જો તમે એક કરતાં વધારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો ધ્યાન રાખજો, જાણો તેના ફાયદા અને ગેરફાયદા
લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. કેટલાક પાસે 1 ક્રેડિટ કાર્ડ હોય છે અને કેટલાક લોકો પાસે 1 કરતા વધારે ક્રેડિટ કાર્ડ હોય છે. કોઈ પણ પ્રકારના પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદાઓ થાય છે. આ સાથે જ તેના ગેરફાયદાઓ પણ છે.
હાલ મોટા પાયા પર લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. કેટલાક પાસે 1 ક્રેડિટ કાર્ડ હોય છે અને કેટલાક પાસે 1 કરતા વધારે ક્રેડિટ કાર્ડ હોય છે. કોઈ પણ પ્રકારના પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદાઓ થાય છે. આ સાથે જ તેના ગેરફાયદાઓ પણ છે. આજે આપણે જાણીશું કે, એકથી વધારે ક્રેડિટ કાર્ડ રાખવાના શું ફાયદા થાય છે અને શું ગેરફાયદા છે.
ક્રેડિટ કાર્ડના ફાયદા વિશે જાણો
લોકો જ્યારે ચૂકવણી કરવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે ત્યારે વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ, શોપિંગ કરવા પર ઓફર્સ અને 50 દિવસ માટે વ્યાજ વગરની લોન આપે છે. ક્રેડિટ કાર્ડ દ્વારા તમે તમારા જુદા-જુદા બિલ પેમેન્ટ પણ કરી શકો છો. આ સાથે જ તમે હપ્તા જમા કરાવી શકો છો અને જો જરૂર પડે તો તમે કેશ પણ ઉપાડી શકો છો. ક્રેડિટ કાર્ડના ફાયદા છે, પરંતુ થોડી બેદરકારી નુકસાન પણ કરી શકે છે.
1 થી વધારે ક્રેડિટ કાર્ડથી થતા ગેરફાયદા
- જો તમે ક્રેડિટ કાર્ડનો નિયમિત ઉપયોગ નથી કરતા તો તેનાથી નાણાકીય પ્રોફાઇલ પર નેગેટિવ અસર કરી શકે છે.
- ઈનએકટિવ ચાર્જીસ લાગે છે.
- ક્રેડિટ સ્કોર ઓછો થાય છે.
- રિવોર્ડ્સ પોઈન્ટનું નુકશાન થાય છે.
- ક્રેડિટ હિસ્ટ્રી સમાપ્ત થાય છે.
- ક્રેડિટ લિમિટ પણ ઓછી થાય છે.
- આવકવેરા વિભાગ પણ તમારા પર નજર રાખી શકે છે.
આ બાબતોનું રાખો ધ્યાન
- દરેક બેંક અથવા કંપનીના ક્રેડિટ કાર્ડ માટે વાર્ષિક ચાર્જ અલગ અલગ હોય છે. તેથી તેના વિશે તમને જાણકારી હોવી જોઈએ.
- દરેક ક્રેડિટ કાર્ડમાં નિર્ધારિત મર્યાદા સુધીની ખરીદી પર જ ડિસ્કાઉન્ટ મળે છે. તેથી તેની જાણ હોવી જોઈએ.
- ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ચૂકવો. જો તેની અવધિ વધી જશે તો તેના પર વ્યાજ લેવામાં આવે છે.
- શક્ય હોય ત્યા સુધી ક્રેડિટ કાર્ડમાંથી ક્યારેય રોકડ ઉપાડવી નહીં. કારણ કે તેના પર વધારે ચાર્જ ચૂકવવો પડે છે.
આ પણ વાંચો : ગુજરાતી કંપનીના IPO એ રોકાણકારોને કર્યા માલામાલ, શેરનું 160 ટકાના પ્રીમિયમ પર થયું ધમાકેદાર લિસ્ટિંગ
બીજું ક્રેડિટ કાર્ડ લેતા પહેલા, તમારે તમારા દૈનિક ખર્ચાઓ અને જીવનશૈલી વિશે સમજવું પડશે. ત્યારબાદ તે મુજબ તમારે અન્ય ક્રેડિટ કાર્ડ લેવું જોઈએ. જો તમે ફ્લાઇટ દ્વારા નિયમિત મુસાફરી કરો છો, તો તમારા માટે એર માઈલ્સ ક્રેડિટ કાર્ડ વધારે સારું રહેશે. જો તમે વધારે શોપિંગ કરો છો, તો તમારા માટે શોપિંગ ક્રેડિટ કાર્ડ સારું રહેશે.