AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Loans: ફેસબુકે ભારતમાં SMEs માટે શરૂ કરી સ્મોલ બિઝનેસ લોન, આ 200 શહેરમાં મળશે 50 લાખ સુધીની લોન

ઉદ્યોગો ધિરાણ પ્લેટફોર્મ ઈન્ડીફાઈ (Indifi)ની મદદથી રૂ. 5થી રૂ. 50 લાખની રેન્જમાં લોન મેળવી શકાય છે. ભારત પ્રથમ દેશ છે, જ્યાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

Business Loans: ફેસબુકે ભારતમાં SMEs માટે શરૂ કરી સ્મોલ બિઝનેસ લોન, આ 200 શહેરમાં મળશે 50 લાખ સુધીની લોન
Smit Sojitra
| Edited By: | Updated on: Aug 20, 2021 | 7:49 PM
Share

સોશિયલ મીડિયા (Social Media) જાયન્ટ ફેસબુકે(Facebook) 20 ઓગસ્ટના રોજ સ્મોલ બિઝનેસ લોન્સની(Business Loans) પહેલ શરૂ કરી, જે નાના અને મધ્યમ ઉદ્યોગોને ભારતના 200 શહેરોમાં 5 રૂપિયાથી 50 લાખ રૂપિયા સુધીની લોન લેવાની મંજૂરી આપે છે. કંપનીએ લોન વિતરણ માટે ધિરાણ પ્લેટફોર્મ ઈન્ડીફાઈ(Indifi) સાથે ભાગીદારી કરી છે. ભારત પ્રથમ દેશ છે જ્યાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

ફેસબુક ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર અજિત મોહને આ પહેલની શરૂઆતની જાહેરાત કરતા મીડિયાને જણાવ્યું હતું કે પાંચ દિવસની અંદર 17-20 ટકાના પૂર્વ નિર્ધારિત વ્યાજ દર સાથે આવતી લોન માટે કોઈ જામીન જરૂરી નથી. મહિલાઓના નેતૃત્વમાં ચાલતા વ્યવસાય માટે વ્યાજ દરમાં પણ 0.2 ટકાનો ઘટાડો છે.

મેનેજિંગ ડિરેક્ટર અજિત મોહને કહ્યું કે લોન પહેલ દેશમાં નાના અને મધ્યમ ઉદ્યોગો (SMEs) દ્વારા સામનો કરવામાં આવતી ધિરાણની પહોંચના પડકારને ઉકેલવા માટે છે. કંપનીએ ભારત સહિત 30 દેશો માટે સપ્ટેમ્બર 2020માં જાહેર કરેલી $ 100 મિલિયન ફેસબુક બિઝનેસ ગ્રાન્ટ પછી આ પહેલ કરવામાં આવી છે. રોગચાળાથી પ્રભાવિત કંપનીઓ માટે પાંચ શહેરો, નવી દિલ્હી, ગુડગાંવ, મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુમાં 3,000 ભારતીય SMBsમાં લગભગ 4 મિલિયન ડોલર તૈનાત કરવામાં આવ્યા હતા. જ્યારે પ્રોગ્રામ ફેસબુક સાથે કો-ડિઝાઈન્ડ(co-designed) કરવામાં આવ્યો છે, ત્યારે ઈન્ડીફાઈ લોન વિતરણ અને લોનની વસૂલાત અંગેનો મુખ્ય નિર્ણય લેશે.

વ્યવસાયો માટે લોન વિતરણની સંખ્યા પર કોઈ મર્યાદા ન હોવા છતાં મોહન અપેક્ષા રાખે છે કે અન્યો દ્વારા પણ પહેલ કરવામાં આવશે અને બજારમાં વધુ મૂડી ઉપલબ્ધ થશે. વધુમાં અજિત મોહને સમજાવ્યું.“અમે જે ભૂમિકા ભજવી રહ્યા છીએ તે નાના ઉદ્યોગો સાથે સંકળાયેલી છે, જેઓ ફેસબુક પર જાહેરાત કરે છે અને તેથી અમે ગ્રોથ ઓપર્ચ્યુનિટીથી વાકેફ છીએ, જે મૂડીની એક્સેસના અભાવે અટકાયેલી છે.”

અજિત મોહનના જણાવ્યા મુજબ ફેસબુકનો સ્વાર્થ અહીં એ છે કે નાના અને મધ્યમ વ્યાપારના ઈકોસિસ્ટમનો વ્યાપક વિકાસ થાય છે, જે બાદમાં કંપનીને પણ મદદ કરશે. તેમણે ઉમેર્યું કે “બદલામાં આપણને જે મળી રહ્યું છે તે એ છે કે અમને આશા છે કે આમાંની કેટલીક કંપનીઓ અત્યંત સફળ વૈશ્વિક વ્યવસાયો (global businesses) બનશે અને તેમાંથી મોટાભાગના ખૂબ જ સફળ રાષ્ટ્રીય ઉદ્યોગો(national businesses) બનશે. મને લાગે છે કે તે આપણા માટે અને અર્થતંત્ર(economy) માટે પણ સારું છે.”

વૈશ્વિક સ્તરે લગભગ 200 મિલિયન વ્યવસાયો છે, જે ગ્રાહકો સાથે જોડાવા માટે દર મહિને ઈન્સ્ટાગ્રામ (Instagram) અને વોટ્સએપ જેવી ફેસબુક(Facebook) એપ્લિકેશન્સનો ઉપયોગ કરે છે અને આ વ્યવસાયોની નોંધપાત્ર સંખ્યા ભારતમાંથી છે. માત્ર વોટ્સએપ(WhatsApp) પર કંપનીના ભારતમાં 15 મિલિયન બિઝનેસ યુઝર્સ છે.

આ પણ વાંચો: IND vs ENG: ઈંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન ટીમ પર બગડ્યો, ઈંગ્લીશ ખેલાડીઓને મન મૂકીને સંભળાવી, ટીમ ઈન્ડીયા માટે કહ્યું આમ

આ પણ વાંચો: SURAT : અફઘાનિસ્તાન પર તાલીબાનના કબ્જાથી ટેક્સટાઈલ ઉદ્યોગનું 400 કરોડથી વધુનું પેમેન્ટ અટવાયું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">