મોટા સમાચાર: તમારી બેંકમાં આગામી અઠવાડિયે આ બે દિવસે રહેશે હડતાલ, નોંધી લો તારીખ

બેંકોના ખાનગીકરણના વિરોધમાં આ હડતાળ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2021ના રોજ રજૂ કરેલા બજેટમાં બે બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. હવે સરકારે તેની તૈયારી શરૂ કરી દીધી છે.

મોટા સમાચાર: તમારી બેંકમાં આગામી અઠવાડિયે આ બે દિવસે રહેશે હડતાલ, નોંધી લો તારીખ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 9:24 PM

Bank Union Strike: દેશની સરકારી બેંકના કર્મચારીઓ 16 અને 17 ડિસેમ્બર એમ બે દિવસ હડતાળ પર જશે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU-United Forum of Bank Unions) દ્વારા આ ચેતવણી આપવામાં આવી છે. બેંકોના ખાનગીકરણના વિરોધમાં આ હડતાળ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2021ના રોજ રજૂ કરેલા બજેટમાં બે બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. હવે સરકારે તેની તૈયારી શરૂ કરી દીધી છે. સંસદના શિયાળુ સત્રમાં બેંકિંગ કાયદા સુધારા બિલ 2021 (Banking Laws (Amendment) Bill 2021) લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

16 અને 17 ડિસેમ્બરે હડતાળનું એલાન

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)એ આ હડતાળની જાહેરાત કરી છે. આ નવ જાહેર ક્ષેત્રની બેંકોના યુનિયનોનું સંયુક્ત મંચ છે. UFBUએ 16 અને 17 ડિસેમ્બરે હડતાળની ચેતવણી આપી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

હડતાલ કેમ થઈ રહી છે?

ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC)એ જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ સામે મોટા આંદોલનની જાહેરાત કરી હતી. સરકાર દ્વારા ડિસઈન્વેસ્ટમેન્ટ પર સ્થાપિત સચિવોના મુખ્ય જૂથ દ્વારા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર અને બેંક ઓફ ઈન્ડિયાનું નામ સુચવવામાં આવ્યું હતું.

કર્મચારીઓનું શું થશે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખાનગીકરણ પહેલા આ બેંકો તેમના કર્મચારીઓ માટે આકર્ષક સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (VRS) લાવી શકે છે.

અગાઉ સરકારે IDBI બેંકને ખાનગી બનાવી 

IDBI બેંકની શરૂઆત વર્ષ 1960માં થઈ હતી. પરંતુ ત્યારે તેનું નામ ડેવલપમેન્ટ ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન હતું. બાદમાં તેનું IDBI બેંકમાં રૂપાંતર કરવામાં આવ્યું હતું. આ માટે સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. દેશમાં જેટલી પણ રાષ્ટ્રીયકૃત બેંકો છે, તેમનું તમામ કામ સંસદીય કાયદા દ્વારા નિયંત્રિત થાય છે. આ બેંકો ખાનગી બનતાની સાથે જ સંસદની બાધ્યતા ખતમ થઈ જાય છે.

સરકારી વીમા કંપની LICએ IDBI બેંકમાં 51% હિસ્સો ખરીદ્યો છે. હવે તેના ડિસઈન્વેસ્ટમેન્ટનું કામ શરૂ થઈ ગયું છે. એલઆઈસી બોર્ડે એક ઠરાવ પસાર કરીને કહ્યું કે તે બેંકમાં તેનો હિસ્સો ઘટાડશે. આ માટે કેટલાક ડિસઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે અને કેટલાક શેર વેચવામાં આવશે. વેચાણ કિંમત જોઈને તેને મેનેજમેન્ટ બોર્ડમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય પણ લેવામાં આવશે.

તેના આધારે LIC IDBI બેંકમાં તેનો હિસ્સો ઘટાડશે. એવું માનવામાં આવે છે કે જે કંપની બેંકમાં શેર ખરીદે છે તે તેના ભંડોળનું રોકાણ કરશે. બેંકનો કારોબાર વધે તે માટે નવી ટેકનોલોજી અને સારા સંચાલનની વ્યવસ્થા કરવામાં આવશે. આ પછી IDBI બેંક સરકાર અને LIC પર ભરોસે રહ્યા વિના ખાનગી ભંડોળમાંથી પોતાનો વિકાસ કરી શકશે.

આ પણ વાંચો :  Maharashtra : ભિવંડી વૃદ્ધાશ્રમમાં કોરોનાનો રાફડો ફાટ્યો, વધુ 17 લોકો સંક્રમિત થતા તંત્રની વધી ચિંતા

g clip-path="url(#clip0_868_265)">