
દેશની આ ટોપ સેલિંગ કાર કંપનીઓ ઉપરાંત હ્યુન્ડાઈની સિસ્ટર કંપની કિયા ઈન્ડિયાની કાર પણ આવતીકાલથી 3 ટકા મોંઘી થઈ જશે. જ્યારે BMW કાર 3 ટકા, ફોક્સવેગન કાર 1 થી 4 ટકા અને સ્કોડા ઓટો કાર 3 ટકા મોંઘી થશે. હોન્ડાએ પણ કારની કિંમતો વધારવાની વાત કરી છે, જ્યારે મર્સિડીઝ કારની કિંમતમાં 2 લાખથી 9 લાખ રૂપિયાનો વધારો થઈ શકે છે.

કંપનીઓનું કહેવું છે કે તેમના ખર્ચમાં વધારો થયો છે, તેથી તેઓ ભાવ વધારીને ગ્રાહકો પર કેટલોક બોજ નાખે છે.