Budget 2024 : નાણામંત્રી આ જાહેરાત કરે તો શેરબજારમાં કડાકો બોલી શકે છે! જાણો શું છે મામલો

|

Jul 23, 2024 | 8:20 AM

Share Market Reaction on Budget 2024 : બસ થોડા સમયમાં દેશનું સામાન્ય બજેટ રજૂ થશે. તમામની નજર નાણામંત્રી પર રહેશે કારણ કે, બજેટ સ્પીચના માત્ર 24 કલાક પહેલા જ નાણામંત્રીએ એક મનોમંથન માંગતો ઈશારો કર્યો છે.

Budget 2024 : નાણામંત્રી આ જાહેરાત કરે તો શેરબજારમાં કડાકો બોલી શકે છે! જાણો શું છે મામલો

Follow us on

Share Market Reaction on Budget 2024 : બસ થોડા સમયમાં દેશનું સામાન્ય બજેટ રજૂ થશે. તમામની નજર નાણામંત્રી પર રહેશે કારણ કે, બજેટ સ્પીચના માત્ર 24 કલાક પહેલા જ નાણામંત્રીએ એક મનોમંથન માંગતો ઈશારો કર્યો છે.

નાણામંત્રી અને સરકાર શેરબજાર પર નજર રાખી રહ્યા છે.જો નાણામંત્રી બજેટના દિવસે કોઈ એવી જાહેરાત કરે તો શેરબજારમાં કડાકો બોલી  શકે છે.

કેપિટલ ગેઈનને ચર્ચાઓ ચાલી રહી છે

શેરબજારને અસર કરતા ઘણા નિર્ણયો બજેટ 2024માં શક્ય છે. નિષ્ણાતોને આશા છે કે સરકાર કેપિટલ ગેઈન ટેક્સને લઈને મોટી જાહેરાત કરી શકે છે. ઇકોનોમિક સર્વેમાં આ વાતનો સંકેત આપવામાં આવ્યો હતો. ઇકોનોમિક સર્વેમાં રિટેલ રોકાણકારો અને એફ એન્ડ ઓ ટ્રેડર્સ દ્વારા શેરબજારમાં થતા નુકસાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

રિટેલ રોકાણકારો સંદર્ભ અને અનુમાન

રિટેલ રોકાણકારોનો ઉલ્લેખ આર્થિક સર્વે 2024માં કરવામાં આવ્યો હતો. તાજેતરના સમયમાં બજારમાં તેમની સંખ્યા ઝડપથી વધી છે. પરંતુ, શેરબજાર હવે માત્ર વેપારનું માધ્યમ નથી રહ્યું, તેમાં સટ્ટાનું ચલણ વધી રહ્યું છે. જેના કારણે રોકાણકારોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. ઇકોનોમિક સર્વેમાં સરકાર તરફથી એવો સંકેત મળ્યો હતો જેના કારણે શેરબજાર અંદાજ લગાવી રહ્યું છે કે બજેટમાં કંઇક મોટું થવાનું છે.

શેરબજારમાં કડાકો બોલશે?

આર્થિક સર્વે દર્શાવે છે કે રિટેલ રોકાણકારોને નુકસાનથી બચાવવા માટે સરકાર કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો કરી શકે છે. પરંતુ, જો આમ થશે તો શેરબજારમાં ભારે ઘટાડાના સંકેતો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ઘટાડો 2024ની સામાન્ય ચૂંટણીના પરિણામોના દિવસે એટલે કે 4 જૂને થયેલા ઘટાડા કરતાં પણ મોટો હોઈ શકે છે. તે જ સમયે, જો કેપિટલ ગેઇન ટેક્સ ઘટાડવામાં આવે તો બજારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. એક નવો રેકોર્ડ હાઈ પણ બની શકે છે.

F&O પર સરકારની નજર

નાણામંત્રી દ્વારા વધુ એક સંકેત આપવામાં આવ્યો છે. આ વાત  F&O ટ્રેડર્સ માટે છે. જો નાણામંત્રી તેમની ખોટ રોકવા માટે કોઈ સંકેત આપે તો પણ શેરબજારમાં ભારે ઘટાડો થઈ શકે છે. એવી ચર્ચા છે કે રિટેલ રોકાણકારો અને F&O ટ્રેડર્સને નુકસાનથી બચાવવા માટે સરકાર વધુ ટેક્સનો પ્રસ્તાવ મૂકી શકે છે.

આ પણ વાંચો : Budget 2024 : બજેટના દિવસે શેરબજારનો મિજાજ કેવો રહે છે? જુઓ સેન્સેક્સ-નિફ્ટીનો ટ્રેન્ડ

 

Next Article