AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ઈંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન ટીમ પર બગડ્યો, ઈંગ્લીશ ખેલાડીઓને મન મૂકીને સંભળાવી, ટીમ ઈન્ડીયા માટે કહ્યું આમ

ભારત સામે ઈંગ્લેન્ડની લોર્ડઝ ટેસ્ટમાં હાર બાદ ઈંગ્લીશ ટીમે ખૂબ સાંભળવી પડી રહી છે. કોઈ આકરુ થઈને સંભળાવી રહ્યું છે તો કોઈ ત્રુટીઓ ગણાવી રહ્યું છે. સાથે જ ભારતીય ટીમ (Team India)ના ખેલાડીઓના કૌશલ્યને લઈને પણ વાતો થઈ રહી છે.

IND vs ENG: ઈંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન ટીમ પર બગડ્યો, ઈંગ્લીશ ખેલાડીઓને મન મૂકીને સંભળાવી, ટીમ ઈન્ડીયા માટે કહ્યું આમ
Joe Root
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 7:18 PM
Share

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે લોર્ડસ મેદાન (Lords Test) પર રમાયેલી બીજી ટેસ્ટ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ભારતે આ મેચમાં શાનદાર રીતે જીત હાંસલ કરી હતી. જે મેચમાં ઈંગ્લેન્ડની બેટીંગ ખૂબ જ નિરાશાજનક રહી હતી. જો રુટના સિવાય કોઈ બેટ્સમેન ભારતીય બેટ્સમેન ભારતીય બોલરો સામે ટક્યા નહોતા. જેને લઈને ઈંગ્લેન્ડની ખૂબ જ ટીકા થઈ રહી છે, જે ટીકાકારોમાં પૂર્વ કેપ્ટન નાસિર હુસેન (Naseer Hussain)નું પણ નામ જોડાઈ ચુક્યુ છે.

ઈંગ્લીશ ખેલાડીઓની નબળી બેટીંગને લઈને નાસિર હુસેને પણ ઈંગ્લેન્ડના બેટ્સમેનોને આડે હાથ લીધા છે. હુસેન કહ્યું હતુ કે એક સમયે ઈંગ્લેન્ડ મેચમાં હતુ, જોકે તેના બેટ્સમેનોએ ટીમને નિરાશ કરતા પરીણામ હારનું ભોગવવુ પડી રહ્યું છે.

મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડની ટીમના બોલરો ભારતીય બેટ્સમેનોને આઉટ કરવા માટે સફળ રહ્યા હતા. એક સમયે એમ લાગી રહ્યું હતુ કે મેચ હવે ઈંગ્લેન્ડની પકડમાં આવી રહી છે. હુસેને કહ્યું હતુ કે ઈંગ્લેન્ડ એક સમયે જીતની સ્થિતીમાં હતુ. પરંતુ અંતિમ દિવસે હારી ગયા હતા. જેના બાદ બેટીંગ લાઈનઅપમાં કેટલાક બદલાવની જરુર છે. હુસેને સાથે એ પણ કહ્યું કે સમસ્યા ફક્ત ઈંગ્લેન્ડની બેટીંગમાં જ નથી, પરંતુ આ સમયે પુરા વિશ્વમાં ટેસ્ટના સ્તરના સારા બેટ્સમેન નથી. સિવાય કે ન્યુઝીલેન્ડ અને ભારતને છોડીને.

મેનેજમેન્ટે તૈયારીઓ કરવી પડશે

હુસૈને કહ્યું હતુ કે મેનેજમેન્ટે બેટિંગમાં સુધારો કરવો પડશે. તેણે કહ્યું જો તમે કોરા કાગળથી શરૂઆત કરો છો તો તમને આ કાર્યક્રમ નહીં મળે. પરંતુ સમસ્યા એ છે કે દરેક ફોર્મેટ આ ઉનાળામાં રમવા માંગે છે. રુટના હાથ એક વર્ષથી બંધાયેલા છે. આમાં કોવિડ બબલ્સ પણ સામેલ છે. આરામ અને પરિભ્રમણ પણ તેમાં શામેલ છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યારે ઋષભ પંત બેટિંગ કરવા આવ્યો, ત્યારે ઈંગ્લેન્ડ વિજેતા સ્થિતિમાં હતું. રુટ, ક્રિસ સિલ્વરવુડ અને એશ્લે જાઈલ્સે બેસીને લાલ બોલથી બેટીંગમાં સુધારો કરવા માટે રણનિતી બનાવવાની જરુર છે.

વિશ્વભરમાં સમસ્યા છે

હુસૈને કહ્યું કે બેટિંગની સમસ્યા લાંબા સમયથી છે. તેણે કહ્યું બેટિંગમાં લાંબા સમયથી સમસ્યા છે. માત્ર ઈંગ્લેન્ડમાં જ નહીં, આખીય દુનિયામાં લાલ બોલથી રમનારા બેટ્સમેનોને લઈને સમસ્યા છે. એવું લાગે છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સ્થાન મેળવનારી માત્ર બે જ ટીમો એવા બેટ્સમેન પેદા કરી રહી છે, જે લાલ બોલથી સારું રમે છે.

આ પણ વાંચોઃ IND vs ENG: હાર બાદ ફરી વાર ઇંગ્લીશ ખેલાડીએ કહ્યુ, વિરાટ કોહલીની ભાષા સારી નથી, તે એક રોલ મોડલ છે

આ પણ વાંચોઃ Cricket : રાહુલ દ્રાવિડના આ નિર્ણયનું પાકિસ્તાનથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી સ્વાગત કરાયું, જાણો શા માટે ?

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">