોકાણ

કેરળ અને તમિલનાડુએ શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં નવીનતા કરીને માનવ વિકાસ સૂચકાંકમાં સુધારો કર્યો છે. ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ, પંજાબમાં PITEX ટ્રેડ ફેર અને તેલંગાણામાં આઈટી કોરિડોર જેવી પહેલોએ વિદેશી રોકાણ આકર્ષ્યું છે.

“વિકસિત ભારત”ની વ્યૂહરચના

PHDCCI એ ભારતના વિકાસને વેગ આપવા માટે નવ પાયાવાળી વ્યૂહરચનાનો પ્રસ્તાવ મૂક્યો છે. આમાં વ્યવસાય કરવાની સરળતા, સંચાલન ખર્ચમાં ઘટાડો, માળખાકીય સુવિધાઓનો વિકાસ, ટકાઉ વિકાસને પ્રોત્સાહન, સેવા ક્ષેત્રનું વિસ્તરણ, નિકાસ વૃદ્ધિ, કૌશલ્ય વિકાસ, આરોગ્ય અને શિક્ષણમાં રોકાણ અને સફળ પ્રેક્ટિસની વહેંચણીનો સમાવેશ થાય છે.

g clip-path="url(#clip0_868_265)">